અરનાલા ગામે કિસાન પંચાયત દ્વારા 1 લી સપ્ટેમ્બર ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ રેલીનું ૭૨ માં “કિસાન મુક્તિ દિન” ઉજવણી
પારડી વિભાગ કિસાન પંચાયત પારડી આયોજીત પારડી ખેડ સત્યાગ્રહ ૧ લી સપ્ટેમ્બર ૭૨ માં “કિસાન મુક્તિ દિન” ઉજવણી કાર્યક્રમ તારીખ 01-09-2024 રવિવાર ના દિને બપોરે ૦૧:૦૦ કલાકે થી શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિર આદિવાસી સત્સંગ હોલ અરનાલા, તાલુકો પારડી ખાતે યોજાનાર છે. જેમા સમગ્ર વિસ્તારના ભાઇઓ બહેનો, અગ્રણીશ્રીઓ, મહાનુભાવો, વડીલો, યુવાનો, કાર્યકર્તાશ્રીઓ તથા ગ્રામજનોને સહભાગી થવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લાના ખેડૂતો માટે ખેડે તેની જમીન એવા સૂત્રો સાથે 14 વર્ષ ચાલેલા આંદોલનના ભાગરૂપે 1953માં પ્રજામાં ક્રાંતિની શરૂઆત થઇ હતી.જેની યાદગીરી રૂપે વર્ષોથી 1 સપ્ટેમ્બરને કિસાન મુક્તિ દિન તરીકે ઉજવે છે. વર્ષ 1953માં યોજાયેલી ખેડ સત્યાગ્રહ રેલીમાં 6700 એકર જેટલી જમીન તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હસ્તે વલસાડ જિલ્લાના ખેડૂતોને સનદ આપવામાં આવી હતી અને તે દિવસે પણ 1 સપ્ટેમ્બરનો દિવસ હતો. તેની યાદમાં દર વર્ષે કિસાન મુક્તિ દિવસની ઉજવણી થાય છે અને જેને અનુલક્ષી 1 સપ્ટેમ્બરે ખેડ સત્યાગ્રહ રેલીનું આયોજન કરવામાં આવે છે.
માજી કેન્દ્રીય પ્રધાન સ્વર્ગીય ઉત્તમભાઈ પટેલ અને ખેડ સત્યાગ્રહના પ્રણેતા સ્વર્ગીય ઈશ્વરભાઈ દેસાઈને યાદ કરી તે સમયના ખેડૂતોની પરિસ્થિતિ અને શાહુકારો દ્વારા ખેડૂતોને જમીન આપવા માટે કાયદો લાગુ થવા છતાં પણ ઇન્કાર કરવામાં આવતો હતો. જેને અનુલક્ષીને ઈશ્વરભાઈ દેસાઈ અને ઉત્તમભાઈ પટેલ દ્વારા ખેડ સત્યાગ્રહ રેલીમાં મંડાણ કરવામાં આવ્યા હતા.
મુખ્ય અતિથિ જીતુભાઈ એચ. ચૌધરી
માન. ધારાસભ્યશ્રી ૧૮૧ કપરાડા વિધાનસભા માન. પૂર્વ રા.ક.મંત્રીશ્રી ગુજરાત સરકાર, અતિથિ વિશેષ ધવલભાઈ પટેલ દંડકશ્રી લોક્સભા સાંસદશ્રી વલસાડ ડાંગ વિશેષ આમંત્રિત વલસાડ જીલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, પારડી, વાપી, કપરાડા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, પારડી,વાપી, કપરાડા તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓ તથા પંચાયત સભ્યશ્રીઓ, ટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ, ખેડુત ભાઈઓ બહેનો, વડીલો, યુવાનો આગેવાનશ્રીઓ, મિત્રો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજરી આપશે.
Ad