કપરાડા વિસ્તારમાં પાન મસાલાના અને તમાકુના કારોબારીઓને ત્યાં રેડ રૂપિયા 2.29 કરોડ ના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓની અટકાયત

0
183

વલસાડ જિલ્લા પોલીસે વાપી કપરાડા અને નાનાપોંઢા વિસ્તારમાં પાન મસાલાના અને તમાકુના કારોબારીઓને ત્યાં રેડ કરી રૂપિયા 2.29 કરોડ ના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓની અટકાયત કરી છે . કોઈપણ જાતના આધાર પુરાવા કે બીલ વીના પાન મસાલા અને તમાકુ નો મોટા પ્રમાણમાં સંગ્રહ અને વેપાર કરતાં કારોબારીઓ પર પોલીસ ની લાલ આંખ થતાં જિલ્લામાં પાન મસાલા અને તમાકુ ના વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કપરાડા તાલુકાના વાજવડ ગામે આલિશાન મકાન ભાડે રાખી અનેક ગાડીઓ નોકર સાથે રહી લાંબા સમયથી નેટવર્ક ચાલી રહ્યું હતું આ નેટવર્ક ઘણી વ્યક્તિ ઓ સામેલ હોઈ શકે ?

કાકડકોપરના ગોડાઉન અને દિક્ષલ માં એક ઘરે થી અંદાજે 2.29 કરોડ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે 5 વ્યક્તિ ની સામે અટકાયતી પગલાં લઈ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લા પોલીસને છેલ્લા કેટલાક સમયથી બાતમી મળી હતી કે.. વલસાડ જિલ્લામાં કેટલાક શકશો કોઈપણ જાતના આધાર પુરાવા કે બીલ વીના પાન મસાલા અને તમાકુ નો મોટા પાયે સંગ્રહ અને વેપાર કરી રહ્યા છે ..આથી પોલીસે મળેલી બાતમીના આધારે વિવિધ ટીમો બનાવી અને વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દીક્ષલ ગામ અને નાનાપોઢા અને વાપીના એક ગોડાઉનમાં રેડ કરી હતી.. રેડમાં પોલીસને મોટી માત્રામાં ગોડાઉન અને મકાનોમાં સંગ્રહ કરેલો પાન મસાલા અને તમાકુ નો કરોડો રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો.. જેને જપ્ત કરી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.સૌ પ્રથમ વાપી ટાઉન પોલીસે વાપી ના ભડકમોરા માં આવેલા શક્તિ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં છાપો માર્યો હતો..આ કાર્યવાહી માં ગોડાઉનમાં થી ગેરકાયદે રીતે સંગ્રહ કરાયેલા પાનમસાલાના 53 પેલા અને તમાકુ ના ભરેલા 17 થેલા મળી કુલ 68326 રૂપિયા નો મુદ્દામાલ કબજે લઈ ગોડાઉનમાં હાજર આરોપી ભરત બહાદુર માલી ને આધાર પુરાવા અંગે પૂછ્તા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો…આથી જેથી પોલીસે પાન મસાલા અને તમાકુ નો જથ્થો કબજે લઇ ભરત માલી સામે અટકાયતી પગલા લઈ આગળની કાર્યવાહી હાપ ધરી હતી..તો બીજી બાજુ નાનાપોંઢા પોલીસે કાકડકોપર ગામ માં આવેલા કાનજી ટ્રેડર્સ નામના ગોડાઉનમાં રેઈડ કરતા પાનમસાલા અને તંબાકુની 335 થી વધુ બોરીઓ મલી આવી હતી..જેમાંથી અંદાજે રૂપિયા …1.15 કરોડ ની કિંમત નો મુદામાલ કબજે લઈ.. પૂછપરછ કરતા ગોડાઉનમાં હાજર ધીરજસિંહ રાજપુત નામના વ્યક્તિ મલી આવ્યા હતા..જેમના કહેવા મુજબ આ ગોડાઉન રાજસ્થાન ના ઉદયપુર માં રહેતા વિનોદ વર્મા એ ભાડે રાખ્યો હતો..તેમના કહેવાથી ઓર્ડર મુજબ ગોડાઉન માં વાહનોમાં માલ લોડીંગ કરાવવા માં આવતો હતો..આ જગ્યા પર થી પોલીસે આરોપી ધીરજસિહ , અભિ નરેશકુમાર ઠાકુર અને મોહમદ રરીફ નિઝામુદીન કુરેશી નામના આરોપીઓ ની અટકાયત કરી હતી..અને પાન મસાલા અને તમાકુ નો જથ્થો જપ્ત કર્યો હતો..સાથે જ કપરાડાના દીક્ષલ ગામ ના રાનવહાર ફળિયામાં રહેતા દિવ્યેશ ચંદુ વાઘેરા ના ઘરમાં પણ પોલીસે રેઇડ કરી હતી..ઘર માં થી પાનમસાલા અને તંબાકુના પાઉચો મળી કુલ અંદાજે રૂપિયા..1.13 કરોડ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.. વલસાડ જિલ્લા પોલીસે જિલ્લાના વિવિધ સ્થળો પરથી રેડ કરી અને અંદાજે 2.29 કરોડની કિંમતના પાન મસાલા નો જથ્થો જપ્ત કર્યો હતો અને પાંચ શખ્સો વિરુદ્ધ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે તેમની અટકાયત કરી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here