પારડી તાલુકાના કલસર ગામે ત્રણ વર્ષની દીપડી પાંજરે પુરાઈ હતી

0
213

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કલસર ગામે ડુંગર ફળિયા ખાતે રહેતા રણછોડભાઈ લલ્લુભાઈ પટેલની વાડીમાં તારીખ ૧૮-૪-૨૧ના રોજ દીપડાએ વાછરડાનું કારણ કર્યું હોવાની જાણ થતાં તેઓએ આ અંગે કલસરના સરપંચ મનોજભાઈને જાણ કરી હતી.

હંમેશા ગામ લો કોનો હિત જોનારા સરપંચ મનોજભાઈએ તાત્કાલિક આર.એફ.ઓ અને
ફોરેસ્ટ વિભાગને જાણ કરી યોગ્ય પગલાં લઈ છેલ્લા કેટલાક સમયથી પશુઓ તથા મરઘઓનું મારણ કરી લોકોમાં ભય ઉભો કરનાર દીપડાને પકડી લોકોને
રાહત આપવાનું સૂચવ્યું હતું.ત્રણ વર્ષની દીપડી પાંજરે પુરાઈ હતી.સરપંચ શ્રી મનોજભાઈએ આ અંગે ની જાણ ફોરેસ્ટ વિભાગને તથા આર.એફ.ઓ.ને કરતાં સમગ્ર ટીમ રાત્રે જ કલસર આવી દીપડીનો કબજો લઇ તેને ખડકી ફોરેસ્ટ વિભાગ ખાતે લઈ જવામાં આવી હતી અને વલસાડ ડી.એફ.ઓ.ની સૂચના આ દીપડીને જંગલમાં છોડવામાં આવશે.છેલ્લા કેટલાક સમયથી પશુઓ તથા મરઘાઓનુ મારણ કરી લોકોમાં ભય ફેલાવનાર દીપડી હાથ આવતા ફોરેસ્ટ વિભાગ તથા આર.એફ.ઓ.નો કલસ૨ના સરપંચ શ્રી
મનોજભાઈએ આભાર માન્યો હતો.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here