દમણ-દિવના સાંસદ ઉમેશ પટેલનું ગ્રામજનોએ કર્યું ભવ્ય સ્વાગત…!

0
107

લોકસભા ચૂંટણી 2024માં દમણ દીવ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે ભવ્ય જીત મેળવતા, તેમના ગામ દલવાડામાં ભારે આનંદની લાગણી છવાઈ હતી, ઉમેશ પટેલ જીત બાદ દીવ અને દીવથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ગયા હતા, જે બાદ તેઓ દિલ્લીથી દમણ પોતાના ગામ દલવાડા પધાર્યા હતા, દમણ-દીવના ઈતિહાસમાં પ્રથમ વખત દલવાડા ગામમાંથી સાંસદ તરીકે ચૂંટાઈ ઉમેશ પટેલનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત સાથે સન્માન કર્યું હતું.

પ્રખર સામાજિક કાર્યકર્તા અને ગામનો પનોતો પુત્ર દમણ દીવનો સાંસદ બનતા ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, રાત્રે પોતાના ગામમાં પધારેલા ઉમેશ પટેલનું ગામલોકોએ ડીજેના તાલ અને ફૂલ હાર સાથે અનોખું સ્વાગત કર્યું હતું, જેમાં ગામના આગેવાનો, યુવાનો અને મહિલાઓ સહીત મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા,

સ્થાનિક પ્રશાસન અને નોકરશાહીની નીતિ રીતિઓની જાહેરમાં આલોચના કરનાર પ્રખર સામાજિક કાર્યકર્તા ઉમેશ પટેલે આ લોકસભા ચૂંટણીમાં દમણના ત્રણ ટર્મના ભાજપ સાંસદ લાલુભાઇ પટેલને 6225 વોટથી માત આપીને દમણના રાજકારણના ઇતિહાસમાં અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઐતિહાસિક જીત દર્જ કરાવી હતી,

આ પ્રસંગે નવા ચૂંટાયેલા સાંસદ ઉમેશ પટેલે દલવાડા ગ્રામજનોના અપાર સમર્થન અને સ્નેહ બદલ આભાર માન્યો હતો. અને આવનારા સમયમાં કરેલા વાયદાઓ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here