વલસાડ જિલ્લાના ધરમપુર શહેરમાં છેલ્લા 30 વર્ષથી સ્વામિ વિવેકાનંદના વિચારો ગામડે – ગામડે પહોંચાડવા સતત પ્રયત્નશીલ ડૉ. દોલતભાઈ દેસાઈએ એક નવી કેડી કંડારી ધરમપુર શહેરની કુમાર શાળા કેન્દ્રની 10 જેટલી પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રીઓને સુંદર સ્વામિ વિવેકાનંદનાં તેજસ્વી -Ojasvi તેજસ વિચારો આવનારી પેઢીનાં બાળકોને મળે, એમનામાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને પોતે પણ કંઈક મોટા થઈને સમાજસેવા કરી શકે એ હેતુથી દરેક શાળાને 40 – 40 અરુણોદય, દીવાદાંડી પુસ્તિકા કે જેમાં સાહસિક બોધકથાઓ, મૂલ્યલક્ષી વાર્તાઓના પુસ્તકો ભેટમાં આપ્યા હતાં.
આ સુંદર કાર્યક્રમ માટે ઉત્સાહી સી. આર. સી. બહેન શ્રીમતિ બિજલબેન તેમજ નવીનગરી પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રી મહેન્દ્રસિંહ પરમારનો વિશેષ પ્રયત્નો રહ્યા હતા.
ડૉ. દોલતભાઈ દેસાઈએ સ્વામીજીના ઘણા પ્રસંગો કહી આચાર્યશ્રીઓ સાથે ગોષ્ઠી કરી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. છેલ્લે સી. આર. સી. બહેને આભાર વિધિ કરી આભાર માન્યો હતો. શાળાનાં ધોરણ 5 થી 8 નાં તમામ બાળકો આ મૂલ્યલક્ષી વાતોનો લાભ મેળવે તેવા પ્રયત્નો કરવા સૂચન કર્યું હતું.
Ad……