કેન્દ્ર સરકારે કોરોનાની સારવાર માટે નવી ગાઇડલાઇન્સ જારી કરી

0
184

  • 2,58,000 ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા
  • 8,209 ભારતમાં અત્યાર સુધીમાં ઓમાઇક્રોનના આટલા કેસ નોંધાયા

  • 12,753 ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા

નવી ગાઇડલાઇન્સ અનુસાર શ્વાસ લેવામાં તકલીફ કે ઑક્સિજન સેચ્યુરેશનની સમસ્યા ન હોય તેમ જ માઇલ્ડ લક્ષણો ધરાવતા કોરોનાના દરદીઓએ હોમ આઇસોલેશનમાં રહેવું જોઈએ ઓમાઇક્રોનના કારણે ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે દેશમાં કોરોનાની સારવાર માટે નવી ગાઇડલાઇન્સ ઇશ્યુ કરી છે.

માઇલ્ડ બીમારી
નવી ગાઇડલાઇન્સ અનુસાર શ્વાસ લેવામાં તકલીફ કે ઑક્સિજન સેચ્યુરેશનની સમસ્યા ન હોય તેમ જ માઇલ્ડ લક્ષણો ધરાવતા કોરોનાના દરદીઓએ હોમ આઇસોલેશનમાં રહેવું જોઈએ. આવા દરદીઓએ સોશ્યલ ડિસ્ટન્સિંગનો ખ્યાલ રાખવો જોઈએ, હાથ વારંવાર ધોવા જોઈએ અને ઘરે પણ માસ્ક પહેરવું જોઈએ. જો દરદીને શ્વાસ લેવામાં તકલીફ, ખૂબ જ તાવ કે પાંચ દિવસ કરતાં વધારે સમય સુધી ખૂબ જ કફ રહે તો જ મેડિકલ સારવાર મેળવવી જોઈએ.

મધ્યમ બીમારી
જેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય કે પછી ઑક્સિજન સેચ્યુરેશન લેવલમાં ૯૦થી ૯૩ ટકાની વચ્ચે ફેરફાર થતો રહેતો હોય તો એવા દરદીઓ સારવાર મેળવવા માટે ક્લિનિકલ વૉર્ડમાં દાખલ થઈ શકે છે. નવી ગાઇડલાઇન્સ અનુસાર આવા દરદીઓને ઑક્સિજન સપોર્ટ આપવો જોઈએ. આવા દરદીઓની સારવારમાં અૅન્ટિ-ઇન્ફ્લેમેટરી થેરપી પણ સામેલ કરવી જોઈએ.
ગંભીર બીમારી
ઑક્સિજન સેચ્યુરેશન લેવલ ૯૦ ટકાથી ઓછું હોય એવા કોરોનાના દરદીઓને આઇસીયુમાં એડમિટ કરવા જોઈએ. આવા દરદીઓને રેસ્પિરેટરી સપોર્ટ પર મૂકવા જોઈએ. ઑક્સિજનની વધતી જરૂરિયાતોની સાથે દરદીઓમાં એચએફએનસીનો ઉપયોગ કરવો જોઈએ.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here