06 ઓક્ટોબર 2024નું રાશિ ભવિષ્ય

0
95

મેષ : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થવાથી આનંદ અનુભવાય. કામનો ઉકેલ આવે.

વૃષભ : સીઝનલ ધંધામાં માલનો વધુ ભરાવો કરવો નહીં. આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ વધે.

મિથુન : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશની કામકાજમાં સરળતા જણાય. આનંદ રહે.

કર્ક : આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. આપે ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરી લેવો. મિત્ર વર્ગની ચિંતા જણાય.

સિંહ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. અડોશ-પડોશના કામકાજ અંગે વ્યસ્તતા જણાય.

કન્યા : આપના કામમાં સાનુકૂળતા જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. કામનો ઉકેલ આવતાં રાહત રહે.

તુલા : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપને સાનુકૂળતા જણાય.

વૃશ્ચિક : આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાંણાભીડ અનુભવાય. મોસાળપક્ષે- સાસરીપક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય.

ધન : આપના કાર્યનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થતી જાય. હર્ષ-લાભ જણાય.

મકર : સગા-સંબંધી વર્ગ, મિત્ર વર્ગ, ઘર-પરિવારના કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. આપના કાર્યનો ઉકેલ આવવાથી આનંદ રહે.

કુંભ : જૂના સ્વજન-સ્નેહી, મિત્રવર્ગ સાથે આકસ્મિક મિલન-મુલાકાતથી આનંદ અનુભવાય. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય.

મીન : આપના કામમાં પ્રતિકુળતા રહે. ધાર્યા પ્રમાણેનું કામકાજ થઈ શકે નહીં. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય.

– અગ્નિદત્ત પદમનાભ

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here