આદિવાસીઓ મન મૂકીને ઝૂમી ઊઠ્યા:અંબાજીથી ઉમરગામ સુધી ‘જય આદિવાસી, જય જોહાર’નો નાદ ગુંજ્યો, પારંપરિક પહેરવેશ, તીર-કમાન સાથે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી
9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ વિશ્વભરમાં આજે આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં અંબાજીથી લઈ ઉમરગામ સુધી વસતા આદિવાસી સમાજના લોકો પણ આ ઉજવણીમાં જોડાયા હતા. સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વલસાડ, ડાંગ ભરૂચ, સુરત સહિતના જિલ્લાઓમાં વસતા આદિવાસીઓ દ્વારા પારંપરિક પહેરવેશ અને તીર-કમાન સાથે રેલી યોજી પોતાની પરંપરા જાળવવાનો પ્રયાસ કર્યો હતો. રેલીમાં આબાલવૃદ્ધ સૌકોઈ ડીજેના તાલે ઝૂમી ઊઠ્યા હતા અને આજના દિવસની ઉજવણીનો આનંદ માણતા જોવા મળ્યા હતા.
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં રાજ્ય સરકાર દ્વારા વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રીએ હાજરી આપી હતી. ત્યારે આવો…
આગળ જોઈએ રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજ દ્વારા કઈ રીતે ઉજવણી કરવામાં આવી.
જય આદિવાસી, જય જોહારનો નાદ ગુંજ્યો
નાનાપોઢા બિરસા મુંડા સર્કલ પર બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવા માટે પૂજા અર્ચના કરવામાં આવી
9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિને વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોઢા બિરસા મુંડા સર્કલ પર બિરસા મુંડા ભારતીય સ્વાતંત્ર્ય સૈનાની, આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ માટે આદિવાસી સમાજના વડીલો દ્વારા પૂજા કરવામાં આવી.
બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ આદિવાસી સમાજની આદિકાળથી પરંપરાગત મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી. પૂજા અર્ચના
સમાજના વડીલો અગ્રણીઓ ઉપસ્થિત રહી બિરસા મુંડાની પ્રતિમા પૂજન કરવામાં આવ્યુ હતુ.
કપરાડા તાલુકાના નાનાપોઢા ખાતે સમગ્ર આદિવાસી સમાજ દ્વારા નાનાપોઢા બિરસા મુંડા સર્કલ ચાર રસ્તા આદિવાસી જન નાયક ” ભગવાન ” બિરસા મુંડાની પ્રતિમા મૂકવામાં આવી
નાનાપોઢા ખાતે આજ રોજ વલસાડ જિલ્લાના સમગ્ર આદિવાસી સમાજ દ્વારા આદિવાસી જન નાયક બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ તથા 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું
વલસાડ જિલ્લાના કપરાડા, વાપી ધરમપુર ઉમરગામ અને પારડી તાલુકાના સમગ્ર આદિવાસી સમાજના દ્વારા આજે સૌ અલગ અલગ જગ્યાએ આદિવાસી દિવસ ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી.
નાનાપોઢા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી એ પી એમ સી માર્કેટ માંથી રેલી સ્વરૂપે નાનાપોઢા બિરસા મુંડા સર્કલ ચાર રસ્તા ખાતે આવી આદિવાસી જન નાયક” ભગવાન” બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ પૂર્વ મંત્રી કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી,ડાંગ ધારાસભ્ય વિજયભાઇ ભોયા, પૂર્વ મંત્રી ધારાસભ્ય નરેશભાઈ પટેલ,વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ ધારાસભ્ય ધરમપુર અરવિંદભાઈ પટેલ,વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, , સરપંચ એ પી એમ સી ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય શૈલેશ પટેલ, ગુલાબભાઈ રાઉત, રમેશભાઈ ગાવિત,લાલુભાઈ ગાવિત, અનેક યુવાનો વડીલો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આજે હજારોની સંખ્યામાં માં આદિવાસી સમાજના લોકો ખાતે બિરસા મુંડા સર્કલ પર ભેગા થયા હતા. આજે સવારે સરકારી કાર્યક્રમ પણ કપરાડામાં યોજયો હતો અને ત્યાર બાદ સમગ્ર આદિવાસી સમાજ દ્વારા કાર્યક્રમ નાનાપોઢામાં હોય જેને કારણે આજે નાનાપોઢા ગામ આદિવાસીમય બની ગયું હતું. આજે સવાર થી જ આદિવાસી સમાજ ના લોકો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માં ભાગ લેવા માટે નાનાપોઢા ખાતે મોટી સંખ્યામાં આવી રહ્યા હતા.જ્યાં નજર કરો ત્યાં અને જે રસ્તા ઉપર નજર કરો ત્યાં માત્ર અને માત્ર આદિવાસીઓ નજરે પડી રહ્યા હતા.
આદિવાસી સમાજ તેમના પરંપારિક વાજિંત્રો તથા ડીજેના તાલે પોતાના ભગવાનની પ્રતિમાનું અનાવરણ નાનાપોઢા ચાર રસ્તા બિરસા મુંડા સર્કલ પર થઈ રહ્યું હોય પોતાની એકતા અને તાકાત બતાવવા બિરસા સર્કલ પર હજારોની સંખ્યા માં ભેગા થયા હતા.
સમગ્ર આદિવાસી સમાજની લાગણી આજરોજ પૂર્ણ થઈ હોય એવું લાગી રહ્યું હતું બિરસા મુંડા ભગવાન ની પ્રતિમાનું અનાવરણ સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યું છે. આજે સમગ્ર આદિવાસી સમાજ દ્વારા ખૂબ ઉત્સાહ અને આનંદ થી આજનો દિવસ ઉજવ્યો હતો જેમાં નાના બાળકોથી લઈને યુવાનો અને વડીલો ખૂબ ઉત્સાહભેર આ ઉજવણીમાં જોડાયા હતા.
આ પ્રસંગે નાનાપોઢા અને કપરાડા પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું હતું.