કપરાડાની નળીમઘની ઉપ સરપંચ ની ચૂંટણી મોકૂફ રાખવા કરવામાં આવી ફરિયાદ

0
235

વલસાડ જિલ્લાના કપરાડાના નલીમધની ગ્રામ પંચાયતનીચૂંટણીમાં વોર્ડ ના જીતેલા ઉમેદવાર ને ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો 1994 ના નિયમ 63 ના પેટા નિયમ -3 ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ- 15 પેટા કલમ -4 હેઠળ ચૂંટાયેલા હોઈ તેવા સભ્યો ના નામની પ્રસિધ્ધિ માં કરવામાં આવતા લેખિત માં ફરિયાદ કરવામાં આવી.

કપરાડા તાલુકાના નલીમધની ગામના વોર્ડ નંબર 6 માં ( 1 ) જશવંત ભાઈ તુલજી ભાઈ ગરિયા કુલ 49 મત મળિયા હતા. ( 2) જયરામ ભાઈ ધાકલ ભાઈ ગારિયા કુલ 39 મત (3) નિરુબેન રવજીભાઈ ગારીયા 16 મત મળિયા હતા.

આજ રોજ તારીખ 19મી જાન્યુઆરી 2022 ના રોજ ચૂંટાયેલા સરપંચ અને સભ્યો ની યાદી ઉપ સરપંચ ચૂંટણી ની બેઠક માટે ચૂંટણી 21 જાન્યુઆરી 2022 હોય જે યાદી જોતા જીતેલા વોર્ડના સભ્ય જશવંત ભાઈ તુલજીભાઈ ગરિયા ને હારેલા દર્શાવવામાં આવ્યું છે. જેથી કપરાડા મામલતદાર કચેરીમાં જશવંતભાઈ તુલજીભાઈ ગરિયા દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી છે.કે વોર્ડના 6 માંજ્યાં સુધી વહીવટી તંત્રની ભૂલ સુધારો ના કરે ત્યાં સુધી ઉપ સરપંચ ની ચુંટણી મોકૂફ રાખવા વિનંતી કરી છે

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here