- લગ્નથી ફાસ્ટ પ્રેમનું મર્ડર કોઈ નથી કરતું. ખુશ રહેવાનું સીક્રેટ એ છે કે તમારાથી શક્ય હોય એટલો એકમેકને પ્રેમ કરો અને જ્યારે એ ન થાય ત્યારે એકબીજાથી અલગ થઈ જાઓ.
આ ટ્વીટ દ્વારા રામ ગોપાલ વર્માએ કહ્યું હતું કે ‘સ્ટાર ડિવૉર્સ આજના યુવાનો માટે એક ચેતવણી છે
સ્માર્ટ લોકો પ્રેમ કરે છે અને મૂર્ખ લોકો લગ્ન કરે છે. ફક્ત ડિવૉર્સને સેલિબ્રેટ કરવા માટે સંગીત હોવું જોઈએ,
રામ ગોપાલ વર્માનું કહેવું છે પ્રેમનું મર્ડર લગ્નથી જેટલું જલદી થાય છે એટલું જલદી બીજા કોઈથી નથી થતું. ધનુષે સોમવારે રાતે જ ડિવૉર્સની જાહેરાત કરી છે. સમન્થા અને નાગ ચૈતન્યએ પણ ડિવૉર્સની જાહેરાત કરી હતી. આ વિશે પ્રેમ અને લગ્ન વિશે રામ ગોપાલ વર્માએ ઘણાંબધાં ટ્વીટ કર્યાં છે. આ ટ્વીટ દ્વારા રામ ગોપાલ વર્માએ કહ્યું હતું કે ‘સ્ટાર ડિવૉર્સ આજના યુવાનો માટે એક ચેતવણી છે જેઓ લગ્નના ડેન્જરમાં ફસવા માગે છે. લગ્નથી ફાસ્ટ પ્રેમનું મર્ડર કોઈ નથી કરતું. ખુશ રહેવાનું સીક્રેટ એ છે કે તમારાથી શક્ય હોય એટલો એકમેકને પ્રેમ કરો અને જ્યારે એ ન થાય ત્યારે એકબીજાથી અલગ થઈ જાઓ. તમારે લગ્ન નામની જેલમાં જવાની જરૂર નથી. તમે લોકો પ્રેમને સેલિબ્રેટ કરો એના કરતાં પણ ઓછા દિવસ લગ્નમાં પ્રેમ રહે છે જે લગભગ ત્રણ અથવા તો પાંચ દિવસ માટે હોય છે. સ્માર્ટ લોકો પ્રેમ કરે છે અને મૂર્ખ લોકો લગ્ન કરે છે. ફક્ત ડિવૉર્સને સેલિબ્રેટ કરવા માટે સંગીત હોવું જોઈએ, કારણ કે એ દરમ્યાન તમે આઝાદ થતાં હો છો અને લગ્ન શાંતિથી કરવાં જોઈએ, કારણ કે એમાં તમે એકબીજાની ડેન્જર ક્વૉલિટીને ટેસ્ટ કરતાં હો છો. દુખ અને ઉદાસીની સાઇકલને ચાલુ રાખવા માટે આપણા પૂર્વજો દ્વારા આપણા પર લગ્નનો ભાર નાખી દેવામાં આવ્યો છે.’
Ad.