દક્ષિણ વિભાગ કોળીસમાજ મંડળના સુવર્ણ જ્યંતિ અવસરે છેલ્લા 11 રવિવાર થી મંડળ ના પ્રમુખ હરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કોળીસમાજ નુ સંગઠન મજબુત બને સમાજ ના લોકો એકબીજા થી પરિચિત થાય સમાજ નો દરેક ક્ષેત્રે વિકાસ થાય કોળીસમાજ ના હોલ ના અધુરા કામ ને પુર્ણ કરવા દાન એકત્રીત કરવાના હેતુથી અને વડાપ્રધાન પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક પેડ મા કે નામના કાર્યક્રમ ને સાર્થક કરવા વૃક્ષો કુદરતના ફેફસા સમાન છે.
વાતાવરણ માથી કાર્બન ડાયોકસાઈડ અને કાર્બન મોનોકસાઈડ જેવા ઝેરી વાયુને શોષી ને આપણને જરુરી એવો ઓક્સિજન વાયુ પુરો પાડી પર્યાવરણ ને શુધ્ધ કરે છે એ દષ્ટિએ. દર રવિવારે સામુદાયિક વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામા આવે છે.
ગોઈમા ગામે આબાકલમ,લીમડો,વડ જેવા વૃક્ષોનુ વાવેતર કરવામા આવ્યુ. ગોઈમા ગામે મોટી સંખ્યામા કોળીસમાજ ના આગેવાનો કીરીટભાઈ પટેલ, અમ્રતભાઈ પટેલ, ભુપેશકુમાર પટેલ,હરીશભાઈ પટેલ,કનુભાઇ પટેલ, વનેશભાઇ પટેલ, ચેતનભાઈ પટેલ, ભરતભાઇ પટેલ કારોબારીવગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ધગડમાળ સુખાલા અને મોટાપોઢા ગામે વૃક્ષોનુ વૃક્ષારોપણ કરવામા આવ્યુ. આજદિન સુધી કુલ -86 કોળીસમાજના ગામોમાં વૃક્ષારોપણ કરી સમાજમાં જાગૃતિ લાવવાનુ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ ને સફળ બનાવવા કોળીસમાજ ના કારોબારી સભ્યો સુનિલભાઈ પટેલ,બાલુભાઈ પટેલ,મનિષભાઈ પટેલ,કમલેશભાઈ પટેલ કાંતિભાઈ પટેલ નિવૃત આચાર્ય દિપકભાઇ પટેલ ગોઈમા,સતિશભાઈ પટેલ બોરલાઈ, રાજુભાઈ પટેલ વાપી, દેવાંગભાઈ પટેલ ડુગરી, દયાળભાઈપટેલ, શંકરભાઈ પટેલ ગીરીશભાઈપટેલ, ધનસુખભાઈ પટેલ, રડકાભાઈ પટેલ, રાજુભાઈ પટેલ,અમ્રતભાઈ પટેલ પલસાણા.અને કોળીસમાજ ના યુવાનો સંદિપભાઇ પટેલ ,રાહુલભાઈ પટેલ અને દેવાંગભાઈ પટેલની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી
કાર્યક્રમમાં પુર્વ પ્રમુખ જીતુભાઈ પટેલ કોળીસમાજ સમુહ લગ્નના પ્રમુખ બળવંતભાઈ પટેલ કોળી સમાજના પ્રોફેસર રાજુભાઈ પટેલ, કોળી સમાજના વલસાડ જિ.પંચાયતના સદસ્યો મુકેશભાઈ પટેલ, શૈલેશભાઈ પટેલ પ્રિન્સીપાલ સરપંચ અજયભાઈ પટેલ ભાજપ મહામંત્રી મુકેશભાઈ પટેલ, અને મોટીસંખ્યામા દરેક ગામના કોળીસમાજના ભાઈઓ વડીલો ઉપસ્થિત રહી કાયઁક્રમને શોભાવ્યો હતો. દક્ષિણ વિભાગ કોળીસમાજ મંડળ અને મંડળના પ્રમુખ હરેશભાઈ દરેકનો હદયપુવઁક આભાર વ્યક્ત કરે છે.અને કોળીસમાજ ના દરેક વ્યક્તિ ને સમાજ માટે યથાશક્તિ યોગદાન સહયોગ આપવા આહવાન કર્યુ હતુ.
Ad.