Photo from SAMBHAV SANDESH

0
235

ગુજરાતનો શોકિંગ કિસ્સો: પત્ની કહે છે કે તું મરી જા… મારે તો વિશાલ છે, પતિએ ફાંસો ખાધો

ગુજરાતમાં એક શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. દાહોદ જિલ્લામાં એક શિક્ષક પતિએ પત્નીના અફેરથી કંટાળી જીવન ટૂંકાવી લીધું છે. દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામમાં લગ્નેતર સબંધ રાખતી પત્ની અને તેના સબંધીઓ દ્વારા રૂમમાં બંધ કરીને માર મારવા સાથે પત્ની દ્વારા મરી જવાના મેણા સહન નહીં કરી શકતાં શિક્ષક પતિએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. તેની પાસેથી મળેલી સ્યુસાઇડ નોટના આધારે પત્ની, તેના સબંધી અને પ્રેમી મળીને સાત લોકો સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને પીપલોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દેવગઢ બારિયા તાલુકાના રેબારી ગામના વચલા ફળિયામાં રહેતાં 29 વર્ષીય દીલીપભાઇ પટેલના લગ્ન ભથવાડા ભુતિયા ગામની એક યુવતી સાથે થયા હતાં. આ યુવતીને લગ્નેતર સબંધ હોવાથી દીલીપભાઇને તુ મરી જા કહીને મેણા મારતી હતી. આ ઉપરાંત યુવતીના સબંધી જશવંતસિંહ પટેલ, રતનસિંહ પટેલ, રંગીતભાઇ પટેલ, જનકભાઇ પટેલ, હર્ષદભાઇ પટેલ પણ ગાળા ગાળી કરીને તારે બધુ જ સહન કરવું પડશે.કહીને રૂમમાં બંધ કરીને માર મારતા હતાં. મારી નાખવાની, ફસાવી દેવાની ધમકી આપતા હતાં. અવાર નવા ત્રાસ ગુજારી જીવન ટુંકાવી નાખવા મજબુર કરતાં દીલીપભાઇએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવાર દરમિયાન તેમનું મોત થઇ ગયું હતું. આ અંગે તેમના ભાઇ પર્વત પટેલે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
નવ પાનાંની સ્યુસાઇડ નોટના અંશ:
માફ કરજો મમ્મી-ભાઇ-ભાભી, હું છેલ્લા ચાર મહિનાથી થાકી ગયો છું. મને બહુ જ માર પડ્યો છે.બહુ જ ગાળો આપી છે. મને ઘર પણ આવવા નહોતા દેતા મમ્મી, સોરી તને વાત કરવા ફોન કરૂ તે પણ કરવા નહીં દેતા. નોકરી પછી છ વર્ષ સુધી લગ્ન એટલા માટે નહોતા કર્યા કે મારી મમ્મીને સુખ મળે- પરંતુ મમ્મી હું તને તો સુખ આપી શક્યો નહીં. મે(પત્ની)ને ખુબ જ સમજાવી પણ માની શકી નહીં. રતનસિંહ કાળુ પટેલ(માધવા હોટલ), રંગીતસિંહ કાળુ (શિક્ષક),જનકભાઇ રંગીતભાઇ પટેલ(12th પાસ), જશવંતસિંહ કાળુ પટેલ (શિક્ષક) દ્વારા મને ખુબ જ માર મારે છે, રૂમ બંધ કરીને મારે છે. કોઇને કહીશ તો મારી નાખીશુ, ફસાવી દઇશું,નોકરી જતી રહેશે,

તારા ઘરનાને જીવવા નહીં દઇયે. એવી રીતે મને બહુ જ ધમકી -માર મારવામાં આવતો. (પત્ની) પણ ખુબ જ મારતી. મારે પણ કશુ પણ કહેવાનું નહીં, હું નોકરી પણ કરીશ, લોકો જોડે ફરીશ પણ ખરી, તારે ખાલી મને પાળી રાખવાની, કોઇને કહેવાનું નહીં, હું કોઇને કહેવાની વાત કહું તો મને બધા જ મારે, ધમકાવે, તારે બધુ સહન કરવું જ પડશે એમ કહે. હવે હું થાકી ગયો છું આ લાઇફથી. (વિશાલ) પંચેલા (BSC+Bed) છોકરો મને લગ્ન પછી બહુ જ ધમકાવતો, મારવાની વાત કરતો, કોઇને નહીં કહેવાની વાત કરતો સરકારી નોકરીમાંથી કઢાવી નાખીશ એમ કહેતો(પત્ની) તેને સપોર્ટ કરતી. (વિશાલ પંચેલા) સતત ત્રાસ, અત્યાચાર, મારથી હું જીંદગીમાં વિદાય લેવા જઇ રહ્યો છું.સોરી મમ્મી.હું તારૂ સપનુ પુરૂ કરી શક્યો નહીં. મે વિડીયો કોલ કે સાદા કોલથી વાત કરવાની છેલ્લે ટ્રાઇ કરી પણ કરી શક્યો નહીં તારૂ મોઢુ જોઇ શક્યો નહીં, ભુતિયાવાળા મમ્મીનો પણ આભાર અને સોરી, તમે પણ મારા માટે બહુ કર્યુ પણ આ 4 લોકોને કારણે જઉં છું. મને પત્ની કહે છે કે તું મરી જા મારે તો વિશાલ છે. તમારે ખાલી રાખવાની, પુરૂ કરવાનું, નહીં તો માથે પડીશ, નોકરીમાંથી કઢાવી નાખીશ. બધા મને માફ કરજો,આ લોકોને સજા કરજો, કરાવજો. -દિલીપ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here