લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ છે.

0
97

ગુજરાત સહિત દેશમાં ભાજપનું સદસ્યતા અભિયાન

CM ભૂપેન્દ્ર પટેલને પ્રથમ પ્રાથમિક સભ્ય બનાવ્યા : ભાજપમાં દર ૬ વર્ષે સદસ્યતા રિન્યૂ કરવામાં આવે છે.આગામી સમયમાં દોઢ કરોડથી વધુ લોકોને ભાજપના સભ્ય બનાવવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે

લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ છે.

ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ તેમની સદસ્યતા રિન્યૂ કરીને સી.આર. પાટીલે તેમને ભાજપના પ્રાથમિક સભ્યનબનાવવામાં આવ્યાં છે. ભાજપમાં દર ૬ વર્ષે સદસ્યતા રિન્યૂ કરવામાં આવે છે. આગામી સમયમાં દોઢ કરોડથી વધુ લોકોને ભાજપના સભ્ય બનાવવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે.
ગઈકાલે સાંજે દિલ્હી ખાતે વડાપ્રધાન મોદીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ પ્રથમ પ્રાથમિક સભ્ય બનાવી નોંધણી કરાવી હતી.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ અભિયાનની શરૂઆત કરાવી છે. આ અભિયાન અંતર્ગત આજે એક કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ પાટીલે જણાવ્યું હતું કે, સંગઠનની તાકાતને નબળી ગણ્યા વિના પૂરી તાકાત સાથે આ ટાર્ગેટને પુરો કરવાનો પ્રયાસ કરજો.

લોકસભાની ચૂંટણી બાદ સંગઠનમાં નિરાશા જોવા મળી છે અને ગુજરાતમાં એક સીટ ઓછી આવી છે તેની જવાબદારી મેં લીધી છે.લોકસભાની ચૂંટણીમાં ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઈ પ્રથમ વખત ૧૬ સપ્ટેમ્બરે ગુજરાત આવી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ક્સ્ડઝ ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ કાર્યક્રમો થવાના છે. એક લાખથી વધુ કાર્યકરોએ એકઠા થઈને વડાપ્રધાનનું અભિવાદન કરવાનું છે.ઘણી
પાર્ટીઓમાં આજીવન સદસ્યતા મળી જતી હોય છે પણ ભાજપમાં ૬ વર્ષે સદસ્યતા પુરી થાય છે.દિલ્હીમાં ગઈકાલે વડાપ્રધાનને પ્રથમ સભ્ય બનાવી નોંધણી કરાવી છે. તાલુકા, જિલ્લા પંચાયત, શહેર સહીતના તમામ મેમ્બરોને ૨ કરોડ સદસ્યો બનાવવાના છે.
સંગઠિત થઇને પડકાર ઝીલવાનો છે જે પડકાર નથી આપણે નક્કી કરેલો લક્ષ્ય છે. સંગઠન મજબૂત હશે તો જ ઈલેકશન જીતી શકાશે.૭૪ લાખ પેજ સમિતીના સદસ્ય તો કાયમી જ છે પણ પ્રાથમિક સદસ્ય એટલે ૧૮ વર્ષથી ઉપર કોઇ પણ બની શકે છે. ૬૬ લાખ જેટલી બહેનો આપણી સદસ્યતા સાથે જોડાયેલી છે.

ભાજપના પ્રાથમિક સભ્યપદ અભિયાન અંતર્ગત પ્રાથમિક સભ્ય માટે તમે નીચે રેફરલ લિંક દ્વારા જોડાઈ શકો છો.

👇👇👇👇👇👇👇👇👇

Referral link: https://nm-4.com/bjpmem/JWEBNZ

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here