કપરાડાના આદિવાસી ક્ષેત્રમાં લોકજાગૃતિ માટે મનાલા ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું.

0
243

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આદિવાસી સમાજના લોકોને રક્તની જરૂરિયાત ઊભી થતી હોય છે. જેને લઈને રક્તદાન કેમ્પનું આયોજન વાડધા મનાલા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા મનાલા ગામે આયોજિત રક્તદાન શિબિરમાં 18 યુનિટ રક્તદાન મેળવવામાં આવ્યું હતું.રક્તદાન મહાદાન છે. ભાવુભાઇ થોરાટના અધ્યક્ષ સ્થાને હરીશભાઈ પટેલ દીપ પ્રાગટય કરી રક્તદાન કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.મહામૂલી જિંદગી બચાવવા રક્ત માટે કપરાડા લોકોને ઘણીવાર મુશ્કેલીઓ પડે છે.ભાવુભાઈ થોરાટ એ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોમાં રક્તદાન માટે જન જાગૃતિ લાવવા માટે વલસાડ રકતદાન કેન્દ્ર અને સેવાકીય સંસ્થાઓ દ્વારા મનાલા ગામમાં આજે રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો છે એ ખુબજ સુંદર કામગીરી કરી છે. કપરાડા તાલુકામાં રક્તદાન માટે જન જાગૃતિ ખુબજ જરૂરી છે.લોહીની જરૂરિયાત પડે ત્યારે પોતાના પરિવાર માટે પણ રક્તદાન લોકો કરતા નથી.જેથી લોકોમાં જાગૃતિ લાવવા માટે ઉપસ્થિત લોકોને સમજ આપી હતી.આરોગ્ય વિભાગ કપરાડા ભરતભાઇ પટેલે જણાવ્યું કે હોસ્પિટલમાં ડિલિવરી લોહીની ખૂબજ જરૂર પડે છે.અમે કપરાડા તાલુકાના લોકોને જરૂરિયાત ને ધ્યાનમાં લઈને પ્રથમ અમારી ઓફીસ દ્વારા કેમ્પ કરવામાં આવ્યો હતો. અને મારા ગામમાં રકતદાન કેમ્પ કર્યો છે. હવેલોકોમાં જાગૃતિ થતા કપરાડા તાલુકામાં અવારનવાર કેમ્પ કરવામાં આવે. રક્તદાન કેમ્પમાં દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.ર્ડા. હિમાંશુ ભાઈ ઠકકરે જણાવ્યું કે વલસાડ રક્તદાન કેન્દ્રમાં દરોજની 70 થી 80 બેગની હાલમાં જરૂરિયાત સામે 15 થી 20 રિપ્લેસમેન્ટ આવે છે.જેથી રક્તદાન કેમ્પમાં માંથીજ રક્ત ભેગું કરવામાં આવે છે.રક્તદાન મહત્વ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. એક રક્તદાતા થી 3 વ્યક્તિ ની જિંદગી બચે છે. રક્તદાન કરવુંએ મોટામોટા મોટું મહદાન છે.રેમ્બો વોરિયર્સ ગૃપ ધરમપુરના કો.ઓર્ડીંનેટર શંકરભાઇ પટેલે જણાવ્યું કે આજે તમામ સેવાભાવી સંસ્થાઓ પાર્થ ટ્રેડર્સ વાપી – રેમ્બો વોરિયર્સ ગૃપ ધરમપુર રિલીફ ગૃપ – હરીશ આર્ટ વાપી – યુવાનો- શિક્ષકો – આરોગ્ય વિભાગ – સરપંચો ભેગા થયા છે એ ત્રિવેણી સંગમ કરતાં વિશેષ મહત્ત્વ છે. રક્તદાતાઓ ઉપસ્થિત રહેલા તમામ વ્યક્તિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.હરીશ આર્ટ વાપી દ્વારા રકદાન કેમ્પના અધ્યક્ષ ભાવુભાઈ થોરાટ રિટાયર્ડ શિક્ષક પોતે અને દીકરો રક્તદાન કર્યુ રેન્બો વોરિયર્સ ના કો.ઓર્ડિનેટર શંકરભાઈ પટેલ ઉંમર 41 રક્તદાન 41 વખત અને દેહદાન સંકલ્પ લેનાર , રક્તદાન કેન્દ્ર વલસાડ ડો.હિમાંશુભાઈ ઠકકર પોતાની કાકી નું દેહદાન કરનાર અને જેમણે 54 વખત રક્તદાન અને દેહદાન સંકલ્પ લેનાર ને સાલઓઢાડી સન્નમાન કરવામાં આવ્યુ હતુ.હરીશભાઈ પટેલે મનાલા ગામે રક્તદાન કેમ્પનું આયોજન ગામના સરપંચ જ્યેન્દ્ર ગાંવિત ઉપ સરપંચ સત્તા ગ્રહણ કરી પહેલું કામ શુભ શરૂઆત કરી છે. શુભેચ્છા પાઠવી હતી.સરપંચ મનાલા જ્યેન્દ્ર ગાંવિતે સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્નમાન કરવામાં આવ્યું હતું.રક્તદાતાઓને પ્રોત્સાહક ભેટ પાર્થ ટ્રેડર્સ વાપી તેમજ અભિષેક એજન્સી નાનાપોંઢા દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે rainbow warriors Dharampur ગ્રુપના સભ્યો રજનીકાંત પટેલ સરપંચ મરઘમાળ, મિતેશ પટેલ , જીજ્ઞેશ પટેલ , સુરેન પટેલ, ભાવનાબેન પટેલ ( શિક્ષિકા ખડકવાળ) તથા આવધા પ્રા.શાળાના શિક્ષક તથા rainbow warriors Dharampur કો.ઓર્ડીનેટર શંકરભાઈ પટેલ ઉપસ્થિત રહી તમામ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.મનાલા ગામના સરપંચ જયેન્દ્રભાઈ ગાંવિત , કિરણભાઈ ભોયા (સામાજિક કાર્યકર્તા) ઈશ્વરભાઈ પટારા, સુનિલ ચૌધરી, ડૉ. આશિત બિશ્વાસ, રમેશભાઈ ભસરા, અજિત પટેલ, બિપીન રાઉત રાજેશ રાઉત તથા અન્ય ગામના યુવાનોના , સામાજિક કાર્યકર્તાઓના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન ઉમદા કદમ ગણાવી શકાય.કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના સરપંચ જયેન્દ્ર ગાંવિત , કિરણ ભોયા સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.AD…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here