ગુજરાતમાં દર મહિને સામાન્ય જીવન જીવવા 46000 રૂ.ની જરૂર પડે, જાણો કયું રાજ્ય સૌથી સસ્તું?

0
34

– કૉસ્ટ ઑફ લિવિંગમાં દેશમાં ગુજરાત સૌથી મોખરે

– હિમાચલમાં એક સામાન્ય પરિવારને જીવનયાપન માટે 23 હજારની જરૂર પડે છે : ગુજરાત પછી સૌથી વધુ કૉસ્ટ ઑફ લિવિંગ મહારાષ્ટ્રનું છે

અમદાવાદ : ભારતમાં ગુજરાત દેશનું સૌથી મોંઘુ રાજ્ય છે જ્યારે હિમાચલ પ્રદેશ સૌથી સસ્તા રાજ્ય તરીકે ફિનશોટ્સના સર્વેમાં દરેક રાજ્યનો કૉસ્ટ ઑફ લિવિંગ ખર્ચ (જીવનયાપન ખર્ચ) બહાર પાડવામાં આવ્યો હતો. જેમને પોતાનું ઘર નથી અને ભાડે રહે છે તેવા સામાન્ય મધ્યમ વર્ગ માટેનો આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

જાણીતી ફાઈનાન્સિયલ એનાલિટિકલ સંસ્થા ફિનશોટ્સ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં દેશના તમામ રાજ્યોની કૉસ્ટ ઑફ લિવંગનું (જીવનખર્ચ) મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ મુલ્યાંકનમાં ગુજરાતના એક સામાન્ય જિંદગી જીવતા મધ્યમ વર્ગીય વ્યક્તિની આવકને ધ્યાનમાં રાખીને ઘરનું ભાડું, માસિક ખાવાનો ખર્ચ, નોકરીએ આવવા જવાનો ખર્ચ, લાઈટ બિલ, ફોન બિલ, પેટ્રોલ બિલ અને ઘરના જરુરી ખર્ચાઓને ધ્યાનમાં રાખીને આ સર્વેમાં ગુજરાતમાં મધ્યમવર્ગીય પરિવારને સારી રીતે જીવવા માટે ઓછામાં ઓછા ૪૬.૮ હજાર રુપિયા આદર્શ રીતે જોઈએ છે. આમ આ સર્વે પ્રમાણે ગુજરાતનું કૉસ્ટ ઓફ લિવિંગ દેશના ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધુ છે.

દેશના ૨૮ રાજ્યોમાં સૌથી ઓછા ક્રમે આવતાં હિમાચલમાં રહેવા માટે ૨૩.૬ હજારમાં એક મધ્યમ વર્ગીય વ્યક્તિ સારી રીતે જીવી શકે છે. ઉપરોક્ત સર્વે ગરીબ અને પૈસાદાર નહીં પરંતુ નોકરી કરતાં મધ્યમક્રમના મધ્યમવર્ગ માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે. બીજા ક્રમે મહારાષ્ટ્ર રાજ્ય છે જ્યાં એક આદર્શ પરિવારને ઘર ચલાવવા માટે ૪૫.૪ હજારનો ખર્ચ થાય છે. એ પછી મિઝોરમ ત્રીજા ક્રમે છે જ્યાં ૪૩.૫ હજારની માસિક ખર્ચની જરુરિયાત રહે છે. એવી જ રીતે કર્ણાટકમાં ૪૩.૨ હજારની આવકમાં એક મધ્યમ વર્ગીય પરિવાર પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે છે. બિહાર અને ઓરિસ્સા જેવા ગરીબીનો સામનો કરતાં રાજ્યોમાં પણ આ ખર્ચ ૨૫.૯ હજાર અને ૨૬.૯ હજારનો છે. પરંતુ હિમાચલમાં લોકો પહાડી જીવન જીવતા હોવાથી તેમનો મૂળભૂત ખર્ચ ઓછો હોવાથી હિમાચલ મોંઘવારીમાં સૌથી તળીયે છે.

ગોવા જેવું આંતરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા રાજ્યમાં ટુરિઝમ ભલે મોંઘું છે પરંતુ અહીંનું કોસ્ટ ઓફ લિવિંગ ગુજરાત કરતા સસ્તું છે. ગોવામાં એક આદર્શ પરિવાર ૩૮ હજારમાં શાંતિથી જીવી શકે છે. ઉત્તર પ્રદેશ જેવા વધુ વસ્તી ધરાવતા રાજ્યમાં કોસ્ટ ઓફ લિવિંગ ૨૯.૯ હજારનું છે. હિમાચલ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, પુડુચેરી, મધ્યપ્રદેશ, વેસ્ટ બેંગાલ, ઉત્તર પ્રદેશ અને કેરાલા જેવા રાજ્યોનું કોસ્ટ ઓફ લિવિંગ ૩૦,૦૦૦થી ૨૩,૦૦૦ની વચ્ચે છે જે ગુજરાત કરતાં અડધાથી નજીક જ કહી શકાય.

મધ્યમ ક્રમે આવેલા મેઘાલય, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, આસામ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ, ત્રિપુરા, મણિપુર ૩૦,૦૦૦થી ૩૩,૦૦૦ની વચ્ચે આવે છે.

ગુજરાતમાં અન્ય રાજ્યો કરતાં ભાડા વધું છે. ખાસ કરીને શહેરોમાં સામાન્ય રીતે ભાડું ૧૦,૦૦૦થી ચાલુ થાય છે. જેની સાથે લાઈટ બિલ અને પરિવહનનો ખર્ચ વધુ હોવાથી અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં કોસ્ટ ઓફ લિવિંગ વધુ છે એવું નિષ્ણાંતો માને છે.

રાજ્યવાર કૉસ્ટ આફ લિવિંગ


Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here