વિધાતાની વિચિત્રતા!!

0
46

ગયા અંકમાં આપણે જોયું કે સુખવંતની હવેલીમાં પુરાયેલા સાર્થકને ઓચિંતાનું ખુલ્લુ આકાશ મળ્યું હોય તેમ તે અહીં વીણા માસીના ફાર્મ હાઉસમાં ઉછળ કૂદ કરતો હતો, અને એમાંથી એને વાગી ગયું! માથામાંથી નીકળતું લોહી જોઈને વીણા માસીની અનુભવી નજર ને સમજાઈ ગયું કે, કેસ વધુ સિરિયસ છે, આથી એમણે તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કર્યો, અને ગામના ડોક્ટરે પણ તાત્કાલિક ટ્રીટમેન્ટ આપી. બરાબર શ્રીદેવી અને વીણા માસી તેમજ સાર્થક ને લઈને જતી એમ્બ્યુલન્સ બહાર નીકળી, ત્યારે સુખવંતની જીપ ગામમાં પ્રવેશી અને અખિલેશ પણ પાર્વતીને લઈને અહીં જ આવતો હતો, પણ એણે સુખવંતની જીપ જોઈ લીધી, એટલે તે ગામ તરફ વળ્યો નહીં. પાછળ પેલો તાંત્રિક હતો પણ સુખવંત કરતા તો એને પહોંચી વળવું સહેલું છે, એવું તેને લાગ્યું હશે! તો આ બાજુ સુધીર દત્ત પણ કિલ્લોલ બંગલામાં આખરે શું થાય છે, તેની તપાસ માટે ત્યાં પહોંચ્યો, અને તેણે તેના પાડોશીની જ આ બધી રમત છે, અને રિમોટ કંટ્રોલથી તે બંગલોની અંદર જુદાં જુદાં અવાજો ઊભા કરે છે, પડછાયા તેમજ મૂજરાનું સંગીત પણ વગાડે છે, જેને કારણે આ બંગલોથી લોકો દૂર રહે અને એ માટે તે નક્કી આ બંગલામાં સ્મગલિંગનો સામાન છુપાવતો હશે, એવું અનુમાન સુધીર દતે લગાવ્યું! તો અનંત ભાટીયા એ સુરેખા નું સ્ટેટમેન્ટ લીધું, અને સુધીર દતે આરોપી ચાલાક છે, તે વાત કહી એટલે તેને આ આત્મહત્યાના કેસમાં ઊંડા ઉતરવાનું નક્કી કર્યું! પરંતુ હાલ તો શ્રીદેવી અને વીણા માસી સાર્થક ને બચાવી શકશે કે કેમ? અને શ્રીદેવી સુધીરને આ એક્સિડન્ટ વિશે કઈ રીતે જાણ કરશે? એ હોસ્પિટલે પહોંચશે કે પાર્વતી ને બચાવવા! કે પછી કિલ્લોલ બંગલો માં આખરે શું પ્રવૃત્તિ ચાલી રહી છે, એની તપાસમાં જશે! અને અખિલેશ ભલે પેલા વૃદ્ધાના પુત્રની નજર અંદાજ કરે, પણ જો અખિલેશ અને પાર્વતી પકડાય જાય તો કોઈની બલિ અને કોઈની હત્યાં કંઈ પણ થઈ શકે! તો સુખવંત પાર્વતી નહીં, અહીં શ્રીદેવી હતી એ સત્ય જાણશે! તો શું ચાલ ચાલશે કે જેનાથી પાર્વતી આપોઆપ સરન્ડર કરે! કે પછી શ્રીદેવી ને પરેશાન કરશે કે સાર્થક ને ગાળિયો પહેરાવી સુધીર દત્ત સુધી પહોંચશે, અને હારેલી બાજી જીતી જશે? આ બધા જ સવાલોના જવાબ મેળવવા વાંચો આગળ….

શ્રીદેવી અને વીણા માસી સાર્થક ને લઈને શહેરની હોસ્પિટલમાં આવી પહોંચ્યા. વિનાયક હોસ્પિટલના હેડ ડોક્ટર મિતેશ વછરાજાની એ સાર્થક ને તપાસીને કહ્યું કે નાના મગજ પર થોડી ચોટ આવી હોવાથી હેમરેજની અસર પણ હોઈ શકે, ઇન્ટર્નલ હેમરેજ હશે તો તે કોમામાં પણ જઈ શકે, અને ડેડ પણ થઈ શકે! અને ખાલી કપાળના મૂઢ મારને કારણે બેહોશ થઈ ગયો હશે તો આઠથી દસ કલાકમાં નોર્મલ પણ થઈ શકે. પરંતુ સીટી સ્કેન અને એમ આર આઈ રીપોર્ટ આવે પછી, પાકે પાયે નક્કી થાય કે સાર્થક ને શું થયું છે! શ્રીદેવી અને વીણા માસી ભગવાનને પ્રાર્થના કરતા બેઠા હતાં, ત્યાં શ્રીદેવી ને વિચાર આવ્યો કે સુધીર દત્ત ને આ વાત કરી દઉં! શહેરભરમાં એને ઓળખાણ છે! એટલે કોઈ ને કોઈ રીતે કામ આવશે, અને શક્ય છે ઓપરેશન કરવું જોઈએ, કે ઓપરેશન ટાળી શકાય એમ હોય તો એનું પ્રેશર પણ સુધીર દત્ત દ્વારા કરાવી શકાય! આવું બધું વિચારીને શ્રીદેવી એ સુધીર દત્તને ફોન કર્યો, અને સાર્થક કેવી રીતે પડી ગયો, અને વીણા માસી સાથે એ શહેરની વિનાયક હોસ્પિટલમાં આવી છે, એ જણાવ્યું,અને ડોક્ટર એ સાર્થકને શું શું થવાની શક્યતા છે, એ પણ બધું કહ્યું. સુધીર દત્ત એ કહ્યું કે તું ચિંતા કરતી નહીં! હું હમણાં જ ત્યાં પહોંચું છું! અને શ્રીદેવીને થોડીક નિરાંત થઈ.

લગભગ વીસ મિનિટ થઈ હશે ત્યાં તો સુધીર દત્ત વિનાયક હોસ્પિટલમાં પહોંચી ગયો! શ્રીદેવી એ જોયું અને તે દોડીને વળગી પડી, અને સાર્થકને સારું થઈ તો જશે ને? એમ રડતાં રડતાં પૂછવા લાગી. સુધીર દત્ત એ તેને આશ્વાસન આપતા કહ્યું, કે અહીંના બધા ડોક્ટરો સાથે મેં આવતા આવતા જ વાત કરી લીધી છે, અને બધાનું કહેવું એમ જ છે કે માત્ર મૂઢ માર જ દેખાય છે, પણ તે છતાં એમ આર આઈ રિપોર્ટ આવ્યાં પછી ખબર પડે! પણ જે કંઈ હશે તે બધું જ સરખું થઈ જશે! સુધીર દત્ત એ કહ્યું, પણ પાર્વતી બોલવા લાગી અને અખિલેશ સાથે સુખવંતની તાનાશાહી માંથી ભાગી નીકળી છે, એ જણાવ્યું. હવે એ લોકો ક્યાં રોકાય છે, એનું લોકેશન મોકલશે એટલે હું એ બંને ને લઈ આવીશ. કિલ્લોલ બંગલોમાં શ્રીકાંત દેખાયાની કમ્પ્લેન આવી હતી એ વાત સુધીર દત્ત એ જાણી જોઈને શ્રીદેવીને જણાવી નહીં, કારણકે એક બાજુથી એને સાર્થકનું ટેન્શન અને એમાં શ્રીકાંત જીવે છે, એવું કોઈ એ કહ્યું કહેવામાં ખતરો હતો. શ્રીદેવી સુધીરના ખભા પર માથું ઢાળીને બેઠી હતી, ત્યાં જ ડોક્ટર એ ચેમ્બરમાં બોલાવ્યા અને કહ્યું રિપોર્ટ આવી ગઈ છે, અને અમને જે શંકા હતી એ‌ જ બન્યું છે! એટલે કે સાર્થક ને નાના મગજ પર ચોટ‌ આવી છે. એટલે એ ભાનમાં નથી આવ્યો હવે એ સોજો ઉતરી જતાં નોર્મલ પણ થઈ જાય ! અને ન પણ થાય એટલે કે કોમામાં સરી પડે! અથવા યાદદાસ્ત ચાલી જાય ! પેરેલેટિક એટેક આવી શકે! આંખે દેખાતું બંધ થઈ શકે કે પછી બોલવાનું પણ બંધ થઈ શકે! અને એમને પાર્વતી યાદ આવી ગઈ! અને બંને ખૂબ ચિંતિત થઈ ગયાં. શ્રીદેવી માટે સાર્થક જ તેની મુલ્યવાન સંપત્તિ હતી, એનાથી વધુ તેને કંઈ જોઈતું નથી, એવું એણે દરેકને કહી દીધું હતું. એણે ડોક્ટરને કહ્યું એ બધું કરી છૂટવા તૈયાર છે, પણ સાર્થક ને કંઈ થવું ન જોઈએ! ડોકટર એ તેને સાંત્વના આપતા કહ્યું કે મીસિસ શ્રીકાંત અમે અમારાથી બનતા બધાં પ્રયત્નો કરીશું, પણ આખરે અમે ડોક્ટર છીએ, કોઈ ભગવાન નથી! અમારી એક મર્યાદા હોય છે. સુધીર એટલી વારમાં ગુગલ સર્ચ કરીને કહ્યું કે, ડો શ્રદ્ધા વિલિયમ્સ ઈઝ આ બેસ્ટ ન્યુરો સર્જન! વ્હાય આઈ એમ નોટ ટ્રાય! અને આપણા માટે સદભાગ્યની વાત છે કે એ આજે આપણા ટાઉનની નજીકના પ્લેસમા કોઈ ફંકશન માટે આવ્યા છે. તમે કહો તો હું મારા કોન્ટેક્ટનો ઉપયોગ કરી, એનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરું! ડોક્ટર એ સામ સામે જોયું એને થયું કે આને કેમ કહેવું કે ડો શ્રદ્ધા વિલિયમ્સ એમ કંઈ આવીને ઓપરેશન કરે નહીં! એને ત્યાં તો કન્સલ્ટિંગ માટે પણ એપોનમેઈન્ટ હોય છે! પણ છતાં પેશન્ટનાં સગાંની ભાવના સમજી એણે હા પાડી!

સુધીર દત્ત એ ડોક્ટર શ્રદ્ધા વિલિયમ્સનો કોન્ટેક્ટ કરવા માટેનું ચક્કર ચલાવ્યું અને એમાં એ કામિયાબ પણ થયો. ડોક્ટર શ્રદ્ધા વિલિયમ્સ એ સાર્થકને તપાસવાની હા પાડી, અને એકાદ કલાકમાં હોસ્પિટલમાં આવશે એમ જણાવ્યું!; ડોક્ટર મિતેશ વછરાજાની આશ્ચર્ય ચકિત થઈ ગયાં, કે આવડી મોટી ડોક્ટર એમ દસ મિનિટમાં આવવાં તૈયાર થઈ ગઈ! એ ઉભા થયા અને પોતાના ઓપરેશન થિયેટરમાં જઇને બધું બરાબર છે કે નહીં એ ચેક કરવા લાગ્યાં. એને એક બાજુથી આટલી મોટી ડોક્ટર પોતાના ઓપરેશન થિયેટરમાં ઓપરેશન કરશે એ વિચારીને અને બીજી રીતે કંઇક કહેશે તો એ વિચારીને પણ પ્રેશરનો અનુભવ થતો હતો.
અંતે એ ઘડી આવી ગઈ અને ડોક્ટર શ્રદ્ધા વિલિયમ્સ બરાબર એક કલાક પછી આવી પહોંચ્યા!; એને જોઈને એમ થાય કે આટલી નાની ઊંમરે એણે કેટલી મોટી સિધ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. ડોક્ટર શ્રદ્ધા વિલિયમ્સ ને ડોક્ટર મિતેશ વછરાજાની પોતાના કોરીડોરમાં લઈ ગયા, અને સાર્થકનો કેસ સમજાવે છે, શ્રીદેવી અને સુધીર દત્ત પણ એની સાથે હોય છે,બરાબર એ જ સમયે સુધીર દત્તનાં ફોનમાં સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવે છે, અને ઇન્સ્પેક્ટર ભાટિયા એ એવું કંઈક કહ્યું કે સુધીર ચિંતિત થઈ ગયો..

અખિલેશ પાર્વતી ને લઈને હવે છુપાવું ક્યાં એમ વિચારતો હતો કે છેવટે બે ત્રણ દિવસનો સમય મળી જાય તો સુખવંત પણ શાંત થઈ જાય, અને પછી સુધીર દત્ત કોઈ સુરક્ષિત જગ્યાએ મોકલી આપશે! આવા બધા વિચારોમાં બાઈક આગળ ચાલતી હતી, પાર્વતી પણ અખિલેશ સાથે કોઈ પહાડી ઇલાકામાં સુંદર જીવવા મળશે! અને બંનેની વિચાર યાત્રા ને જાણે પંચર પડ્યું હોય એમ બાઈક એકદમ બંધ પડી ગઈ!: સાચે જ બાઇકમાં પેટ્રોલ ખલાસ થયું હશે કે પછી કોઈ બીજા કોઈ કારણસર પણ બાઈક બંધ પડી ગઈ!; પાર્વતી એકદમ ડરી ગઈ, અને હવે શું થશે? એમ વિચારીને એ દુઃખથી વ્યથિત થઈ ગઈ, અને કોઈ બચાવો કોઈ બચાવો એમ રાડો પાડવા લાગી. રોડ પર એક તો બાઈક બંધ પડી ગઈ એનું ટેન્શન ઉપરથી પાછળ પેલો યુવક હરીશ આવે છે એ પકડી પાડશે, એ ટેન્શન અને ઉપરથી પાર્વતીની રાડ સાંભળીને રોડ પરથી પસાર થતાં મુસાફરોને એમ થયું કે આ યુવક આ સ્ત્રીને હેરાન કરતો હશે! આ બધું એટલું ઝડપથી બની ગયું કે હવે શું કરવું એ નક્કી થતું નહોતું! પાર્વતી એ માંડ માંડ બધાને સમજાવ્યું કે આ યુવકથી નહીં, પાછળ આવે છે એનાથી ખતરો છે, અને આ બાઈક બંધ થઈ ગયું છે, હવે શું થશે! એ મને પકડી લેશે અને પોતાના લગ્ન થાય એટલે મારી બલિ ચડાવી દેશે! એમાંના એક મુસાફરે પોતાના વાહન માંથી થોડું પેટ્રોલ આપ્યું અને નજીકમાં જ પેટ્રોલ પંપ છે ત્યાંથી પૂરાવી લેવા તાકીદ પણ કરી ! દસ મિનિટનાં આ ખેલમાં પેલો યુવકનુ બાઈક દેખાયું ત્યાં અખિલેશની બાઈક સ્ટાર્ટ થઈ, અને મુસાફરો રોડ વચ્ચે ઉભા રહ્યા એમાંનો એક પોલીસ વાળો પણ હતો, અને તેણે એની પૂછપરછ કરવાની શરૂઆત કરી અને આમ દસ પંદર મિનિટ રોકી રાખ્યો, તેમજ પાછા જવા સમજાવ્યો. એને થયું કે પોલીસ સાથે સીધી દુશ્મની વહોરી લેવી એ મૂર્ખામી છે, એટલે એણે પણ પાછા ફરવાનું નાટક કર્યું અને જેવું ટોળું વિખરાયુ ત્યાં મોકો જોઈ ફરી પાછો શહેર તરફ આગળ વધ્યો. જોકે આ વખતે એણે કાલા જાદુનો પ્રયોગ કરી એને વશમાં કરવાનું નક્કી કર્યું,અને સાથે આવેલા તાંત્રિક એ કહ્યું કે કાલા જાદુ કોની પર કરવાનો છે, એ વ્યક્તિ અથવા એનો ફોટો તો જોઈએ!આપણી પાસે બે માંથી એક પણ નથી, એટલે એના સુધી પહોંચ્યા વગર કંઈ શક્ય નથી, એટલે મોટર બાઈકની ઝડપ વધારી દીધી.

સુખવંતની ઝીપ વીણા માસીના સુંદર મજાના સુંદરવન નામના ગામમાં પ્રવેશી, અને એક વડીલ ગૌતમ કાકા એ એનો રસ્તો રોકતા પુછ્યું, ભાઈ તમારે કોનું કામ છે? તમે પહેલીવાર અમારા ગામમાં આવ્યા છો, એટલે તમે ગામમાં ભૂલા પડી જશો! સુખવંત ને બહુ ગુસ્સો આવ્યો, પણ એણે પોતાના ગુસ્સા પર કાબૂ મેળવી લીધો અને કહ્યું હું ગામના સરપંચ ને મળવા આવ્યો છું. અમારું ગામ નજીકમાં જ છું અને, અમારા ગામમાં ચાલું વર્ષે દુષ્કાળ જેવું ગયું છે તો સાંભળ્યું છે કે, આ ગામમાં બહુ મોટા જ્યોતિષ રહે છે, એટલે કંઇ વિધી વિધાન કરવું પડે તો કરી લેવું! કારણ કે પ્રજાનુ દુઃખ જોવાતું નથી. એ વડીલનું ઘર ગામમાં પ્રવેશતાં જ આવતું હતું, એટલે વીણા માસી એ અગમચેતી વાપરી એને કહ્યું હતું કે ખુલ્લી જીપમાં હિટલર જેવું કોઈ આવે તો પુછ પરછ કરીને અંદર આવવા દેવા, અથવા બંને તો ટાઢા પાણી એ ખસ જાય એવું કરવાનું છે. ગૌતમ કાકા સમજી ગયા કે એ બહાને એ ગામમાં આવે છે, એણે કહ્યું આપને કદાચ નામ સમજવામાં ભૂલ થઈ છે! અમારા ગામમાં એવું કોઈ રહેતું નથી, સામે ગોમતી નગરમાં રાઘવજી વૈદ્ય રહે છે એ જ્યોતિષ છે અમારું તો ખેડુતો નું ગામ છે! અહીં આપને નિરાશા મળશે! આ તો આપ ગામથી અજાણ્યા છો, અને ક્યાં ક્યાં શોધો પછી મળે નહીં! તો આપનો સમય બરબાદ થાય એટલે મારી ફરજ છે. ઉપરથી અમારા સરપંચ પણ ગામમાં છે નહીં! હમણાં જ એક વ્યવહારિક પ્રસંગે બહાર ગયા છે. સુખવંત કંઈ ઓછી માયા નહોતી, એ સમજી ગયો કે એને અહીંથી કાઢવાં માંગે છે, એટલે એનો મતલબ એમ થયો કે અખિલેશને પાર્વતી અહીં જ હશે! જોકે એનાં મગજમાં શ્રીદેવી વિશે કોઈ ખ્યાલ નહોતો આવ્યો એ હકીકત હતી. એણે કહ્યું તમારો ખૂબ ખૂબ આભાર, તમે ખરેખર મારો સમય બચાવી લીધો, પણ હવે આવી જ ગયો છું તો ચા પીવી પડશે, રસ્તામાં ઝીપ અટકી એમાં ક્યાંય સુધી રોડ પર ઉભા રહેવું પડ્યું, અને પવન લાગવાથી માથું જકડાઈ ગયું છે! એમ કરો મને ચા વાળો ક્યાં હશે એ બતાવી દ્યો! ગૌતમ કાકાને થયું ચા વાળો બંધુ કહી દેશે તો! એના કરતાં સાથે જ જાઉં અથવા મારા ઘરે લઈ જાઉં પણ થયું ના ઘરે તો પોતાની જુવાન અને સુંદર દીકરી રેણુકા હતી, આ માણસની નિયત ખરાબ છે એટલે ઘરે તો નહીં જ! ગૌતમ કાકા એને વાલજીની ચાની કીટલી પર લઈ આવ્યાં, અને કહ્યું કે વાલજી બે સ્પેશિયલ ચા બનાવ મહેમાન આવ્યા છે, અને તારાં કાકી ઘરે નથી એટલે તારે જ ચા પીવરાવવી પડશે, મહેમાન નો થાક ઉતારે એવી. વાલજી એ હમણાં જ ગૌરી કાકીને જોયાં હતાં, છતાં ગૌતમ કાકા આમ કેમ બોલે છે? નક્કી કંઈક કહેવાનું નહીં હોય, અને પાછા ગૌતમ કાકા બે વાર સ્પેશિયલ સ્પેશિયલ એમ બોલ્યાં એટલે અફીણના ડોડવા વાળી ચા બનાવવાની છે, એટલું તો સમજાય ગયું. એણે ચા ઉકાળવા મુકી અને પાંચ મિનિટમાં આખાં વાતાવરણમાં ચાની એકદમ લિજ્જતદાર ખુશ્બુ ફેલાઈ ગઈ, અને સુખવંત એક નહીં પણ ત્રણ ચા પી ગયો. સુખવંત તો ચરસ ગાંજાનો બંધાણી હતો, એટલે એક થી એને અસર ન થાય! ધીરેધીરે એનું માથું ભમવા લાગ્યું અને એને તરત સમજાઈ ગયું કે પોતે આ વડીલની ચાલમાં ફસાઈ ગયો છે, એણે કહ્યું વડીલ આપનો ખૂબ ખૂબ આભાર પણ હવે મારે જવું પડશે અને એણે ઝીપ સ્ટાર્ટ કરી અને જેમ આવ્યો હતો એમ ખાલી હાથે સુંદરવન માંથી પાછો ફર્યો, પણ વિચારતો હતો કે એણે આ શું ચા માં નાખ્યું, કે મારી પર અસર કરી ગયું, અને આ વિચારમાં રસ્તા પરનો ખાડો દેખાયો નહીં, અને એની ઝીપ સ્લીપ થઈ ગઈ, અને ઝીપનુ એક વ્હીલ ઝાડીમાં ભરાઈ ગયું! એને થયું કે શું કામ ઝીપ બંધ પડી હતી, એમ ખોટું બોલ્યો! અને એ કોઈ મુસાફર નીકળે તો એની મદદથી ઝીપ બહાર નીકળી શકે એમ વિચારતો ઉભો‌ રહ્યો.

સૌ પ્રથમ તો ડોક્ટર શ્રદ્ધા વિલિયમ્સ સાર્થકનું ડાયોગનાઈઝ બરાબર કરશે, અને એ પહેલાં જેવો નોર્મલ થઈ જશે કે કેમ? અખિલેશ અને પાર્વતી સુખવંત તેમજ તાંત્રિકથી સુરક્ષિત રહી શકશે! અને કિલ્લોલ બંગલોમાં જવા પહેલા જ સાર્થક પાર્વતી અને સુરેખા ના કેસમાં અટવાઈ ગયો, તો ત્યાં એ પાડોશી કે જેનું નામ નવનીતલાલ છે, એને આખું ષડયંત્ર ફરીથી સેટ અપ કરવાનો સમય મળી જશે અને હોસ્પિટલમાંથી છેલ્લા ફોન કોલમાં એવું શું કહ્યું કે સુધીર દત્ત થોડો ચિંતિત થઈ ગયો,અને એ સાર્થક વિશે વિચારતી શ્રીદેવીના સવાલો તરફ બેધ્યાન થઈ ગયો! આ બધું જ જાણવા માટે હજી થોડું થોભો અને વધુ આવતા અંકે…

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here