મોટાપોંઢા ખાતે પાણી પુરવઠા રાજયમંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે માતૃશ્રી રામુબા લવજીભાઈ ભરોડીયા કન્‍યા વિદ્યાલયના નૂતન ભવનનું લોકાર્પણ કરાયું

0
204

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા- હઠીમાળ ખાતે કૉળઘ -કોળચા જનની ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત માતૃશ્રી રામુબા લવજીભાઇ ભરોડીયા કન્‍યા
વિદ્યાલયના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કલ્‍પસર
અને મત્‍સ્‍યોદ્યોગ

,નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીએ કન્‍યા વિદ્યાલય ભવનના નિર્માણમાં સહયોગી દાતાઓને
અભિનંદન પાઠવતાં જણાવ્‍યું હતું કે

, સમાજને મૂળભૂત ધારામાં લાવવા શિક્ષણ જરૂરી છે. રાજ્‍યના દરેક બાળકોને શિક્ષણ મળે તે માટે રાજ્‍ય સરકાર સતત પ્રયત્‍નશીલ છે
,

જેમાં દાનવીરોએ આદિજાતિ વિસ્‍તારમાં ભવનો બનાવવાના સંકલ્‍પ સાથે શિક્ષણની જ્‍યોત જલાવી અંધકારમાંથી અજવાળા તરફ લઈ જવાનો જે પ્રયાસ કર્યો છે.જે સરાહનીય છે. વલસાડ જિલ્લાના આદિજાતિ વિસ્‍તારમાં ઘણી એવી શાળાઓ છે, જેની પ્રગતિમાં ધરમપુરના નામાંકિત ડો.સ્‍વ. રમણભાઈનો સહયોગ પ્રાપ્‍ત થયો છે, જે સહાયનીય છે. આચાર, વિચાર અને સંસ્‍કાર હોય તે વ્‍યક્‍તિ જ દાન કરી શકે છે અને દાન એવી જગ્‍યાએ કરવું જે એળે ન જાય,જે માટે દાતાઓએ અંતરિયાળ વિસ્‍તારની શાળા પસંદ કરી છે, જે બદલ તે ધન્‍યવાદને પાત્ર છે. આ સંસ્‍થા ૨૦૮ ભવનો બનાવવાનું લક્ષ પાર પાડે તેવી શુભેચ્‍છાઓ પાઠવી આ કામગીરીમાં રાજ્‍ય સરકાર દ્વારા મળવાપાત્ર સહયોગની ખાતરી તેમણે આપી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં ૨૦૮ ભવનના નિર્માણ માટે માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્‍ટના કેશુભાઇ હરિભાઈ ગોટીએ સંકલ્‍પ કર્યો છે. આ ભવનોના નિર્માણ શૃંખલાના૧૧૧મા ચરણમાં મોટાપોંઢા ખાતે કન્‍યા વિદ્યાલયનું નિર્માણ કરાયું છે. જે પૈકી મોટાપોંઢા ખાતેના ભવન નિર્માણમાં આનંદ એક્‍સપોર્ટ સુરતના પોપટભાઈ લવજીભાઈ ભરોડીયા સહિત અનેક દાતાઓનો સહયોગ પણ પ્રાપ્‍ત થયો છે.

સ્‍વાગત પ્રવચનમાં ટ્રસ્‍ટના ઉપપ્રમુખ સોમાભાઈ જાદવે સૌને આવકારી સંસ્‍થાની કામગીરી અને પ્રગતિની રૂપરેખા આપી હતી. તેમણે સુવિધાયુક્‍ત ભવન નિર્માણ તેમજ અનાજના સહયોગી દાતાઓનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના, સ્‍વાગત અને દેશભક્‍તિ ગીત ઉપરાંત ગરબો અને આદિવાસી નૃત્‍ય પ્રસ્‍તુત કર્યાં હતાં.

આ અવસરે વિશ્વ હિન્‍દુ પરિષદના રાષ્‍ટ્રીય કોષાધ્‍યક્ષ દિનેશભાઇ નાવડીયા, સ્‍વામીનારાયણ સંપ્રદાયના પૂ. પી.પી.સ્‍વામી, ઇ.ચા. આચાર્ય શૈલેષભાઇ થોરાત, નૂતન ભવનના સહયોગી દાતા પરિવારના સભ્‍યો, કન્‍યા વિદ્યાલયના કર્મીઓ, બલિકાઓ,ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા.

Ad.

URGENT SALE..9348655722
My self Bablu Kumar, CISF officer in airport I have been urgently transferred to other state. I have some electronic and furniture products for sale. I want to sell these products urgently. Interested persons contact me. My all stuff are available for sale in airport. Here only home delivery service free of cost.only genuine buyers contact me..9348655722 (WhatsApp).
1. Bed.8000 rs.
2.sofa set.10000 rs.
3. Dining table.7000 rs
4. Almirah.6000 rs.
5. AC..12000 rs.
6. Fridge.8000 rs.
7. LED tv. 7000 rs.
8. Washing machine.5000 rs
9. Double battery inverter..12000
Total price …60000(single 1/2 item bhi mil jaayega)
Jai Hind Jai Bharat
All payments through online before delivery 10% and remain after delivery. Only genuine buyers contact me. 9348655722

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here