300 કરોડની સંપત્તિ : પોલીસના જણાવ્યા અનુસાર વૃદ્ધની હત્યાનું કાવતરું તેની પુત્રવધૂએ જ ઘડ્યું હતું.

0
92

  • પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હિટ એન્ડ રનની આડમાં વૃદ્ધની જાણીજોઈને હત્યા કરવામાં આવી હતી.
  • સમગ્ર મામલો 300 કરોડની સંપત્તિનો છે. પોલીસના જણાવ્યા અનુસાર વૃદ્ધની હત્યાનું કાવતરું તેની પુત્રવધૂએ જ ઘડ્યું હતું.

નાગપુર જિલ્લામાં ગયા મહિને હિટ એન્ડ રન કેસમાં 82 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. હવે આ મામલે એક નવો એંગલ સામે આવ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હિટ એન્ડ રનની આડમાં વૃદ્ધની જાણીજોઈને હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો 300 કરોડની સંપત્તિનો છે. પોલીસના જણાવ્યા અનુસાર વૃદ્ધની હત્યાનું કાવતરું તેની પુત્રવધૂએ જ ઘડ્યું હતું.

સસરાની હત્યાની આરોપી પુત્રવધૂ ટાઉન પ્લાનિંગ વિભાગમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર છે.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીનું નામ અર્ચના મનીષ પુટ્ટેવાર છે. તેણે તેના સસરા પુરુષોત્તમ પુટ્ટેવાર (82)ની હત્યા કરવાની સોપારી સાર્થક બાગડે નામના ડ્રાઇવરને આપી હતી. ડ્રાઇવરને હત્યાની સોપારી પેટે 1 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. પોલીસે હત્યામાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓની પણ ધરપકડ કરી છે. અર્ચના પુટ્ટેવાર 3 વર્ષથી ગઢચિરોલીના ટાઉન પ્લાનિંગ વિભાગમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર છે. અર્ચનાનો પતિ મનીષ વ્યવસાયે ડોક્ટર છે. અર્ચનાની સાસુ શકુંતલાને ઓપરેશનને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, તારીખ 22 મે 2024ના રોજ નાગપુરના અજની વિસ્તારમાં પુરૂષોત્તમ પુટ્ટેવાર તેમની પત્નીને મળીને હોસ્પિટલમાંથી નીકળી રહ્યા હતા ત્યારે એક કારે તેમને કચડી નાખ્યા હતા. શરૂઆતમાં આ મામલો હિટ એન્ડ રનનો હતો, પરંતુ જ્યારે નાગપુર પોલીસે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી તો ખૂની કાવતરાના પડ એક પછી એક ખુલતા ગયાં.

પોલીસને જાણકારી મળી હતી કે પુરુષોત્તમ પુટ્ટેવારના મૃત્યુ પાછળ 300 કરોડ રૂપિયાની સંપત્તિનું કનેક્શન છે. પોલીસે વધુ તપાસ હાથ ધરતાં પુત્રવધૂ અર્ચના પુટ્ટેવાર શંકાના દાયરામાં આવી હતી. મિલકત પચાવી પાડવા માટે તેણે સસરાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ કાવતરામાં તેના ભાઈ પ્રશાંત અને પીએમ પાયલે મદદ કરી હતી.

Ad.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here