આનંદો, ગુજરાતના યુવાનોમાં વધી રહ્યું છે ડિફેન્સમાં જોડાવાનું પ્રમાણ

0
167

  • સામાન્ય રીતે વેપારી વ્યક્તિ તરીકેની છાપ ધરાવતા ગુજરાતીઓને હવે આર્મી, નેવી કે પછી ઍરફોર્સ જૉઇન કરવાનો રસ ધીમે-ધીમે જાગ્યો છે. ગુજરાતમાં શરૂ થયેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીને કારણે ગુજરાતનાં ગામોમાં ડિફેન્સ ક્ષેત્રમાં પણ કરીઅર બનાવી શકાય એવી દિશા મળી રહી છે

ગઈ કાલે જ ઇન્ડિયન આર્મી ડે ગયો અને હવે થોડા દિવસમાં ૨૬ જાન્યુઆરી આવશે જે આપણો ૭૩મો ગણતંત્ર દિવસ હશે. આ દિવસે ભારતનાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિનું પ્રદર્શન કરતી પરેડ યોજાશે. ઘણાં વર્ષોથી એવું કહેવાતું આવ્યું છે કે ગુજરાતીઓનું દેશને આર્થિક અને રાજકીય રીતે મજબૂત કરવામાં જેટલું યોગદાન છે એટલું યોગદાન દેશને બહારથી સુરક્ષા બક્ષવામાં નથી. જોકે થોડા સમય પહેલાં રાજ્યસભામાં મિનિસ્ટ્રી ઑફ ડિફેન્સ દ્વારા રજૂ થયેલા આંકડાઓ મુજબ ગુજરાતના યુવાનોનું સુરક્ષા દળમાં યોગદાન વધી રહ્યું છે. એક રેકૉર્ડ મુજબ ઇન્ડિયન આર્મીમાં ૨૨,૪૧૭, ઍરફોર્સમાં ૧૨૫૮ અને નેવીમાં ૬૨૫ ગુજરાતીઓ છે. ભારતનાં તમામ રાજ્યોમાં આર્મીમાં સૌથી વધુ યોગદાન આપનારાં રાજ્યોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ લગભગ ૧.૬૭ લાખ સૈનિકો સાથે નંબર વન પર છે અને ગુજરાતનો ક્રમ ૧૬મો છે. જોકે ૨૦૧૮ અને ૨૦૨૦ દરમ્યાન ગુજરાતમાં ૪૫૮૩ યુવાનો આર્મીમાં રિક્રૂટ થયા હતા. અલબત્ત, એ અન્ય રાજ્યોની સરખામણીએ ઓછા જરૂર છે, પરંતુ પહેલાંનાં વર્ષોની સરખામણીએ વધુ છે. લોકસભામાં રજૂ થયેલી માહિતી મુજબ આર્મીની કુલ રિક્રૂટમેન્ટમાંથી ગુજરાતના યુવાનોની સંખ્યા બે ટકા જેટલી થઈ છે.
૨૦૦૯માં ગુજરાતમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની સ્થાપના થઈ એ પછીથી ગુજરાતના યુવાનોમાં સુરક્ષા દળોમાં જોડાવાનો જઝબો ધીમે-ધીમે વધી
રહ્યો છે.

Ad…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here