બળજબરીથી કોઈનું રસીકરણ નહીઃ સુપ્રીમમાં સરકારની સ્પષ્ટતા

0
240

Vaccine certificate પણ નથી આવશ્યક : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં કોઈ વ્યક્તિની સંમતિ વિના બળજબરીથી રસીકરણ કરવાની વાત કરવામાં આવી નથી

નવી દિલ્હી,તા.૧૭
દેશમાં કોરોના વાયરસ સામે શરૂ કરવામાં આવેલી રસીકરણ ઝુંબેશને ૧૬ જાન્યુઆરીએ એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ સમયગાળા દરમિયાન રસીના ૧૫૭
કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી કોવિડ-૧૯
રસીકરણ માર્ગદર્શિકામાં કોઈ વ્યક્તિની સંમતિ વિના બળજબરીથી રસીકરણ કરવાની વાત કરવામાં આવી નથી. વિકલાંગ વ્યક્તિઓને રસીકરણ પ્રમાણપત્રો બતાવવાથી મુક્તિ આપવાના મુદ્દે કેન્દ્રએ કોર્ટને જણાવ્યું હતું કે, તેમણે કોઈ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસપી) જારી કરી નથી જે કોઈ પણ હેતુ માટે રસીકરણ પ્રમાણપત્રો લઈ જવું ફરજિયાત બનાવે છે. કેન્દ્રએ એનજીઓ ઇવારા ફાઉન્ડેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમા દાખલ કરેલા સોગંદનામામાં આ વાત કહી હતી. અરજીમાં વિકલાંગ વ્યક્તિઓને અગ્રતાના ધોરણે ઘરે-ઘરે જઈ રસીકરણ
કરવાની વિનંતી કરવામાં આવી છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, “ભારત સરકાર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં સંબંધિત વ્યક્તિની સંમતિ
વિના બળજબરીથી રસીકરણની વાત કરવામાં આવી નથી. કેન્દ્રએ કહ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિને તેની સંમતિ વિના રસી આપી શકાય નહીં. કોવિડ-૧૯ માટે
રસીકરણ ચાલી રહેલી મહામારીને ધ્યાનમાં રાખીને તમામ લોકોના હિતમાં છે તે રેખાંકિત કરતાં સરકારે જણાવ્યું હતું કે, વિવિધ પ્રિન્ટ અને સોશિયલ મીડિયા
પ્લેટફોર્મ દ્વારા સલાહ, જાહેરાત અને માહિતી આપવામાં આવે છે કે તમામ નાગરિકોને રસી આપવી જોઈએ અને આ માટે સિસ્ટમ્સ અને પ્રક્રિયાઓ સરળ
બનાવવામાં આવી છે. જો કે કોઈ પણ વ્યક્તિને તેની ઇચ્છા વિરુદ્ધ રસી આપવાની ફરજ પાડી શકાય નહીં.

Ad…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here