Champions Trophy 2025: આ વખતે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરી રહ્યું છે. PCB (Pakistan Cricket Board) આ ટુર્નામેન્ટ માટે પૂરજોશમાં તૈયારીઓ કરી રહી છે. ICCએ આ ટુર્નામેન્ટને લઈને પાકિસ્તાનને 500 કરોડ રૂપિયાનું જંગી બજેટ પણ ફાળવ્યું છે. જોકે, ભારતીય ટીમ આ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન જશે કે નહીં તે અંગે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
જો ટીમ પાકિસ્તાન નહીં જાય તો આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલના આધારે રમાઈ શકે છે. ભારત તેની મેચો શ્રીલંકા અથવા યુએઈમાં રમશે, જ્યારે પાકિસ્તાન તેની મેચ તેના હોમ ગ્રાઉન્ડ પર રમશે. આ અંગે જ્યારે ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાને પૂછવામાં આવ્યું કે, શું ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે નહીં, તો તેણે કહ્યું કે, તેની શક્યતા ઘણી ઓછી છે, ભારતીય ટીમ પાકિસ્તાન જાય કે ન જાય તેનો નિર્ણય BCCI પણ કરી શકતું નથી.
એક પોડકાસ્ટ દરમિયાન આકાશ ચોપરાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં ચેમ્પીયન્સ ટ્રોફી રમી શકાય છે કારણે કે ત્યાં હવે ક્રિકેટ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. એશિયા કપ હાઇબ્રીડ મોડલમાં જ યોજાયો હતો……આપણે શ્રીલંકામાં મેચ રમી રહ્યા હતા…..જયારે પાકિસ્તાન પોતના ઘરઆંગણે મેચ રમ્યું હતું. ભારત તેમાં સામેલ હતું નહી. ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ જેવી ટીમ ત્યાં રમવા જઈ રહી છે. પરંતુ આપણે ત્યાં નહી જઈએ. મને એ વાત પર શંકા છે કે આપણે પાકિસ્તાન રમવા જઈશું. હું કોઈ અંદરની માહિતી નથી આપી રહ્યો, અંતિમ નિર્ણય સરકાર તરફથી આવશે, આ અંગેની સત્તા બીસીસીઆઈના હાથમાં પણ નથી, અંગત રીતે કહીએ તો, મને નથી લાગતું કે સરકાર તરફથી હા જવાબની શક્યતા એટલી સારી છે. કારણ કે દર બે મહિને કાશ્મીરમાંથી એક સમાચાર આવે છે જેમાં તમને લાગે છે કે આ ખોટું થઈ રહ્યું છે.
જો આ ટુર્નામેન્ટ ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે છે તો, ફાઇનલ મેચ ક્યાં રમાશે તે પણ મોટો પ્રશ્ન છે. યજમાન હોવાને કારણે પાકિસ્તાન ઘરઆંગણે રમવાનું પસંદ કરશે, જ્યારે ભારત પાકિસ્તાન નહીં જાય.
આ સવાલનો જવાબ આપતા આકાશે જણાવ્યું હતું કે, ‘આપણે પોતાની રમત બહાર રમીશું, દુબઈમાં રમી લઈશું…..અથવા તો ભારત, દુબઈ કે શ્રીલંકામાંથી કોઈ પણ જગ્યાએ મેચ રમાઈ શકે છે. ફાઈનલ ક્યાં રમાશે તે અગાઉથી જ નક્કી કરવામાં આવશે, જો પાકિસ્તાની ટીમ ફાઈનલમાં પહોંચી જશે તો યજમાન હોવાના કારણે તેઓ ઈચ્છશે કે, ફાઈનલ મેચ પાકિસ્તાનમાં જ યોજાય, પરંતુ જો પાકિસ્તાન અને ભારત બંને ફાઈનલમાં પહોંચશે તો ભારત પાકિસ્તાન નહીં જાય.’
તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતની હાજરી અર્થતંત્ર ઉપર અસર કરે છે, લોકો કહે છે કે તમે અહીં આવો નહીં. પરંતુ જો ભારત નહીં આવે તો ટુર્નામેન્ટમાં શું કરશો? પૈસા ક્યાંથી આવશે… જો હું બ્રોડકાસ્ટર હોવ તો કોન્ટ્રાક્ટમાં લખેલું હોવું જઈએ કે, ભારત આ ટુર્નામેન્ટમાં રમશે, અને ભારત તેની ટીમ રમવા માટે મોકલશે. આ મેચો આ સમયે યોજાશે. નહિંતર હું પૈસા આપીશ નહીં. જો હું મારા મુખ્ય પ્રેક્ષકોનું ધ્યાન રાખતો નથી તો હું કંઇ ઓસ્ટ્રેલિયા માટે ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યો નથી.’
Ad…