ગુજરાતી કવિતાઓનું રેપ સોન્ગ બનાવી, અદ્ભુત રીતે પ્રસ્તુત કરી રહ્યા છે આ યુવાનો

0
216

  • ગુજરાતી કવિતાઓના આ ખજાનાને લોકો સુધી જુદી રીતે પહોંચાડવાનું બીડું વડોદરાના કેટલાક સાહિત્ય પ્રેમી યુવાનોએ ઉપાડ્યું છે.

સૌરભે કહ્યું કે “ગુજરાતી સાહિત્ય ખૂબ જ સુંદર છે અને સાહિત્યમાં વર્ષો અગાઉ જે ઊંડું કામ થઈ ચૂક્યું છે તેને ફરી જીવંત કરી અને લોકો સુધી પહોંચાડવાના હેતુ સાથે અમે આ રીતે ગીત રજૂ કરવાની શરૂઆત કરી હતી.

ગુજરાતી ભાષા અને તેનું સાહિત્ય અદ્ભુત છે, તેમાં તો કોઈ બે મત નથી, પરંતુ આ સમૃદ્ધ સાહિત્યના વારસાને માણનારાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. હવે ગુજરાતી કવિતાઓના આ ખજાનાને લોકો સુધી જુદી રીતે પહોંચાડવાનું બીડું વડોદરાના કેટલાક સાહિત્ય પ્રેમી યુવાનોએ ઉપાડ્યું છે. તાજેતરમાં જ આ યુવાનોએ કવિ શિલ્પીન થાનકીની ગઝલ ‘ઘેટું ઘટે છે’નું રેપ સોન્ગ બનાવ્યું છે.
આ ગીતમાં જે યુવાનનો એ છે અક્ષય દવે અને મ્યુઝિક કમ્પોઝ સૌરભ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું છે. આ સમગ્ર કોન્સેપ્ટ વિશે વાત કરતાં અક્ષયે જણાવ્યું કે “ગુજરાતી કવિતાઓ અને જૂના કોમ્પોઝિશનને આજે પણ માણનારો એક ચોક્કસ અને નાનો વર્ગ છે. તેથી આજના સમયનું જે હિપહોપ કલ્ચર છે ત્યાં સુધી આપણી આ કવિતાઓ પહોંચતી જ નથી. તેથી આજના યુવાનો સુધી આ ખજાનો પહોંચાડવા માટે અમે આ શરૂ કર્યું છે.”

દરમિયાન સૌરભે કહ્યું કે “ગુજરાતી સાહિત્ય ખૂબ જ સુંદર છે અને સાહિત્યમાં વર્ષો અગાઉ જે ઊંડું કામ થઈ ચૂક્યું છે તેને ફરી જીવંત કરી અને લોકો સુધી પહોંચાડવાના હેતુ સાથે અમે આ રીતે ગીત રજૂ કરવાની શરૂઆત કરી હતી. જોકે, અમે એવી કવિતાઓ લેવા માગીએ છીએ જે જાણીતી નથી.”

આ અગાઉ કોરોના કાળમાં તેમણે જાણીતા કવિ રમેશ પારેખની કવિતા ‘કાગડો મરી ગયો’નું પણ રેપ સોન્ગ બનાવ્યું હતું.

Ad….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here