- ચેકડેમ, કોઝવે પરથી પાણી ઓસરી જતા માર્ગમકાન ખાતાના સર્વે બાદકામ શરૂ કરવામાં આવ્યુ
- વરસાદે વિરામ લેતા પંચાયત માર્ગ અને મકાન વિભાગ ધરમપુરની ટીમે તાત્કાલિક સ્થળ મુલાકાત અને સર્વે કરી જરૂરી મરામતની કામગીરી કરી
- ધરમપુર અને કપરાડા તાલુકાનાઅનુક્રમે 40 અને રસ્તા/સ્ટ્રક્ચરના 46 મરામતની કામગીરી કરી. દેવાતા વાહન વ્યવહારમાં લોકોને સુવિધા થઈ છે.
ધરમપુર- કપરાડાના ચોમાસામાં ધોવાઇ ગયેલા 96 રસ્તાની મરામત કરી દેવાઈ ધરમપુર તથા કપરાડા તાલુકાના પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ ધરમપુર નાળા/ચેકડેમ,કોઝવે હસ્તકના એપ્રોચ
,પાઇપ ડ્રેઇન એપ્રોચ, રેલિંગ તથા રસ્તાઓને તાજેતરના ભારે વરસાદથી નુકશાન થયું હતું.
જોકે વરસાદે વિરામ લેતા પંચાયત માર્ગ અને મકાન
વિભાગ ધરમપુરની ટીમે તાત્કાલિક સ્થળ મુલાકાત અને સર્વે કરી જરૂરી મરામતની કામગીરી કરી મોટા ભાગના રસ્તાઓને વાહનવ્યવહાર લાયકબનાવી દીધા છે. આ ઉપરાંત બંને તાલુકામાં સર્વેની કામગીરી ચાલુ
રાખી જરૂર મુજબની કામગીરી પણ કરવામાં આવી રહી છે.ધરમપુર તથા કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના વિવિધ ગામોને જોડતા રસ્તા વચ્ચેના બાઉ
ડૂબાઉ કોઝવેના એપ્રોચનું ધોવાણ તથા વિવિધ
રસ્તાઓ પર પડેલા ખાડાથી વાહન વ્યવહારને અસર થવાની સાથે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે હાલ વરસાદે વિરામ લેતા અને ચેકડેમ, કોઝવે પરથી પાણી ઓસરી જતા ટીમે સર્વે કરી મશીનરી લગાવી જી.એસ.બી., રબલ, હાર્ડમોરમથી પુરાણની મોટા ઉપાડે કામગીરી કરી રસ્તાઓને ટ્રાફિકેબલ કર્યા હતા.
ધરમપુર અને કપરાડા તાલુકાનાઅનુક્રમે 40 અને રસ્તા/સ્ટ્રક્ચરના 46 મરામતની કામગીરી કરી. દેવાતા વાહન વ્યવહારમાં લોકોને સુવિધા થઈ છે.