નવી દિલ્હી, તા. ૧૬ :
ભારતમાં કોરોના વાયરસના ૨,૭૧, ૨૦૨નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૧૪ લોકોના મોત થયા છે. કોરોના એક્ટિવ કેસની સંખ્યા ૧૫ લાખને વટાવી ગઈ છે. હાલમાં દેશમાં કોવિડ ૧૯ના કોરોનાના કુલ ૧૫,૫૦,૩૭૭ સક્રિય કેસ છે. ૨૪ કલાકમાં દર્દીઓ ૧,૩૮,૩૩૧ સાજા પણ થયા છે. દેશમાં ચેપનો દર વધીને ૧૬.૨૮% થઈ ગયો છે.ગઈકાલથી અત્યાર સુધીમાં ૨૩૬૯ નવા કેસ નોંધાયા છે. બીજી તરફ ઓમિક્રોન વેરિઅન્ટની વાત કરીએ તો તેના દર્દીઓ વધીને ૭૭૪૩ થઈ ગયા છે. ૨ લાખ ૬૮ હજાર ૯૩૩ નવા કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાંકોરોનાના ૪૩ હજાર ૨૧૧ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૨૩ લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના
નવા કેસોમાંથી ૧૬.૭% કેસ એકલા મહારાષ્ટ્રમાંછે, જેમાં ડેલ્ટા વેરિઅન્ટના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે, જયારે ૩૨ ટકા દર્દીઓ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે. મુંબઈમાં કોરોનાના૧૦,૬૬૧ નવા કેસ નોંધાયા છે અને ૧૧ લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોના ચેપના નવા કેસમાં ઘટાડો થયો છે. શનિવારે દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ચેપના ૨૦,૭૧૮ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કારણે ૩૦ લોકોના મોત પણ થયા છે. નવા આંકડા સાથે, દિલ્હીમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને
૯૩,૪૦૭ થઈ ગઈ છે.
Ad..