વાપી ગુંજન ખાતે પોલીસ બેન્ડે દેશભક્તિ ગીતોનો સૂર છેડી લોકોને મંત્રમુગ્ધ કર્યા

0
52

હર ઘર તિરંગા – ૨૦૨૪ – વલસાડ જિલ્લો વાપી ગુંજન ખાતે પોલીસ બેન્ડે દેશભક્તિ ગીતોનો સૂર છેડી લોકોને મંત્રમુગ્ધ કર્યા

વલસાડ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જિલ્લા પોલીસ વડા ડૉ. કરનરાજ વાઘેલાની રાહબરી હેઠળ પોલીસ બેન્ડે વાપી ગુંજન ચાર રસ્તા ખાતે દેશભક્તિ ગીતોના સૂર છેડી લોકોને મંત્રમુગ્ધ કર્યા. બેન્ડ લીડર એએસઆઈ ભીમસિંઘ પટેલની આગેવાનીમાં ૧૩ કર્મચારીઓની પોલીસ બેન્ડે રાષ્ટ્રધવ્જ લેહરાવતા ‘સારે જહાં સે અચ્છા…’, ‘એ મેરે વતન કે લોગોં..’, સહિત વિવિધ દેશભક્તિ ગીતોએ લોકોમાં ઉત્સાહ જગાડ્યો હતો. દેશભક્તિના ગીતોનો અબાલ – વૃદ્ધ અને પોલીસ જવાનો સહિત સૌએ આનંદ માણ્યો હતો.

નાનકડી દેશભક્ત : દેશભક્તિ તો અબાલ – વૃદ્ધ સૌની સરખી હર ઘર તિરંગા – ૨૦૨૪ અંતર્ગત વલસાડ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં સૌ કોઈ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. ત્યારે વાપી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એક નાનકડી બાળકી અબાલ સહજતા અને ઉત્સાહથી તિરંગો લહેરાવી દેશભક્તિનું સાચું પરિમાણ આપી રહી છે.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here