કોવિડ-19ની ત્રીજી લહેરમાં દરરોજના બે લાખથી વધારે કેસ સામે આવી રહ્યા છે, પણ આ દરમિયાન જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે ભારતમાં હાલ સંપૂર્ણ લૉકડાઉન લાગૂ પાડવાની જરૂર નથી.
ભારતમાં કોરોનાવાયરસનું સંક્રમણ સતત વધતું જાય છે, જો કે, આ દરમિયાન રાહતની વાત છે કે છેલ્લા કેટલાક દિવસથી નવા કેસમાં ઘટાડો થયો છે. કોવિડ-19ની ત્રીજી લહેરમાં દરરોજના બે લાખથી વધારે કેસ સામે આવી રહ્યા છે, પણ આ દરમિયાન જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે ભારતમાં હાલ સંપૂર્ણ લૉકડાઉન લાગૂ પાડવાની જરૂર નથી.
`લૉકડાઉન અને ટ્રાવેલ બૅન બની શકે છે નુકસાનકારક`
ડબ્લ્યૂએચઓના ભારતમાં પ્રતિનિધિ રૉડ્રિકો એચ. ઑફ્રિનનું કહેવું છે કે ભારત જેવા દેશમાં કોરોનાને ફેલતા અટકાવવા માટે સંપૂર્ણ લૉકડાઉન લાગૂ પાડવાની અને ટ્રાવેલ બૅન કરવા જેવા પગલાં નુકસાન પહોંચાડી શકે છે. તેમણે આ વાત પર ખાસ જોર આપ્યું કે કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે જીવન અને રોજગાર, બન્ને બચાવવું જરૂરી છે.
`રિસ્ક પ્રમાણે બનાવવી જોઈએ સ્ટ્રેટેજી`
રૉડ્રિકો એચ. ઑફ્રિને સલાહ આપી કે કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે રિસ્ક પ્રમાણે બૅન લાગૂ પાડવાની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. તેમણે કહ્યું કે ડબ્લ્યૂએચઓ પ્રવાસ પ્રતિબંધની ભલામણ નથી કરતું અને ન તો લોકોના આવાગમન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા પર જોર આપે છે.
ચાર પ્રશ્નો પરથી નક્કી કરવામાં આવે એક્શન પ્લાન
ડબ્લ્યૂએચઓના પ્રતિનિધિ રૉડ્રિકો એચ. ઑફ્રિને કહ્યું કે ભારત અને વિશ્વમાં પબ્લિક હેલ્થ એક્શન નક્કી કરવા માટે ચાર પ્રશ્નોના જવાબ જાણવા જોઇએ. પહેલું- કોરોના વાયરસનું નવું વેરિએન્ટ કેટલું સંક્રામક છે. બીજું- નવા વેરિએન્ટથી કેટલી ગંભીર બીમારી થાય છે. ત્રીજું- વેક્સિન અને આ પહેલાનું કોરોના સંક્રમણ કેટલું પ્રૉટેક્શન આપી રહ્યા છે. અને ચોથું- સામાન્ય લોકો જોખમને કઈ રીતે જુએ છે અને આને અટકાવવાના ઉપાયો કઈ રીતે ફૉલો કરે છે.
`લૉકડાઉનનો ફાયદો ઓછો અને નુકસાન વધારે`
ઑફ્રિને જણાવ્યું કે સંપૂર્ણ લૉકડાઉન લાગૂ પાડવાના ફાયદા ઓછા થાય છે અને નુકસાન વધારે હોય છે, કારણકે સંક્રમણને અટકાવવા માટે લાગૂ પાડવામાં આવેલા પ્રતિબંધ થકી ખૂબ જ વધારે આર્થિક નુકસાન થાય છે. તેમણે કહ્યું કે ભારત જેવા દેશમાં જ્યાં લોકસંખ્યાના વહેંચાણમાં આટલી બધી વિવિધતા છે, ત્યાં મહામારીથી લડવા માટે રિસ્ક-બૅઝ્ડ અપ્રૉચ ફૉલો કરવું સમજદારી લાગે છે.
સતત ઓછા થઈ રહ્યા છે કોરોનાના નવા કેસ
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવારે જાહેર આંકડાઓ પ્રમાણે, ભારતમાં 24 કલાકમાં કોરોનાવાયરસના 238018 નવા કેસ સામે આવ્યા અને સતત ત્રીજા દિવસે કોવિડ-19ના કેસમાં ઘટાડો જોવા મળ્યો. આ પહેલા રવિવારે 2.58 લાખ કેસ, જ્યારે શનિવારે 2.71 લાખ કેસ મળ્યા હતા.