રેઈન્બો વોરિયર્સ ધરમપુર સ્થાપના દિન નિમિત્તે સાંઈનાથ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન

0
315

સાંઈનાથ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ધરમપુર રેઈન્બો વોરિયર્સ ધરમપુર સ્થાપના દિન નિમિત્તે ૦૭/૦૭/૨૦૨૪, રવિવાર સવારે ૯.૩૦ કલાક થી બપોરે ૩.૦૦ કલાક સુધી.શ્રી સાંઈનાથ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમહા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.

શંકરભાઈ પટેલ કો-ઓર્ડીનેટર રેઈન્બો વોરીયર્સ જણાવ્યું કે ધરમપુર સ્થાપના દિન નિમિત્તે પાર્થ ટ્રેડર્સ વાપી,સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, શ્રી સાંઈનાથ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ધરમપુર બી.આર. ઈન્ટરનેશનલ સ્કૂલ ખારવેલ ધરમપુરના સહયોગથી મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

દરેક રક્તદાતાઓને ભેટ સ્વરૂપે રક્તદાન સાથે પર્યાવરણના જતન માટે પણ સહભાગી થવા માટે છત્રી ,સરગવાનો ,ટુવાલ ,કેસર કલમઅને જાંબુનો છોડ આપવામાં આવશે.

રક્તદાનને મહાદાન નામ આપવામાં આવ્યું છે. તમે બ્લડ ડોનેટ કરીને એક જરૂરીયાતમંદનો જીવ બચાવવાનું કામ કરી શકો છો.

શા માટે મહત્વનું છે રક્તદાન?

એક રિપોર્ટ અનુસાર રક્તદાન એ એક સ્વૈચ્છિક પ્રક્રિયા છે. જે અન્ય લોકોનો જીવ બચાવવામાં મદદ કરી શકે છે. રક્તદાનના ઘણા પ્રકાર છે અને આ તમામ પ્રકારના રક્તદાન વિવિધ તબીબી જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરે છે. રક્તદાનને મહાદાન નામ આપવામાં આવ્યું છે કારણ કે તમે જે રક્તદાન કરો છો તેનાથી ઘણા લોકોના જીવન બચે છે.

દર વર્ષે લાખો લોકોને લોહી ચઢાવવું પડે છે
દર વર્ષે લાખો લોકોને લોહી ચઢાવવાની જરૂર પડે છે. કેટલાકને ઓપરેશન દરમિયાન લોહી ચઢાવવાની જરૂર પડી શકે છે. ક્યારેક અકસ્માત બાદ પણ ઈમરજન્સીમાં લોહી ચઢાવવામાં આવે છે. એવામાં રક્તદાન કરીને આ તમામ સંજોગોમાં તમારા દ્વારા દાન કરાયેલું રક્ત જરૂરિયાતમંદોના જીવ બચાવવા માટે ચડાવવામાં આવે છે. માનવ લોહીનો કોઈ વિકલ્પ નથી. તમામ ટ્રાન્સફ્યુઝનમાં માત્ર ડોનરના લોહીનો જ ઉપયોગ થાય છે.

આ માટે લોકોને પ્રેરિત કરવામાં આવે છે કે રક્તદાન એ મહાન દાન છે અને રક્તદાન કરીને તમે ઘણા લોકોને નવું જીવન આપી શકો છો.

કોણ કરી શકે છે રક્તદાન?

લોહીનું દાન કરવું હોય કે પ્લાઝ્માનું કે પ્લેટલેટ્સનું આ માટે તમારું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. તમે પોતે શારીરિક રીતે નબળા ન હોવા જોઈએ.
તમારા શરીરમાં લોહીની કમી ન હોવી જોઈએ.
રક્તદાન કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ.
તમારું વજન ઓછામાં ઓછું 50 કિલો હોવું જોઈએ.
તમને કોઈ ગંભીર રોગ કે લોહીની વિકૃતિ ન હોવી જોઈએ.

કોણ નથી કરી શકતું રક્તદાન ?

  • જો તમે એન્ટિબાયોટિક જેવી કોઈ દવા લો છો.
  • તમે તાજેતરમાં તમારા શરીર પર ટેટૂ કરાવ્યું છે.
  • ઓરી, અછબડા, દાદર વગેરે જેવા કોઈપણ પ્રકારનું રસીકરણ કરાવ્યું હોય.
  • શારીરિક રીતે નબળા લોકો રક્તદાન કરી શકતા નથી.
  • ગંભીર બીમારીથી પીડિત વ્યક્તિ પણ રક્ત દાન કરી શકતી નથી.
  • ડાયાબિટીસના દર્દીઓએ પણ રક્તદાન ન કરવું જોઈએ.
  • જો તમે સ્તનપાન કરાવો છો, તો રક્તદાન કરશો નહીં.
  • 18 વર્ષથી નીચેના અને 65 વર્ષથી વધુ વયના વૃદ્ધોએ રક્તદાન ન કરવું જોઈએ.
  • ધૂમ્રપાન, દારૂનું વધુ પડતું સેવન કરતા લોકોએ રક્તદાન ન કરવું જોઈએ.

રક્તદાન કરતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
તમે જે દિવસે રક્તદાન કરવા માંગો છો તે દિવસ પહેલા રાત્રે પૂરતી ઊંઘ લો.
સ્વસ્થ ભોજન કર્યા પછી જ રક્તદાન કરવા જાઓ.
ચરબીયુક્ત ખોરાક, જંક ફૂડ, આઈસ્ક્રીમ, ફ્રાઈસ, બર્ગર વગેરે ખાધા પછી રક્તદાન કરવા ન જાવ.
રક્તદાન કરતા પહેલા, પૂરતું પાણી પીઓ.
જો તમે કોઈ દવા લો છો, તો તમારે રક્તદાન કરતા પહેલા તેના વિશે જાણ કરવી જોઈએ.
જો તમારે પ્લેટલેટ્સનું દાન કરવું હોય અને તમે એસ્પિરિન લો છો, તો દાન કરતાં બે દિવસ પહેલાં આ દવા લેવાનું બંધ કરો.
ટી-શર્ટ અથવા ઢીલા કપડા પહેરીને રક્તદાનના સ્થળે જાઓ, જેથી શર્ટની સ્લીવ સરળતાથી ઉંચી કરી શકાય.

સારું જીવન મળ્યું છે તો કોઈ નેક કામ જરૂર કરો,જ્યારે પણ મોકો મળે રક્તદાન જરૂર કરો.
પર્યાવરણ બચાવો, પ્રાણ બચાવો.રક્તદાન કરો જીવન બચાવો.

RAINBOW WARRIORS DHARAMPUR
સ્થાપના દિન નિમિત્તે સહપરિવાર પધારવા હાર્દિક આમંત્રણ છે. સંપર્ક -9537881507

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here