ગુજરાતમાં ઠેર-ઠેર ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યાત્રાઓ યોજાઈ અને દેશભક્તિના નારા ગુંજ્યા ગુજરાતના મહારાષ્ટ્ર બોર્ડર કપરાડાના હુડા ગામની પ્રાથમિક શાળામાં 75 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા કપરાડા તાલુકાના વહીવટી તંત્ર દ્વારા હુડા પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યાત્રા માં પૂર્વ મંત્રી અને કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, પ્રાંત અધિકારી ધરમપુર અમિતભાઈ ચૌધરી, મામલતદાર કપરાડા ડી.એસ.શાહ સહિત તમામ વહીવટી તંત્ર તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યાત્રા માં પૂર્વ મંત્રી અને કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા હર ઘર તિરંગા અભિયાનથી હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદી માટે અનેક નેતાઓ શહીદ થયા છે. દેશ ભક્તિને પ્રજ્વલીત કરી રહેલા આ અભિયાનથી સમગ્ર રાજ્ય સહિત દેશ ભરમાં રાષ્ટ્રની ભાવના નિર્માણ થઈ રહી છે.જેની ઉજવણી આન બાન અને શાનથી કરવા માટે અનુરોધ કર્યો હતો.
રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા પ્રાથમિક શાળા હુડા (નાચન ખડક ) થી મુખ્ય રોડ ફરીને પ્રાથમિક શાળા હુડા (આંબાપાડા) ખાતે પૂરી થઈ હતી. તિરંગા યાત્રામાં હુડા સરપંચ રમાબેન લક્ષમણભાઈ હિલીમ, તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહલા, સામાજિક ન્યાય અધ્યક્ષ કાશુભાઈ ભંસરા, જિલ્લા પંચાયત સદસ્ય મીનાક્ષીબેન ગાંગોડા, તાલુકા પંચાયત સદસ્ય ધાયત્રીબેન ગાયકવાડ, તાલુકા પંચયત સદસ્ય મનીષાબેન ચૌધરી.માધુભાઈ સરનાયક, ચંદરભાઈ ગાયકવાડ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો તાલુકા પંચાયત કર્મચારીઓ, કપરાડા પોલીસ, વન વિભાગના કર્મચારીઓ અને સામાજિક અગ્રણી આગેવાનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો
અને રાષ્ટ્રપ્રેમ અને દેશ માટેની એકતાનો પરિચય આપ્યો હતો.અને દેશભક્તિના નારાઓથી ગુંજી ઊઠ્યું હતું.
Ad.