કપરાડા તાલુકાના સુખાલા ગામના સરપંચ-ડેપ્યુટી સરપંચ સત્તારૂઢ થયાં

0
199

( સરપંચશ્રી શંકરભાઇ પટેલ નું સન્નમાન)

આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઇ હતી.ચૂંટાયેલાં સરપંચોએ કમૂરતાને લીધે ચાર્જ સંભાળ્યો ન હતો. ઉતરાયણ બાદ કમૂરતા ઉતરતાં જ શુભ-નવા કામોની શરૂઆત થઇ ચૂકી છે જેના કારણે કપરાડા તાલુકામાં સરપંચોએ શનિવારે જ સમર્થકો સાથે ગ્રામ પંચાયતમાં જઇને હોદ્દો ગ્રહણ કર્યો હતો.

કપરાડા તાલુકાના સુખાલા ગ્રામ પંચાયતના સરપંચ ચાર્જ ઉપરાંત ડેપ્યુટી સરપંચની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં અધિકારી તરીકે કપરાડા તાલુકા પંચાયતના આંકડા મદદનીશ અધિકારી પ્રવિણભાઇ માહલા હાજર રહ્યા હતા. તલાટી કમ મંત્રી ગોપાલભાઈ સરનાયક સરકાર ના નિયમો મુજબ સભાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જ્યાં સરપંચ તરીકે શંકરભાઇ પટેલ તેમજ સુનિલભાઈ જાદવ ડેપ્યુટી સરપંચ તરીકેતેમની ટીમે સત્તાની ધુરા સંભાળી છે. સુખાલા ગ્રામ પંચાયતના 10 વોર્ડના સભ્યો માંથી 9 સભ્યો હાજર રહ્યા હતા. 1 વોર્ડ ના સભ્ય સભામાં મોડા પહોંચ્યા હતા.

( ડેપ્યુટી સરપંચ સુનિલભાઈ જાદવ)

ગ્રામજનોએ સરપંચ શંકરભાઇ પટેલ અને ડેપ્યુટી સરપંચ નું સન્નમાન કરવામાં આવ્યું હતું.
ગામના સરપંચ શંકરભાઇ પટેલે જણાવ્યું કે ગ્રામજનોએ મને સરપંચ તરીકે પસંદગી કરી છે જે ઋણ અદા કરવાની ખાત્રી આપી છે. ગામના લોકો માટે વિકાસ ના કામો સાથે દરેક વ્યક્તિને ન્યાય મળે અને ગામમાં કંઈપણ ખોટું ચલાવી લેવામાં આવશે નહિ જેની ચોક્કસ ખાતરી આપી છે. આવનારા દિવસોમાં ગામના વિકાસ માટે તમામને સાથે રાખીને તૈયારી બતાવી છે.

પ્રકાશભાઈ પટેલ દ્વારા આભાર સાથે ચૂંટાયેલા સરપંચ અને વૉર્ડ ના સભ્યો નું સ સન્નમાન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં માજી. જિલ્લા પંચાયત પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, વલસાડ જિલ્લા કોંગ્રેસ ના મહામંત્રી વસંતભાઈ પટેલ ગામના અગ્રણી આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here