કપરાડા ખાતે પેસા એક્શન મંચ કપરાડા ની સમિતી રચના માટે મીટિંગ મળી હતી.જેમાં કપરાડા તાલુકાના આદિવાસી સંગઠનનોનાં હોદ્દોદારો કાર્યકરો મોટી સંખ્યામાં ભેગાં મળી પેસા કાયદા બાબતે પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા.જેમાં જ્યેન્દ્ર ગાંવિત દ્વારા જણાવ્યું કે આઝાદી પછી હજુ પણ આદિવાસી વિસ્તારમાં પેસા એકટની અમલવારી કરવામાં આવી નથી. આપણા હક્કો માટે જાગૃતિ લાવવામાં આવે અને આપણા બંધારણ મુજબ દરેક ને હક્કો મળવા જોઈએ તે માટેનું વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.
તેમજ ભગવતભાઈ ખુરખૂટે મહાદુભાઈ રાઉત શંકરભાઇ ખુરખૂટે તેઓએ પેસા કાયદા મુજબ ગ્રામસભા થાય અને તે માટે પેસા અંગે લોકોમાં જાગૃતિ લાવવા બાબતે વિશેષ માહિતી આપી દેવરામભાઈ ઘાટાળ ભાસ્કરભાઈ ફોદાર અને ભાસ્કરભાઈ ટી. શીંગાડે જણાવ્યું કે આપણો આદિવાસી સમાજ દરેક ક્ષેત્રમાં વહેંચાયેલો છે. જે સમાજ એક મંચ પર લાવવા માટે અને આપણને આપવામાં આવેલ બંધારણીય અધિકાર મેળવે અને પેસા કાયદો શું છે તેની સમજ આપી હતી.
ઉપસ્થિત આગેવાનો દ્વારા પેસા એક્શન મંચ કપરાડા ની રચના કરવામાં આવી હતી. જેમાં સમિતિમાં 26 સભાસદો ની કમિટી બનાવવામાં આવી હતી. જેમાં જ્યેન્દ્ર ગાંવિત પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી. પ્રિયંકાબેન પવાર ઉપ પ્રમુખ ધીરુભાઈ ઠાકરે મંત્રી ઓઝરડા ભાસ્કર સિંગાડે સચિવ બારપૂડા મહાદુભાઈ રાઉત સહમંત્રી ભાસ્કર ફોદાર સલાહકાર બારપૂડા નિમણુંક કરવામાં આવી અને મિટિંગ નું સંચાલન ભાસ્કરભાઈ પી. સિંગાડે થતા ભાસ્કરભાઈ ફોદાર વતી સંચાલન કરવામાં આવ્યું હતું અને સર્વાનુમતે કમિટીની રચના કરવામાં આવી હતી.
Ad….