- દેશના ટૉપ ૧૦ ધનવાનોની સંપત્તિથી દેશનાં બાળકોને ૨૫ વર્ષ સુધી ફ્રી એજ્યુકેશન મળી શકે
-
ઓક્સફામ ઇન્ટરનૅશનલ અૅક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગેબ્રિએલા બુશેરે કહ્યું હતું કે ‘આ મહામારી અબજોપતિઓ માટે સમૃદ્ધિનો સ્રોત રહી છે. સરકારો
- કોરોનાની મહામારી દેશના મોટા ભાગના પરિવારો માટે મુશ્કેલ બની ગઈ તો ધનવાન લોકો માટે વરદાન પુરવાર થઈ.
મહામારી દરમ્યાન ભારતીય અબજોપતિઓની સંયુક્ત સંપત્તિ બમણાથી પણ વધુ વધી ગઈ છે તો સાથે જ તેમની સંખ્યા ૩૯ ટકા વધીને ૧૪૨ થઈ ગઈ છે. વળી, દેશના ૧૦ સૌથી ધનવાન લોકોની વાત કરીએ તો તેમની પાસે એટલી સંપત્તિ છે કે તેઓ દેશમાં બાળકોના સ્કૂલ અને હાયર એજ્યુકેશનનો ૨૫ વર્ષ સુધી ખર્ચ ઉઠાવી શકે છે.
વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમની ઑનલાઇન દાવોસ એજન્ડા સમિટના પહેલા દિવસે ઑક્સફામ ઇન્ડિયાએ એના વાર્ષિક અસમાનતા સર્વેના અહેવાલમાં વધુ જણાવ્યું હતું કે ‘૧૦ સૌથી વધુ ધનવાન લોકો પર વધારાનો એક ટકા ટૅક્સ લાદવામાં આવે તો એનાથી દેશ વધારાના ૧૭.૭ લાખ ઑક્સિજન સિલિન્ડર્સ મેળવી શકશે. એ જ રીતે ૯૮ સૌથી વધુ ધનિક અબજોપતિઓ પર એટલો જ વેલ્થ ટૅક્સ લાદવાથી દુનિયાની સૌથી વ્યાપક હેલ્થ ઇન્શ્યૉરન્સ સ્કીમ આયુષ્માન ભારત માટે સાત વર્ષ કરતાં વધારે સમય સુધી ભંડોળ મળી શકશે.
ઑક્સફામ રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે ‘૧૪૨ ભારતીય અબજોપતિઓની સંયુક્ત સંપત્તિ ૭૧૯ અબજ અમેરિકન ડૉલર (૫૩ લાખ કરોડ રૂપિયા) છે, જ્યારે એમાંથી સૌથી વધુ ધનવાન ૯૮ લોકો પાસે હવે ૫૫.૫ કરોડ ગરીબો પાસે રહેલી (૬૫૭ અબજ અમેરિકન ડૉલર એટલે કે લગભગ ૪૯ લાખ કરોડ રૂપિયા) જેટલી સંપત્તિ છે. આ સંસ્થાએ એના રિપોર્ટમાં એમ પણ જણાવ્યું હતું કે કોરોનાની શરૂઆત ભલે આરોગ્ય કટોકટી તરીકે થઈ હતી, પરંતુ હવે એ આર્થિક કટોકટીમાં ફેરવાઈ ગઈ છે.
ગરીબોના રસીકરણ માટે ધનવાનો પર ટૅક્સ લાદો : ઓક્સફામ
ગરીબી વિરોધી સંસ્થા ઓક્સફામે દુનિયાના અબજોપતિઓ પર વન ટાઇમ ૯૯ ટકા ટૅક્સ લાદવાની અને એ રૂપિયા ગરીબો માટે રસીનું ઉત્પાદન વધારવા પાછળ ખર્ચવાની દુનિયાભરની સરકારોને ગઈ કાલે હાકલ કરી હતી. ઓક્સફામનું કહેવું છે કે કોરોનાની મહામારીના કારણે દુનિયાભરમાં આર્થિક અસમાનતા વધી છે ત્યારે એ ઘટાડવા માટે આમ કરવું જરૂરી છે.
આ સંસ્થાનું કહેવું છે કે મહામારી દરમ્યાન ફાઇનૅન્શિયલ સ્ટિમ્યુલેશન પૅકેજિઝના કારણે સ્ટૉક્સની કિંમતમાં વધારો થવાના કારણે સુપરરિચની સ્થિતિમાં વધુ સુધારો થયો છે. દરમ્યાન રસીકરણમાં અસમાનતાના કારણે ગરીબ દેશોએ કોરોનાના કારણે વધારે સહન કરવું પડ્યું છે. મોટા ભાગે રસી ધનવાન દેશોમાં પહોંચી છે.
ઓક્સફામ ઇન્ટરનૅશનલ અૅક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગેબ્રિએલા બુશેરે કહ્યું હતું કે ‘આ મહામારી અબજોપતિઓ માટે સમૃદ્ધિનો સ્રોત રહી છે. સરકારો જ્યારે રેસ્ક્યુ પૅકેજિઝ લાવી અને ઇકૉનૉમીને સપોર્ટ મળે એ માટે ફાઇનૅન્શિયલ માર્કેટ અને ઇકૉનૉમીમાં ટ્રિલિયન્સ ડૉલર ઠાલવ્યા. આખરે એમાંથી મોટા ભાગનાં નાણાં બિલ્યોનર્સના ખિસ્સામાં ગયા
Ad….