ઈન્ટરનેટ પણ એક પ્રકારની ફ્રી યુનિવર્સિટી જ છે!
ભારતમાં ૨૦૨૦ ૨૧ દરમિયાન કોરોના વાયરસને કારણે આપણે સૌ ઘરમાં પુરાયા તે વખતથી ઓનલાઈન ભણતરે વેગ પકડ્યો છે. આમ તો ઓનલાઈન ભણવું એ કોઈ નવી બાબત નથી, પણ આ માધ્યમ થકી ભણતરના હવે સેંકડો નવા રસ્તા ખુલ્યા છે.ત્યાં સુધી કે તમારી પાસે માત્ર ઈન્ટરનેટ કનેક્શન હોય તો પણ તમે યુનિવર્સિટી જેટલું જ્ઞાન ઘરબેઠા મેળવી શકો છો. આમ તો પ્રત્યેક્ષ રૂપે કોલેજ જઈને ક્લાસમાં બેસીને ભણવું જ યોગ્ય ગણાય,પંરતુ અમુક સંજોગમાં વિદ્યાર્થી માટે એવું કરવું શક્ય નથી હોતું. તેવા વખતે ઘરે બેસી ભણવા માટે આ વેબસાઈટ મદદરૂપ નીવડશે…..
Ad..
TED TALKS : ઘણી યુનિવર્સિટીમાં ગેસ્ટ લેક્ચર માટે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને તેડાવવામાં આવે છે. જે વિદ્યાર્થીને જે-તે ક્ષેત્ર વિશે વ્યહવારુ સમજ મેળવવામાં મદદરૂપ નીવડે છે.Ted Talks પણ તેનો જ ઓનલાઈન વિકલ્પ છે. જેમાં ઘણા મહાનુભાવો પોતાના અનુભવ, વિચાર અને આગળ વધવાના રસપ્રદ વિકલ્પ રજૂ કરતા રહે છે. Ted Talks પર આવેલા મહેમાનોને સાંભળવા માટે વેબસાઈટ ઉપરાંત એપ અને યુટ્યુબ ચેનલના વિકલ્પ પણ છે.
Ad.
UNTOOLS : યોગ્ય નિર્ણય લેવો ભલભલા વ્યક્તિ માટે અઘરું કામ છે,માટે નિર્ણય લેવા વ્યવસ્થિત આયોજન ખૂબ જરૂરી છે. Untools તમને તેમાં મદદ કરશે, આ વેબસાઈટ પર નિર્ણય લેવાના, કોઈ સમસ્યાનો હલ શોધવાના, કમ્યુનિકેશન સુધારવાના વગેરે માટેના કેટલાક રસપ્રદ તેમજ પદ્ધતિસ૨ ટુલ્સ જોવા મળે છે. તમારી વિડંબના અનુસાર તેમાંથી
કોઈ ટૂલ પસંદ કરો અને તેમાં દર્શાવેલા માર્ગને અનુરૂપ
ચાલો એટલે સમાધાન મળે એ રીતની ગોઠવણી અહીં જોવા મળે છે.આ વેબસાઈટ ૫૨ દર્શાવેલા ટુલ્સ અધિકૃત હોવાની સાથે વ્યહવારુ પણ છે, માટે જે લોકો વિદ્યાર્થી નથી તેમને પણ કામ લાગશે.
Ad..
DUOLINGO : ભાષા આવડવી એક વ્યક્તિગત રીતે દરેક માટે ખૂબ જરૂરી છે. રોજિંદા જીવનમાં બોલતી ભાષા સિવાય પણ અમુક ભાષા શીખવાનું મન હોય તો Duolingo ૫૨થી શીખી શકાય. આ વેબસાઈટ પર સ્પેનિશ, જાપાનિઝ, જર્મન, ફ્રેન્ચ, ઈટાલીયન, લેટિન, કોરિયન,રશિયન જેવી ૩૦થી વધુ ભાષા શીખવાના વિકલ્પ ઉપલ્બધ છે.Duolingo પર ખાસ વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરેલા ભાષાના નાના પણ અસ૨દા૨ કોર્સ થકી તમે ઓછા સમયમાં મનપસંદ ભાષા શીખી શકો છો. આ વેબસાઈટની એક અન્ય ખાસિયત એ પણ છે કે અહી દરેક ભાષાને રમતા રમતા શીખી શકાય છે.
Ad..
INSTRUCTABLES : કોઈ વસ્તુ બનાવવી હોય તો એના માટે સ્ટેપ બાય સ્ટેપ વિગત મળે એ સૌથી યોગ્ય વિકલ્પ ગણાય. જેમાં Instructables તમને કામ લાગશે. તમારે કોઈપણ વસ્તુ તૈયાર કરવી હોય તો તેના માટેની વિગતવાર અને સ્ટેપ બાય સ્ટેપ જાણકારી Instructables પર ઉપલબ્ધ છે. કોઈ વિદ્યાર્થીઓને સ્કૂલ પ્રોજેક્ટ માટે ખાસ ગેજેટ તૈયા૨ ક૨વું હોય કે પછી ગૃહિણીને કોઈ વાનગી બનાવતા ન આવડતું હોય દરેક વસ્તુ તૈયાર કરવાની વિગત Instructables પર મોજૂદ છે.
FREECODECAMP : કોડિંગ શીખી લેવું એ આજના સમયમાં કમ્પ્યુટર ક્ષેત્રે આગળ વધવા માટે સર્વશ્રેષ્ઠ ગણાય. આઈટી ભણવા ઈચ્છતા વિદ્યાર્થીઓને પણ કોડીંગ આવડતું હોય તો એ ફાયદામાં રહે છે. જોકે કોડીંગના કોર્સ ઘણા મોંઘા હોય છે, માટે ફ્રીમાં કોડીંગ શીખવા ઈચ્છતા લોકોએ FreeCodcCampની મુલાકાત લેવી, FreeCodeCamp એ નોન-પ્રોફિટ પ્રકારની સંસ્થા છે જે કોડીંગ, વેબ ડેવલપમેન્ટ, વેબ ડિઝાઈન વગેરે માટેના સેંકડો વિકલ્પ ફ્રી ઓફ કોસ્ટ ધોરણે ભણવાનો મોકો પૂરો પાડે છે.૨૦૧૪માં શરૂ ક૨વામાં આવેલી આ વેબસાઈટ પરથી શીખીને ઘણા લોકો નોકરી મેળવવામાં પણ સફળ રહ્યા છે.
Ad..
OPENLIBRARY : ભણવા માટે યોગ્ય રેફ્રેન્સ પુસ્તક નથી મળતી અથવા તો ખરીદવી પોસાય તેમ નથી એ સવાલ ઘણા વિદ્યાર્થીઓને સતાવે છે. જેના ઉપાયરૂપે (OpcnLibraryની મદદ લઈ શકાય.આ વેબસાઈટ પણ સામાજિક સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે અને અહીં કરોડો પુસ્તક ફ્રીમાં વાંચવા માટે ઉપલબ્ધ છે. OpenLibrary પર અમુક તો એવા દુર્લભ પુસ્તક પણ છે, જે બજારમાં જોવા મળવા પણ શક્ય નથી.ઉપરાંત વિદ્યાર્થી-વાચકોની સહુલિયત માટે OpenLibrary ૫૨ તમને ટેક્સ્ટ ટુ સર્ચ, સર્ચ સબજેક્ટ, લાઈબ્રેરી એક્સપ્લોરર વગેરેના વિકલ્પ પણ
મળી રહે છે. જે તમારા માટે યોગ્ય પુસ્તક શોધવામાં ખૂબ કામ લાગશે.
Ad..
MARKETING EXAMPLES : ડિજિટલ માર્કેટિંગ, એમબીએ ઈન્ટરનેશનલ બિઝનેસ વગેરે વિષય ભણતા વિદ્યાર્થીઓને પાસ થવા માટે
માર્કેટિંગના અવનવા આઈડિયા રજૂ કરવા પડે છે. આ તેમાં અભ્યાસક્રમનો જ એક ભાગ હોય છે. પણ માર્કેટિંગ માટેનો અનોખો આઈડિયા વિચારવો
દરેક માટે રસનો વિષય નથી હોતો. જેમાં Marketing Examples તમને કામ લાગી શકે. આ વેબસાઈટ પર માર્કેટીંગના અઢળક વિકલ્પ જોવા મળે છે અને દરરોજ નવા રસ્તાઓ ઉમેરાય પણ છે. જેમાંથી તમને કામ લાગે એવા વિકલ્પ પસંદ કરી જરૂરી ફેરફાર કરી આગળ રજૂ કરી શકાય. જે
લોકો વિદ્યાર્થી ન હોય અને પોતાના વ્યવસાય માટે માર્કેટિંગના વિકલ્પ શોધતા હોય તેમને પણ વેબસાઈટ કામ લાગશે.
OPEN CULTURE : અભ્યાસક્રમ દરમિયાન જરૂરી તમામ સ્ટડી મટીરીયલ, પાઠ્યપુસ્તક, ઓડિયો લાયબ્રેરી, વિડિયો મટીરીયલ વગેરે મફતમાં મેળવવા Open Culture કામ લાગી શકે છે. આ વેબસાઈટ
પર આવું તો ઘણું છે, જે તમને ભણવામાં મદદરૂપ નીવડે. ઉપરાંત Open Culture ફિલ્મ જોવામાં રસ ધરાવતા તેમજ ફિલ્મો વિશે ભણતા વિદ્યાર્થીઓને દુનિયાભરની આશરે ૪૦૦૦ જેટલી સર્વશ્રેષ્ઠ ફ્રી મૂવી
જોવાનો વિકલ્પ પણ પૂરો પાડે છે.