પાન્છા શાળાનાં શિક્ષિકા ભાવના પટેલ મુદ્દે ઈન્ચાર્જ આચાર્ય અને શિક્ષણાધિકારી આમને-સામને

0
78

વિદેશ પ્રવાશે છે કે બહાર હશે અને શાળામાં ગેરહાજર હશે,અનિયમિત હશે એની સામે કાયદેસરની કાર્યવાહી કરીને એમને ઘર ભેગા કરવામાં આવશે.:રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે

રાજ્ય સરકાર ભૂતિયા શિક્ષકોને લઈને આકરી કાર્યવાહી કરી છે. બનાસકાંઠાના 33 શિક્ષકોને સરકારે બરતરફ કર્યા છે. સરકારે ચાર વર્ષથી ગેરહાજર શિક્ષકોને બરતરફ કર્યા છે.

આ તો ફક્ત બનાસકાંઠામાં હજુ પણ ઘણી શાળાઓમાં ભૂતિયા શિક્ષકો છે. તપાસમાં મોટા ખુલાસાઓ થઈ શકે છે. આગામી સમયમાં રાજ્યમાં તપાસ કરવામાં આવે તો બીજા કેટલાય ભૂતિયા શિક્ષકો બહાર આવી શકે છે.

બનાસકાંઠામાં અંબાજી (Ambaji) નજીક પાન્છા પ્રાથમિક શાળામાં શિક્ષિકા ભાવનાબેન પટેલ અમેરિકા રહીને પગાર લે છે તેવી ઘટના સામે આવ્યા બાદ ગુજરાતના શિક્ષણ વિભાગમાં હોબાળો મચી ગયો હતો. ત્યાર પછી તો સમગ્ર રાજ્યમાંથી અનેક ભૂતિયા શિક્ષકોની ઘટનાઓ બહાર આવી રહી છે. આવા સમયે હવે ભાવનાબેને અમેરીકાથી વીડિયો જાહેર કરીને પોતાની વાત રજુ કરી છે.

જેમાં તેમણે પોતે જિલ્લા પંચાયતની NOC લઈને તેમજ તમામ પ્રોસેસ પૂર્ણ કરીને અમેરીકા ગયા હોવાનું જણાવ્યું છે.

ભાવના પટેલે કહ્યું કે, મેં અમેરિકા આવવા માટે પાસપોર્ટ કરાવ્યો ત્યારે જિલ્લા પંચાયતની NOC લીધી હતી. ત્યાર પછી જ અમરીકાની પ્રોસેસ કરી હતી. વીઝા માટે પણ મને NOCની જરૂર હતી. આમ, મેં અમેરિકા આવતા પહેલાં બધી જ જગ્યાએથી NOC મેળવી હતી. મારી પાસે બધા જ જરૂરી પુરાવા છે અને હું ત્યાં આવું ત્યારે તે આપી શકું તેમ છું.

જોકે, ભાવનાબેન પટેલના મુદ્દા પર પાન્છા પ્રાથમિક શાળાનાં ઈન્ચાર્જ આચાર્ય અને શિક્ષણાધિકારી આમને સામને આવી ગયા છે. પાન્છા પ્રાથમિક શાળામાં શિક્ષિકા ભાવનાબેન પટેલ અમેરિકા હોવા છતાં છેલ્લા ઘણા મહિનાથી ગેરકાયદેસર રીતે શાળામાં ગેરહાજર હોવાનો દાવો ખુદ શાળાનાં ઈન્ચાર્જ આચાર્ય પારુલ મહેતાએ કર્યો હતો.

ઈન્ચાર્જ આચાર્ય પારુલ મહેતાએ કર્યો હતો ખુલાસો

ઈન્ચાર્જ આચાર્ય પારુલ મહેતાએ કહયું કે, આ શાળા આદિવાસી પટ્ટાની શાળા છે. આ શાળામાં હું નવ મહિનાથી ભણાવી રહી છું. આ શાળામાં ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા અમેરિકાના શિકાગોમાં રહે છે. તેઓ વર્ષમાં એક મહિનો અહીં આવે છે અને શિક્ષિકા તરીકે નોકરીમાં ચાલુ છે તેવી ગણતરી કરાવીને જતા રહે છે. આવું ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે.

જો કે આ ઘટનામાં એક તરફ ભાવનાબહેન આઠ વર્ષથી આ રીતે ગેરહાજર હોવાનો દાવો શાળાનાં આચાર્ય પારુલ મહેતા કરી રહ્યાં છે જ્યારે શિક્ષણાધિકારીનું કહેવું છે કે તેઓ માત્ર આઠ મહિનાથી જ ગેરહાજર છે. હવે આ ઘટનામાં ખરેખર શું થાય છે તે આગળ જોવાનું રહેશે.

રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે અમારી પાસે એક શિક્ષકની વાત ધ્યાન પર આવી છે. આ બાબતને અમે ઝુંબેશના રૂપમાં લઇ 32 હજારથી વધુ શાળાઓ પાસેથી આ અંગે રિપોર્ટ મંગાવીશું. શિક્ષકો ગેરહાજર રહીને વિદેશ ગયા છે અને નોકરી ચાલુ છે એ બાબત તો ગંભીર છે જ પણ સાથે સાથે એની હાજરી પૂરનાર જે છે એ વધુ દોષિત છે. એટલે શિક્ષકને તો સજા કરીશું, પણ એને સપોર્ટ કરનાર જે શિક્ષક છે એની વધુ જવાબદારી બને છે. જેથી તેની સામે પણ કડક પગલાં લેશું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બાબત મારા ધ્યાન પર આવતાં મેં તેનો રિપોર્ટ મંગાવ્યો છે. આવનારા સમયમાં આ બાબતને લઈ સમગ્ર ગુજરાતમાં ઝુંબેશ ચલાવીશું. જેમાં આવા જે શિક્ષકમિત્રો હશે જેની નોકરી ચાલુ છે અને વિદેશ પ્રવાશે છે કે બહાર હશે અને શાળામાં ગેરહાજર હશે, અનિયમિત હશે એની સામે કાયદેસરની કાર્યવાહી કરીને એમને ઘર ભેગા કરવામાં આવશે.

AD..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here