ગુજરાત સરકારની જાહેરાતમાં આદિવાસી સમાજ માટે ‘ઇસમો’ શબ્દના ઉલ્લેખને હટાવવાની માગ સાથે રાજ્યપાલને સંબોધન કરતી લેખિત રજુઆત કલેક્ટરને પાઠવી

0
199

વલસાડ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન – ગુજરાત સરકારની જાહેરાતમાં આદિવાસી સમાજ માટે *’ઇસમો’* શબ્દના ઉલ્લેખને હટાવવાની માગ સાથે રાજ્યપાલને સંબોધન કરતી લેખિત રજુઆત કલેક્ટરને પાઠવી હતી.

આ મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મંત્રી ઈશ્વર પટેલે જણાવ્યું હતુ કે, અગાઉ આદિવાસીઓને વનવાસી, વન બંધુ બનાવી દેવામાં આવ્યો છે એવો ઉલ્લેખ કરી અને હવે ઇસમો ? શું આદિવાસી હોવું ગુનો છે જેવા પ્રશ્ન ઉઠાવી આદિવાસી સમાજ માટે વાપરવામાં આવેલો આ ઇસમો શબ્દ અપમાન જનક છે એમ જણાવ્યું છે. જેથી *’ઇસમો’* શબ્દ તાત્કાલિક હટાવવામાં આવે અને જવાબદારો સામે પગલા ભરવામાં આવે એવી સમસ્ત આદિવાસી સમાજની લાગણી અને માંગણી છે એવો ઉલ્લેખ પણ કરાયો છે.

રઉફ શૈખ
મીડિયા કો-ઓર્ડીનેટર
આમ આદમી પાર્ટી – વલસાડ જિલ્લા

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here