PM Narendra Modi Gujarat Visit Schedule: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ છે. રવિવારે (15મી સપ્ટેમ્બર) અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થતાં જ સ્વાગત કરવામાં આવ્યું છે. તેઓ ગુજરાતને અનેક વિકાસના કામોની પણ ભેટ આપશે. જેમા વંદે ભારત અને મોટેરાથી ગાંધીનગર મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલનો પણ સમાવેશ થાય છે.
આજનો સમગ્ર કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (16મી સપ્ટેમ્બર) સવારે 10 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રી-ઈન્વેસ્ટ રીન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવશે. આ પછી બપોરે 12 વાગ્યે રાજભવન જશે. ત્યારબાદ બપોરે 1:30 વાગ્યે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે. અને સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. તો 3:30 વાગ્યે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે. જ્યાં 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. સાંજે 6 વાગ્યે રાજભવન જશે.
ગઈકાલે પીએમ મોદીએ નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી
રવિવારે (15મી સપ્ટેમ્બર) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પરથી મુખ્યમંત્રી સાથે વડસર જવા રવાના થયા હતા. તેમણે અહીં વડસર એરફોર્સ સ્ટેશન અને નવા ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. પછી તેઓ રાજભવન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે અનેક નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાન મોદી આજે રાત્રે રાજભવનમાં જ રોકાણ કરવાના છે અને આજે તેઓ ગુજરાતમાં અન્ય વિકાસ કામોનું શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કરવાના છે.
Ad…