મામલતદાર ધરમપુર મારફત મહામાહિમ રાજ્યપાલ સાહેબશ્રી ગુજરાત રાજ્ય ને આવેદન પત્ર આપવામાં આવ્યુ
ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન – ગુજરાત સરકારની જાહેરાતમાં આદિવાસી સમાજ માટે ‘‘ઈસમો’’ તરીકે અપમાન જનક શબ્દનો ઉલ્લેખ છે તે હટાવી જવાબદારો સામે કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી.
આદિવાસીઓને વનવાસી,વનબધું બનાવી દેવામાં આવ્યો છે અને હવે “ઈસમો”
શુ આદિવાસી હોવું ગુનો છે ? “ઈસમો” શબ્દ વાપરી અમારી સંસ્કૃતિ ને નાશ કરવાનું કાવતરું દેખાઈ રહ્યું છે
આદિવાસીઓને આદિવાસીજ રહેવાદો
અમે આદિવાસી છીએ અને આદિવાસી હોવાનો અમને ગર્વ છે
સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર
ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ
Ad…