વલસાડ જિલ્લામાં તેજસ્વી તારલાનું સન્માન,પરશુરામ જયંતિ, સમુહ જનોઇના કાર્યક્રમ બ્રહમસમાજ કરશે

0
310

  • જિલ્લામાં તેજસ્વી તારલાનું સન્માન,પરશુરામ જયંતિ, સમુહ જનોઇના કાર્યક્રમ બ્રહમસમાજ કરશે
  • વલસાડ જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહમસમાજની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં

વલસાડ જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહમસમાજની બેઠક રવિવારે સી.કે ભટ્ટ એકલિંગજી સાંસ્કૃતિક સંકુલ ઓરવાડ ને.હા. ખાતે મળી હતી. જેમાં પ્રદેશના હોદેદારો અને જિલ્લાના ભુદેવોની હાજરી વચ્ચે વલસાડ જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહમસમાજના પ્રમુખ તરીકે બી.એન.જોષીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. વર્ષ દરમિયાન તેજસ્વી તારલાઓનું સન્માન, પરશુરામ જયંતિ,સમુહ જનોઇ સહિતના કાર્યક્રમો કરવા અંગેની જાહેરાત થઇ હતી.

સમસ્ત ગુજરાત બ્રહમસમાજના પ્રદેશ ઉપપ્રમુખ કિર્તીભાઇ ત્રિવેદી ,મંત્રી અને સહપ્રભારી દ.ગુ. કમલેશ પંડિત, મંત્રી તરુણભાઇ દિક્ષિત,મંત્રી અશ્વિનભાઇ ભટ્ટ, વલસાડ જિલ્લા ઉપપપ્રમુખ ચંદ્રશભાઇ ઠાકર, ઉમગામ સમસ્ત ગુજરાત બ્રહમસમાજના પ્રમુખ ચંદુભાઇ શુકલ સહિત વલસાડ જિલ્લાના ભુદેવોની હાજરી વચ્ચે વલસાડ વલસાડ જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહમસમાજના નવા પ્રમુખની વરણીની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં પ્રદેશના હોદેદારોએ નિવૃત કોલેજના આચાર્ય બી.એન. જોષીના નામની જાહેરાત કરાતાં સર્વાનુમતે વરણી થઇ હતી. બ્રહમસમાજના મહિલા મંડળના વલસાડના જીગ્નાબેન જોષી, કેયુર ભટ્ટ, પ્રેમ વ્યાસ, કિશોર થાનકી,જિલ્લા મંત્રી મહેશ જોષી, મંગળભાઇ રાજપુરોહિત, કલ્પેશભાઇ જાની, વાપી ભાજપના આગેવાન મહેશભાઇ ભટ્ટ સહિત હાજર ભુદેવોએ નવા પ્રમુખને શુભેચ્છા પાઠવી હતી. કોરોના ગાઇડલાઇનના પાલન સાથે બેઠક મળી હતી. બેઠક બાદ ભુદેવોએ બ્રહમભોજન કર્યુ હતુ. જયારે અનિવાર્ય સંજોગોના કારણે હાજર રહી ન શકનાર વાપી બ્રહમસમાજના પ્રમુખ મિતેશ ત્રિવેદી, માજી પ્રમુખ ચૈતન્ય ભટ્ટ, ટ્રસ્ટી શરદ ઠાકર, મહેશ પંડયા, અશોક શુકલા સહિત અનેક આગેવાનોએ જિલ્લા બ્રહમસમાજના પ્રમુખને શુભેચ્છા આપી સંગઠનને મજબુત બનાવવા હાંકલ કરી હતી.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here