વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બોર્ડર વિલેજ મુરદડ ગામમાં યાહા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નિરાધાર ગરીબ અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓની વહારે પ્રકૃતિ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સાવિત્રીબાઈ ફૂલે અનાથ છાત્રા શાળામાં નિરાધાર ગરીબ અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓની 47 જેટલા વિદ્યાર્થીઓ માટે રક્ષાબંધનના પર્વ નિમિત્તે જરૂરિયાત મુજબ મદદ કરવામાં આવી.
વાપીના હરીશ આર્ટના પ્રેરણાથી યાહા ગ્રુપના વિવેકભાઈ દેસાઈ, હિતેનભાઈ સાવલા અને યોગેશભાઇ ડોધિયા, હિતેનભાઇ, કેતનભાઇ સંયુક્ત ઉપક્રમે નિરાધાર ગરીબ અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓની વહારે આવી 44 ઈંચ સ્માર્ટ ટી વી, નોટબુક,ધાબળા, આનજ કરીયાણુ, થાળી , રસોઈના વાસણો, વિદ્યાર્થીઓ માટે ગણવેશની સહાય કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ પ્રસંગે એડવોકેટ સંજયભાઈ પટેલ, બરૂમાળ માજી સરપંચ અમરતભાઈ પટેલ ગામના યુવાનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જરૂરિયાત મંદ લોકોની સેવા એ જ સાચા અર્થમાં સેવા શબ્દ નાનો છે પરંતુ કોઈના જીવનમાં પ્રકાશ ફેલાવવા ફૂલ નહી તો ફૂલની પાખડી જેટલી કરેલી મદદ પણ જરૂરિયાતમંદ માટે ઈશ્વરના આશીર્વાદ સમાન હોય છે ત્યારે સાંપ્રત સમયમાં સાવિત્રીબાઈ ફૂલે અનાથ છાત્રા શાળા આદિવાસી ક્ષેત્રમાં આ વર્ષે શરૂ કરવામાં આવી છે. જેમાં શાળામાં નિરાધાર ગરીબ અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓની 47 જેટલા વિદ્યાર્થીઓ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે.
પ્રકૃતિ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સાવિત્રીબાઈ ફૂલે અનાથ છાત્રા શાળાના હીનાબેન નિકુળિયા, કો-ઓર્ડિનરી નિલેશભાઈ નિકુળિયાએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
Ad..