9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિને વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોઢા બિરસા મુંડા સર્કલ પર બિરસા મુંડા ભારતીય સ્વાતંત્ર્ય સૈનાની, આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ માટે આદિવાસી સમાજના વડીલો દ્વારા પૂજા કરવામાં આવી.
બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ આદિવાસી સમાજની આદિકાળથી પરંપરાગત મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી. પૂજા અર્ચના
સમાજના વડીલો અગ્રણીઓ ઉપસ્થિત રહી બિરસા મુંડાની પ્રતિમા પૂજન કરવામાં આવ્યુ હતુ.
9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિને બિરસા મુંડા સર્કલ પર નેશનલ હાઇવે નંબર 848 પારડી થી નાસિક 56 વાપી થી મોડાસા નાનાપોઢા બિરસા મુંડા સર્કલ ચાર રસ્તા પાસે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણની પૂજામાં પૂર્વ મંત્રી અને કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી , ડાંગ ધારાસભ્ય વિજયભાઇ ભોયા, આદિવાસી સમાજના અગ્રણી કમલેશભાઈ પટેલ સહિત સમગ્ર આદિવાસી સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહીં કરવામાં આવ્યું હતું
9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપરનાં માનવ, જીવનસૃષ્ટિ, પશુ-પંખી અને પ્રકૃતિનાં સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવે છે.