ગુજરાતનાં પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા 24×7 ના ધોરણે ટેલી મેડિસિન અને હેલ્થ કેરની સુવિધા કાર્યરત કરાઈ

0
164

3 એસીપી, 2 પીઆઇ સહિત શહેરના 535 પોલીસ કર્મીઓ કોવિડ પોઝિટિવ આવ્યા છે. ત્યારે ગુજરાત પોલીસના કર્મીઓ માટે ખાસ સુવિધા શરૂ કરાઇ છે.

સોમચંદ ડોસાભાઇ ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદના સહયોગથી 24 X7ના ધોરણે ટેલી મેડીસીન અને હેલ્થ કેરની સુવિધા

કોવિડના કેસો વધી રહ્યા છે. ત્યારે પ્રજાની રક્ષા કરતા પોલીસકર્મીની રક્ષા ખૂબ જ જરૂરી બની રહે છે.

ગુજરાત પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની કોરોનાથી સુરક્ષા ટેલી મેડિસિન સેવા કાર્યરત કરાઇ
24 X7ના ધોરણે ટેલી મેડિસિન અને હેલ્થ કેરની સુવિધા ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા કાર્યરત કરવામાં આવી

અમદાવાદ શહેર કોરોનાનું હોટ સ્પોટ બન્યું છે. ત્યારે કોરોનાની ચપેટમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ એવા પોલીસકર્મીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જેમાં અમદાવાદ શહેરના 2 જેસીપી પણ સંક્રમિત થયા છે. તો 3 એસીપી, 2 પીઆઇ સહિત શહેરના 535 પોલીસ કર્મીઓ કોવિડ પોઝિટિવ આવ્યા છે. ત્યારે ગુજરાત પોલીસના કર્મીઓ માટે ખાસ સુવિધા શરૂ કરાઇ છે.

ગુજરાત પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની કોરોનાથી સુરક્ષા ટેલી મેડિસિન સેવા કાર્યરત કરાઇ છે. શહેર જિલ્લા અને ખાલ એકમોમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ,કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનોને કોવિડના સંક્રમણથી બચાવવા અને સંક્રમિત થયે સારવાર પૂરી પાડવા માટે શ્રી સોમચંદ ડોસાભાઇ ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદના સહયોગથી 24 X7ના ધોરણે ટેલી મેડીસીન અને હેલ્થ કેરની સુવિધા ગુજરાત પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા કાર્યરત કરવામાં આવી છે. ટેલીમેડીસીન સેવા માટે હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પોલીસમાં છેલ્લા કેટલાય સમયથી કોવિડ 19નો કહેર વધી રહ્યો છે. સરકાર આકરા નિયમો લાવી રહી છે, પરંતુ આ નિયમોનું પાલન હજુ પણ અમુક અંશે થઈ રહ્યું છે. બીજી તરફ કોવિડના કેસો વધી રહ્યા છે. ત્યારે પ્રજાની રક્ષા કરતા પોલીસકર્મીની રક્ષા ખૂબ જ જરૂરી બની રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here