ગાંધીનગરમાં હલ્લાબોલ: જૂની પેન્શન યોજનાની માગ સાથે આંદોલનનાં મંડાણ, સત્યાગ્રહ છાવણીમાં પોલીસના ધાડેધાડા ઊતર્યા

0
160

કર્મચારીઓની મુખ્ય માગણી
• રાજ્યના તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન
યોજનાનો અમલ ફિક્સ પગાર યોજના મૂળ અસરથી દૂર કરવામાં આવે
• સરકાર સાથે થયેલા સમાધનમાં બાકી રહેલા પ્રશ્નોનું
નિરાકરણ લાવવામાં આવે
• સાતમાં પગાર પંચના બાકી રહેલા ભથ્થા આપવામાં
આવે
• કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું 25 ટકા અને ઘર
ભાડું પણ 10,20,30ના ધોરણે મળવું જોઈએ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી જૂની પેન્શન યોજનાની માગને લઈ સરકારી કર્મચારીઓ અલગ અલગ રીતે વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.સરકારી કર્મચારીઓના જિલ્લાકક્ષાનું આંદોલન હવે પાટનગર સુધી પહોંચ્યું છે.આજે રાજ્યભરના અલગ અલગ જિલ્લામાંથી કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા છે.જેમાં વલસાડ જિલ્લા કક્ષાએથી પણ ટીમ સાથે પહોંચી ગઈ છે.

સત્યાગ્રહ છાવણીમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ એકઠા થતા પોલીસના પણ ધાડેધાડા ઉતારવામાં આવ્યા છે.સત્યાગ્રહ છાવણીમાં ધરણા પ્રદર્શન યોજી રહેલા કર્મચારીઓ કહી રહ્યા છે કે.સરકાર આપેલા વચનો પૂરા કરે. અમે જૂની પેન્શન યોજના લાગુ કરાવીને જ અહીંથી જઈશું.’

OPSને લઈ કર્મચારીઓ આરપારના મૂડમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પણ ગુજરાતમાં જૂની પેન્શન યોજના માટે આંદોલન શરૂ થયું હતું.ત્યારે હવે લોકસભાની ચૂંટણી આવી રહી હોઈ ગુજરાત સરકાર માટે જૂની પેન્શન યોજનાનો મુદ્દો માથાના દુખાવા સમાન બની રહ્યો છે. ઘણા સમયથી કર્મચારીઓ ઉગ્ર માંગણી કરી રહ્યા છે અને કેટલાક રાજ્યમાં નવી પેન્શન યોજનાને રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરી દેવાઈ છે. જે અન્વયે આજે જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે કર્મચારીઓએ ગાંધીનગરથી ફરીવાર આંદોલનનાં શ્રી ગણેશ કર્યા છે. આજે સવારથી જ સેંકડો કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ઉમટી પડ્યા છે.જેને લઈ સત્યાગ્રહ છાવણીની પોલીસે ચારે દિશાથી કિલ્લે બંધી કરી લીધી છે.

કર્મચારીઓએ કહ્યું- ‘સરકારે આપેલાં વચનો પૂરાં કરે’ આ વિરોધપ્રદર્શનમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પદાધિકારીઓ અને કર્મચારીઓ સામેલ થયા છે. કર્મચારીઓ એક જ માગ કરી રહ્યા છે કે, સરકારે આપેલા વચનો પૂરાં કરે. ઉલ્લેખનીય છે કે, 16 સપ્ટેમ્બરના મંત્રીઓ સાથે બેઠક મળી હતી.જોકે તે સમયે પ્રશ્નનું નિરાકરણ આવ્યું હતું અને સરકાર તરફથી ખાતરી અપાઈ હતી. પરંતુ તેનો અમલ ન થતા હવે કર્મચારીઓએ સરકાર સામે ફરી આંદોલનના મંડાણ કર્યા છે. આ ધરણા પ્રદર્શનને લઈ રાજ્યભર માંથી કર્મચારીઓ ગાંધીનગર આવી રહ્યા છે.

Ad.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here