- ગોઇમા ગ્રામ પંચાયતના સરપંચ જ્યોતિ પટેલ તેમજ ડેપ્યુટી સરપંચ તરીકે મિતેશભાઇ પટેલ ચાર્જ સંભાળ્યો
- પારડી તાલુકાના ગોઈમા સરપંચની ચૂંટણી બાદ ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી જે માટે ગ્રામ પંચાયતમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
- ગોઈમા જિલ્લા પંચાયતસદસ્ય અને શાસક પક્ષના નેતા શૈલેશભાઈ પટેલે સરપંચ અને ડેપ્યુટી સરપંચન વોર્ડ ના સભ્યોને પુષ્પગુચ્છ થી વધાવી લીધા હતા.
ગોઈમા ગ્રામપંચાયતમાં સરપંચ પદે જ્યોતિ બેન મિતેશભાઇ પટેલ તેમજ તેમની પેનલના બારમાંથી દસ સભ્યો ચૂંટાઈ આવ્યા હતા. ચૂંટણી અધિકારી પારડી ડેપ્યુટી મામલતદાર તરુણ ભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગોઈમા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી.
ડેપ્યુટી સરપંચના પદ માટે બે ફોર્મ ભરવામાં આવ્યું હતું. પ્રિયાબેન પટેલ અને મિતેશભાઇ પટેલ ફોર્મ બે આવતા મિતેશભાઇ પટેલને ડેપ્યુટી સરપંચ પદ માટે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યાં ગામના મોટી સંખ્યામાં લોકોએ ચાર્જ લીધેલા સરપંચ જ્યોતિ બેન મિતેશભાઇ પટેલ અને ડેપ્યુટી સરપંચ ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતં. ગોઈમા જિલ્લા પંચાયત સદસ્ય અને શાસક પક્ષના નેતા શૈલેશભાઈ પટેલે સરપંચ અને ડેપ્યુટી સરપંચન વોર્ડ ના સભ્યોને પુષ્પગુચ્છ થી વધાવી લીધા હતા. સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ દ્વારા ગ્રામ જનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ ગામના વિકાસના કાર્યોમાં હંમેશા અગ્રસર રહીશું તેવી બાહેધરી આપી હતી.
જયોતિબેન મિતેશભાઈ પટેલ તેમજ ડેપ્યુટી સરપંચ મિતેશભાઈ અશોકભાઈ પટેલ તરીકે તેમની ટીમે સત્તાની ધુરા સંભાળી છે. સરપંચ સહિત ગ્રામ પંચાયતના વોર્ડના સભ્યો હાજર રહ્યા હતા. શ્રીમતિ જ્યોતિબેન મિતેશભાઈ પટેલે જણાવ્યું કે ગ્રામજનોનો તમામ સભ્યો સાથે મળીને ગામનો વિકાસ કરવાની ખાત્રી આપી છે.
શાસક પક્ષના નેતા જિલ્લા પંચાયત વલસાડ
શૈલેશભાઈ પટેલે જણાવ્યું કે સરપંચ થી લઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગુજરાત અને દિલ્હી માં આપણું શાસન છે.
ગામના લોકો માટે વિકાસ ના કામો કરવામાં આવશે.આવનારા દિવસોમાં ગામના વિકાસ માટે તમામને સાથે રાખીને તૈયારી બતાવી છે.
ઉપસરપંચ મિતેશભાઈ પટેલ અને સરપંચ શ્રીમતિ જ્યોતિબેન મિતેશભાઈ પટેલ તથા ગોઈમા ગ્રામ પંચાયત ના તમામ સભ્યશ્રી ડૉ.નમ્રતાબેન, પ્રિયાબેન,ગીતાબેન, બબીતાબેન, મનિષાબેન, અંજના બેન, શંભુભાઇ,વિજયભાઈ, ધવલભાઈ,યોગેશભાઈ, દિલીપભાઇ પટેલ નુ ગોઈમા ભાજપ પરીવાર, શૈલેશકુમાર આર પટેલ શાસક પક્ષના નેતા જિલ્લા પંચાયત વલસાડ. જિલ્લા બાળવિકાસ સમિતિ ના સભ્યશ્રી બ્રિજેશભાઈ પટેલ. તાલુકા પંચાયત ના સભ્ય ભારતીબેન પટેલ.તથા જયેશભાઈ પટેલ, ગુલાબભાઈ પટેલ. પ્રમોદભાઈ. દિનેશભાઈ, મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા વતી સન્માન કરવામાં આવ્યું હતુ. અને અભિનંદન પાઠવ્યા હતા ગોઈમા સરપંચ અને ભાજપ પરીવાર માટે 12 સભ્યો બધા જ ઉપસરપંચ છે સૌ એ સાથે મળીને ગોઈમા ગામ ને વિકાસ ના પંથે આગળ લઈ જવા માટે હાકલ કરી હતી .અને ભાજપનું સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ ના સૂત્ર ને સાકાર કરવા માટે હંમેશાં તત્પર રહેવા ની નેમ લીધી હતી .આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
ad…