નાનાપોઢામાં 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સાથે બિરસા મુંડા આદિવાસીઓના એ ‘ભગવાન’ પ્રતિમાનું અનાવરણ થશે.

0
1390

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોઢા બિરસા મુંડા સર્કલ પર સમગ્ર આદિવાસી સમાજ દ્વારા બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ માટે થઈ રહેલી તડામાર તૈયારીઓ.

(ફાઇલ ફોટો )
પ્રભાવશાળી રહ્યું બિરસાનું જીવન બિરસા મુંડા આદિવાસી સમાજના એવા નાયક હતા કે જેમનું આદિવાસીઓ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે. આદિવાસીઓનાં હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશશાસન સામે પણ બાથ ભીડી હતી.

માર્ચ 1900ના બિરસા મુંડાની બ્રિટિશ પોલિસે ચક્રધરપુરના જામકોપઈ જંગલમાં ધરપકડ કરી હતી. 9 જૂન, 1900ના રોજ 25 વર્ષની યુવાન વયે રાંચીની જેલમાં તેમનું મૃત્યુ થયું. તેઓ ઓછું પણ અકલ્પનીય જીવન જીવ્યા. બિરસા માત્ર 25 વર્ષની વયે દેશ માટે શહીદ થયા હતા અને અંગ્રેજો સામે લડતની પ્રેરણા આપી હતી જેને કારણે દેશ આઝાદ થયો. ઝારખંડના સિંહભૂમિ અને રાંચીમાં રહેતા મુંડા જાતિના લોકો આજે પણ બિરસાને ભગવાન તરીકે પૂજે છે.

આદિવાસીઓના ભગવાન કહેવાતા બિરસા મુંડાએ આપેલા યોગદાનને કારણે જ તેમની તસવીરને ભારતીય સંસદના સંગ્રહાલયમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ સન્માન આદિવાસી સમુદાયમાં માત્ર બિરસા મુંડાને જ મળ્યું છે.

બિરસા મુંડાનો જન્મ ઝારખંડના ખૂંટી જિલ્લામાં થયો હતો. તેમના જન્મવર્ષ અને તારીખ બાબતે વિવિધ માહિતી ઉપલબ્ધ છે. ઘણાં ઠેકાણે તેમની જન્મતારીખ 15 નવેમ્બર, 1875 હોવાનો ઉલ્લેખ છે.

9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કેમ
બીજા વિશ્વ યુદ્ધ પછી આખા વિશ્વમાં શાંતિ સ્થાપવાની સાથે સાથે વિશ્વના દેશોમાં પારસ્પરિક મૈત્રી પૂર્ણ સમન્વય બનાવવા એક બીજાના અધિકારો અને સ્વતંત્રતાને સમાન વધારો કરવો વિશ્વમાંથી ગરીબી તદઉપરાંત શિક્ષા, સ્વાસ્થ્ય પર વિકાસને કેન્દ્રિત કરી તેનો વધારો કરવા 24 ઓક્ટોબર 1945 માં સયુંકત રાષ્ટ્ર સંઘ (UNO) ની રચના કરવામાં આવી હતી

જેમાં અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, બ્રિટન અને ભારત સહિત વર્તમાન સમયમાં જેમાં 193 દેશ જેના સદસ્ય છે તેમનાં ગઠન (સંગઠન)ના 50 વર્ષ પછી સયુંકત રાષ્ટ્ર સંઘ (UNO) એ એવું મહેસુસ કર્યું કે 21 મી સદીમાં વિશ્વના વિભિન્ન દેશોમાં વસવાટ કરી રહેલાં જનજાતિ આદિવાસી સમુદાય તેમની ઉપેક્ષા, ગરીબી, નિરક્ષરતા, સ્વાસ્થ, સુવિધાનો અભાવ બેરોજગારી તેમજ ભટકતું જીવન, મજૂરી જેવી સમસ્યાથી પૂર્ણત છે.જનજાતિની ઉપરોક્ત સમસ્યાઓના નિરાકરણ હેતુ વિશ્વના ધ્યાનાકર્ષણ માટે 1994 માં સયુંકત રાષ્ટ્ર સંઘ (UNO) ની મહાસભા દ્વારા પ્રતિ વર્ષ 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.

સમગ્ર વિશ્વના આદિવાસીઓ 9 મી ઓગસ્ટ દિવસે વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરે છે.

9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ, 400 પેઢીઓ પેહલા આદિવાસી પરંપરા હતી, જે વિકાસમાં આજે સીમિત બની દેશમાં હાલ 10 કરોડથી વધુ આદિવાસીઓ જે આજે પણ કરી રહ્યા છે.
પ્રકૃતિનું સંવર્ધન અને પૂજન જંગલ, જમીન, નદી, પહાડ, કુદરતના ખોળે વસ્તી આ પ્રજાતીનો આપણે પણ એક અવિભાજ્ય ભાગ હતા, જે વિકાસની દોડમાં તેમનાથી અલિપ્ત થતા ગયા પેહલા આદિમાનવ, બાદ આદિવાસી, પછી ગ્રામવાસી, કસ્બાવાસી, નગર-શહેરવાસી અને જિલ્લાવાસીઓ અસ્તિત્વમાં આવતા ગયા

9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ. આજે માનવ ચાંદ ઉપર પહોંચી ગયો છે પણ તે પ્રકૃતિ અને કુદરતના ખોળે જ્યારે પણ રજા મળે ત્યારે આરામની પળો શોધે છે અને ત્યાં તેને જવું પડે છે. આધુનિક યુગમાં જ્યાં આજનો માનવી પ્રકૃતિના ખોળે વિસામો લેવા જાય છે તે છે આદિવાસી, આદિમાનવ થી લઈ આદિવાસી સુધી આજે પણ માનવીને શાંતિ માટે પ્રકૃતિ જ છે મૂળ અને તે જ આપણા મૂળ નિવાસી આદિવાસી એ મૂળનીવાસી કે હજી કેટલીક સદીઓ અને હાજરો વર્ષો આગળ જઈએ તો આદિમાનવ એટલે પૃથ્વી ઉપર જીવનસૃષ્ટિની ઉત્પત્તિ થી સર્જાયેલા બીજા કોઈ નહિ પણ આપણે જ છે. કાળ ક્રમે વિકસતા જતા આજે આપણે આદિમાનવ, આદિવાસી, ગ્રામજન કે શહેરીજન બની ગયા છે. પણ દેશમાં હજી 10 કરોડથી વધુ એવા લોકો છે જેને પોતાની પ્રકૃતિ, કુદરત, નિસર્ગ, નદી, પહાડ, ઝરણાં, નદી, જમીન અને જંગલ ને છોડ્યા નથી.તેઓ આજે પણ કુદરત વચ્ચે આદિકાલની જેમ નેસર્ગીક જીવન જીવે છે. આદિકાલથી તેઓ કુદરતના સમીપ અને પ્રકૃતિ વચ્ચે જ રહે છે.

આપણે તો આજે આધુનિક યુગમાં સાધન સહાય અને ઇ-યુગમાં આવી ગયા પણ આ આદિવાસીઓ આજે પણ પરંપરાગત જીવન ગુજારી રહ્યા છે અને રજા, વેકેશન કે મૂડ ફ્રેશ કરવા આપણે છેવટે તો તેમની પાસે જ જવું પડે છે.ગુજરાતમાં પૂર્વ પટ્ટી ઉમરગામ થી અંબાજી સુધી આદિવાસી પટ્ટી આવેલી છે. આ જિલ્લામાં તેઓની પરંપરા, પહેરવેશ, ઉત્સવ, પ્રાકૃતિક ઈલાજ, માન્યતા, સંસ્કૃતિ, વાદ્યો, મેળા, રીતિ રિવાજ આજે પણ આપણા માટે એક પહેલી અને આશ્ચર્ય જ છે.

140 થી વધુ આદિવાસી જાતિઓમાં સંથાલ સૌથી મોટી
ભારતના ઉત્તરીય પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાંચલ અને હિમાચલ પ્રદેશમાં, લેપ્ચા, ભુટિયા, થારુ, બક્સા, જોન સારી, ખમ્પતી, કનોટા જાતિઓ અગ્રણી છે. પૂર્વોત્તર પ્રદેશમાં (આસામ, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય વગેરે), લેપચા, ભારી, મિસ્મી, દાફલા, હમર, કોડા, વુકી, લુસાઈ, ચકમા, લખેર, કુકી, પોઈ, મોનપાસ, શેરદુક પાસ અગ્રણી છે. પૂર્વીય પ્રદેશમાં (ઓરિસ્સા, ઝારખંડ, સંથાલ, બંગાળ), જુઆંગ, ખોડ, ભૂમિજ, ખારિયા, મુંડા, સંથાલ, બિરહોર હો, કોડા, ઉરાવ વગેરે જાતિઓ અગ્રણી છે. આમાં સંથાલ સૌથી મોટી જાતિ છે.

ગુજરાતમાં આદિવાસીઓની 14 અટકો મોખરે
પશ્ચિમ ભારતમાં (ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર), ભીલ, કોળી, મીના, ટાકણકર, પારધી, કોરકુ, પાવરા, ખાસી, સહરિયા, આંધ્ર, ટોકે કોળી, મહાદેવ કોળી, મલ્હાર કોળી, ટાકંકર વગેરે છે. અગ્રણી

દક્ષિણ ભારતમાં પણ આદિવાસીઓની 40 થી વધુ જાતિઓ દક્ષિણ ભારતમાં (કેરળ, કર્ણાટક વગેરે) કોટા, બગાડા, ટોડા, કુરુમ્બા, કાદર, ચેંચુ, પુલિયન, નાયક, ચેટ્ટી મુખ્ય છે. ટાપુ પ્રદેશમાં (આંદામાન-નિકોબાર વગેરે), જારાવા, ઓંગે, ગ્રેટ આંદામાનીઝ, સેન્ટીનેલીઝ, શોમ્પેન્સ અને બો, જાખા વગેરે જાતિઓ અગ્રણી છે. આમાંની કેટલીક જાતિઓ જેમ કે લેપ્ચા, ભુતિયા વગેરે. ઉત્તર ભારતની જાતિઓ મોંગોલ જાતિની છે. બીજી તરફ કેરળ, કર્ણાટક અને ટાપુ પ્રદેશની કેટલીક પ્રજાતિઓ નેગ્રો જાતિની છે.

પ્રકૃતિ, શિવ, પ્રાણી અને વૃક્ષનું પૂજન
ભારતમાં લગભગ 461 જાતિઓ છે. ઉપરોક્ત તમામ આદિવાસીઓનો ધર્મ હિંદુ છે, પરંતુ ધર્માંતરણને કારણે હવે તેઓ ખ્રિસ્તી, મુસ્લિમ અને બૌદ્ધ પણ છે. ભારતના આદિવાસીઓનો ધર્મ શું છે તે અંગે અનેક પ્રકારની મૂંઝવણો સર્જાય છે. આ ભ્રમ આધુનિક સમયના રાજકારણને કારણે છે જે 300 વર્ષથી ચાલી આવે છે. પરંતુ સત્ય એ છે કે ભારતના આદિવાસીઓનો મૂળ ધર્મ શૈવ ધર્મ છે. તેઓ શિવલિંગની પૂજા કરે છે, ભગવાન શિવની મૂર્તિની નહીં. શિવ ઉપરાંત તેમના ધર્મના દેવતા ભૈરવ, કાલિકા, દસ મહાવિદ્યાઓ અને લોકદેવતાઓ, કુળ દેવતાઓ, ગ્રામ દેવતાઓ છે.

ભારતની પ્રાચીન સભ્યતામાં પણ શિવ અને શિવલિંગ સંબંધિત અવશેષો જોવા મળે છે, જે દર્શાવે છે કે પ્રાચીન ભારતના લોકો શિવની સાથે પ્રાણીઓ અને વૃક્ષોની પૂજા કરતા હતા. ભગવાન શિવને આદિદેવ, આદિનાથ અને આદિયોગી કહેવામાં આવે છે. આદિનો અર્થ સૌથી પ્રાચીન, પ્રથમ અને આદિમ છે. શિવ આદિવાસીઓના દેવ છે. શિવ પોતે આદિવાસી હતા. આર્યો સાથેના તેમના જોડાણને કારણે, આર્યોએ તેમને તેમના દેવોની શ્રેણીમાં મૂક્યા. આર્યો શિવની પૂજા કરતા ન હતા, પરંતુ પ્રાચીન કાળથી આદિવાસીઓના દેવતા શિવ રહ્યા છે. મૂળભૂત રીતે આદિવાસીઓનો પોતાનો ધર્મ છે. તેઓ શિવ અને ભૈરવની સાથે પ્રકૃતિના ઉપાસક છે અને જંગલો, પર્વતો, નદીઓ અને સૂર્યની પૂજા કરે છે. તેઓના પોતાના અલગ લોક દેવતા, ગ્રામ દેવતા અને કુળ દેવતા છે. નાગવંશી આદિવાસીઓની જેમ અને તેમની પેટા આદિવાસીઓ સાપની પૂજા કરે છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાં શિવ જેવા પ્રાણીઓથી ઘેરાયેલું જોવા મળેલું શિલ્પ સાબિત કરે છે કે આદિવાસીઓ પણ સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સંબંધિત હતા.

વિશ્વ તેમજ અમેરીકા મહા દ્વિપ, આફ્રિકા મહા દ્વિપ, એશિયા મહા દ્વિપના સયુંકત દેશોમાં 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ ખૂબ જોર- શોરથી તેમજ પુરા ધામ ધૂમથી ઉજવવામાં આવે છે.આદિવાસીઓને તેમના હકો મળે તેમજ ભારતમાં ખાસ બંધારણ જોગવાઈ મુજબ શિડયુલ એરિયાઓમાં અનુસૂચિ-5 અને 6 લાગુ કરવામાં આવે, તો તેમના હક અને અધિકાર તેમને મળે જળ, જમીન, જંગલ, સંપત્તિ તેઓની પોતાની છે જેની જોગવાઈ આ અનુસૂચિમાં કરવામાં આવી છે.જેની જાણકારી મળે તેના ભાગ રૂપે 9મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વમાં 195 દેશો માંથી 90 દેશોમાં 5000 આદિવાસીઓના સમુદાય વસે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here