દક્ષિણ ગુજરાતના આદિવાસી ક્ષેત્રમાં આવેલ ધરમપુરનાં ખાંડા ખાતે મોરારી બાપુની કથાનો થયો ભવ્ય પ્રારંભ

0
190

  • સોમવારે મોરારીબાપુ ધરમપુર ખાતે હેલિકોપ્ટરમાં ઉતરતાં આદિવાસી વાજિંત્રો સાથે તિલક કરી સ્વાગત કરાયુ હતું. ધરમપુરના યુવા ભાગવત કથાકાર આશિષભાઇ વ્યાસે મોરારી બાપુનું સ્વાગત કર્યુ હતું.
  • પોથીયાત્રામાં આદિવાસી સમાજમાં નૃત્ય વાદ્યો સાથે સેંકડો લોકો જોડાયા
  • બાપુ સમગ્ર વિસ્તારને આદિવાસી ક્ષેત્ર નહિ પરંતુ તિર્થવાસી વિસ્તાર ગણાવ્યો

બાપુની શરૂ થનારી 934મી રામકથાને લઈ
ધરમપુરમાં આધ્યાત્મિક ચેતના ફરી વળી છે
આજથી ચૈત્રી નવરાત્રીના પ્રારંભ સાથે ધરમપુરના ખાંડા ખાતે પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુની કથાનો પ્રારંભ ….

ધરમપુરના ખાંડામાં મંગળવારથી શરૂ થનારી રામકથા માટે માલનપાડા હેલિપેડ ઉપર પૂ.મોરારીબાપુના આગમનનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ધરમપુરની ધરા ઉપર હેલિકોપ્ટર મારફતે પધારેલા બાપુને શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના ટ્રસ્ટી મહેશભાઈ ખોખાણી,આત્માર્પિત કોઠારીજી, આત્માર્પિત અપૂર્વજીએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યુ હતું.

ધરમુપુરના ભાગવત ઉપાસક યુવા કથાકાર આશિષભાઈ વ્યાસે માલ્યાર્પણ કરી હતી.

આ પાવન અવસરે ધરમપુરના પ્રદ્યુમન વ્યાસ, અમીન ડેવલપર્સના હાર્દિક અમીન, કથા આયોજનમાં સેવા આપી રહેલા પરેશભાઈ ફાફડાવાલા, બારડોલી સ્વરાજ આશ્રમના ડો.પ્રજ્ઞાબેનક્લાર્થી સહિત ઉપસ્થિતોએ બાપુના દર્શન કરી આગમનને વધાવી ધન્યતા અનુભવી હતી. હેલીપેડથી કાર મારફતે ખાંડા ગામે પોહચેલા બાપુનું આદિવાસી વાજિંત્રો સાથે તિલક કરી ગ્રામજનોએ સ્વાગત કર્ય હતું. શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલની કાર્ડિયાક એમ્બ્યુલન્સ પણ મુકવામાં આવી હતી. આજથી ચૈત્ર નવરાત્રી દરમ્યાન બાપુની શરૂ થનારી 934મી રામકથાને લઈ ધરમપુર પંથકમાં આધ્યાત્મિક ચેતના ફરી વળી છે.

ધરમપુરના ખાડા ગામેથી આજે મોરારીબાપુની કથા નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો બપોરે 4:00 વાગ્યે કથાના મનોરથી જગદીશભાઈ અને વીણાબેન ના ઘરેથી નીકળેલી પોથી યાત્રા માં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ગામના લોકો શ્રોતાજનો તેમ જ દૂરથી આવેલા અનેક લોકો જોડાયા હતા.પોથી યાત્રામાં આદિવાસી નૃત્ય અને વાદ્યો પણ જોવા મળ્યા હતા બાપુએ આદિવાસી બહુલ વિસ્તારને તીર્થ વાસી ક્ષેત્ર ગણાવ્યું મોરારીબાપુ એ જે તે ક્ષેત્રમાં થયેલા અપરાધો ને ક્ષમા માટે આ કથા બીજું પગથિયું હોવાનું જણાવ્યું. પ્રથમ પગથિયું કચ્છમાં અને બીજું ખાડામાં કથા યોજી કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું, તેઓએ શ્રોતાજનોને નવે નવ દિવસ સુધી ખાંડા ગામમાં એક પણ ઘરે ચુલો પ્રજ્વલિત ન કરવા જણાવ્યું અને કથા ના રસોડે જ તમામ લોકો ભોજન લે તેવું પણ તેમણે સૂચન કર્યું હતું આજે સેંકડોની સંખ્યામાં લોકો કથાનું રસપાન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here