ગુજરાતમાં ચાલુ મહિનામાં કાંદાના ભાવમાં ક્વિન્ટલે ૨૫૦થી ૫૦૦નો ઉછાળો, નાશિકમાં પણ કાંદાના ભાવ ક્વિન્ટલે ૨૦૦થી ૩૦૦ વધ્યા

0
229

\n


કાંદાની બજારમાં તાજેતરમાં બે તબક્કામાં પડેલા કમોસમી વરસાદને પગલે પાકમાં સર્વત્ર બગાડ થયો હોવાથી ભાવમાં ફરી જાન્યુઆરી મહિનાની શરૂઆતથી તેજી આવી છે. કાંદાના એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે હાલના તબક્કે ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર ત્રણેય રાજ્યમાં કાંદાના પાકમાં મોટો બગાડ થયો છે. કમોસમી વરસાદ અને બરફના કરા પડ્યા હોવાથી કાંદાની ક્વૉલિટીને અસર થઈ છે અને નવી આવકો પણ લેટ થાય એવી ધારણા છે, પરિણામે બજારમાં સુધારો આવ્યો છે.

Ad……..


નાશિકમાં કાંદાના ભાવ ચાલુ મહિનામાં ક્વિન્ટલે ૨૦૦થી ૩૦૦ રૂપિયા જેવા વધ્યા છે. લાસલગાવ મંડીમાં બુધવારે કાંદાના ભાવ ક્વિન્ટલના ૯૦૦થી ૨૩૬૧ રૂપિયા હતા, જ્યારે મૉડલ ભાવ ૧૯૦૦ પ્રતિ ક્વિન્ટલ બોલાતા હતા. કાંદાની બજારમાં હાલના તબક્કે વેચવાલી એકદમ ઓછી હોવાથી આગળ ઉપર ભાવ હજી પણ ક્વિન્ટલે ૨૦૦થી ૪૦૦ની તેજી આવે એવી સંભાવના છે. આગળ ઉપર આવકો વધશે તો બજાર થોડી દબાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here