વર્ચ્યુઅલ પ્રચારે આ નવા સુવિચારવાની તક આપી છે
નેતાઓ ગરીબો-અભણોનાં વોટ ખરીદે છે. માનવ-શ્રમની બરબાદી લગભગ નગણ્ય થઈ જશે અને રોજી-રોટીથી વંચિત યુવાનો રાજનીતિની ફેક્ટરીના કસમયની પ્રોડક્ટ બનવાથી બચીને કામ-ધંધો કરવાનું વિચારશે
મતદારોને
સરકારોના કામકાજના આધારે અને બીજા વિકલ્પોને જોતા દર પાંચ વર્ષે સરકાર ચૂંટવાની બાય ડિસ્કશન’ (ચર્ચા દ્વારા શાસન). લોકશાહી રાજાશાહીથી અલગ છે અને સાથે જ ચૂંટણીનો અર્થ કાયમ એક જ પક્ષને શાસનની જવાબદારી આપવાનો હોતો નથી, એટલે જનમત માટે પાંચ વર્ષનો સમયગાળો રખાયો છે. આ સમય દરમિયાન સરકાર અને વિરોધ પક્ષ સતત જનમતને પોતાની તરફેણમાં કરવા માટે સભાઓ, રેલી, નુક્કડ સભા અને ચૌપાલના માધ્યમથી એક-બીજાના ગુણ-દોષોની ચર્ચા કરતા રહે છે. સરકારો પોતાનું કામ પોતાની મશીનરી-જાહેરાત દ્વારા બતાવે છે. હવે જો પાંચ વર્ષ સુધી આવું બધું થતું રહ્યું હોય તો શું ઉચિત નથી કે ચૂંટણી કાળમાં
કોઈ પણ પ્રકારના પ્રચાર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે, જેથી પ્રજા સમ્યક ભાવથી કોઈ પણ ઘોંઘાટ વગર આક્લન કરી શકે? પછી જો સરકારો પાંચ વર્ષ સુધી કામ કરતી રહી છે તો પ્રજાથી વધુ ફાયદો બીજા કોને મળવાનો છે?
ભોગવેલી વાસ્તવિક્તાથી વધુ શક્તિશાળી હોય છે, “નેતાઓ દ્વારા 50 કારના કાફલા અને અનેક પોલીસની સાયર સાથે આવવું અને સામાન્ય જનતાની શાંતિમાં હસ્તક્ષેપ કરવો?” પ્રચાર-શૂન્ય ચૂંટણીના બીજા ફાયદા જુઓ. કાળા નાણાંનું ચલણ ઘટશે, જેના વડે આ નેતાઓ ગરીબો-અભણોનાં વોટ ખરીદે છે. માનવ-શ્રમની બરબાદી લગભગ નગણ્ય થઈ જશે અને રોજી-રોટીથી વંચિત યુવાનો રાજનીતિની ફેક્ટરીના કસમયની પ્રોડક્ટ બનવાથી બચીને
કામ-ધંધો કરવાનું વિચારશે. ભારતમાં એક અનુમાન અનુસાર દર 15 પરિવારમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ ભારતીય રાજનીતિની ફેક્ટરીની પ્રોડક્ટ છે, જે સવારથી સફેદ ઝભ્ભો-લેંઘો પહેરીને ઘરેથી અનુત્પાદક રાજનીતિ ધંધામાં આવે છે. પાંચ રાજ્યના વર્ચ્યુઅલ ચૂંટણી પ્રચારે આ મુદ્દે વિચારવાની તક આપી છે.