ધોરણ-12ની પરીક્ષા પણ રદ્દ:આ વર્ષે CBSE ધોરણ-12ની એક્ઝામ નહીં યોજાય, વડાપ્રધાને કહ્યું- વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી અગ્રિમતા

0
228

સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી છે. આજે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં CBSEના ચેરમેન, શિક્ષણ મંત્રાલયના સેક્રેટરી ઉપરાંત કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ, નિર્મલા સીતારમણ, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, અને પ્રકાશ જાવડેકર પણ ઉપસ્થિત હતા. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ મારફતે યોજાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં વડાપ્રધાન સમક્ષ પરીક્ષા યોજવાને લગતા તમામ વિકલ્પ રજૂ કરવામાં આવ્યા હતા. આ વિકલ્પ રાજ્ય સરકારો અને CBSE બોર્ડ સાથે લાંબી ચર્ચા વિચારણા બાદ તૈયાર કરવામાં આવ્યા હતા. આ અગાઉ શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક આજે બોર્ડ પરીક્ષા અંગે કોઈ નિર્ણય લેવાના હતા, પણ તેમની તબિયત બગડતા AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં પરીક્ષાના આયોજન અંગેના વિકલ્પો તથા પરીક્ષા રદ્દ કરવાના વિકલ્પ અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરવાની માગ કરી હતી. તેમણે કહ્યું હતુ કે અગાઉના પર્ફોમન્સના આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here