વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે ” નિષ્કામ ધર્મ નો આચાર્ય એ કેવટ છે,જ્યારથી માંગવાનું વધ્યું છે ત્યારથી ભક્તિ ના તેજ ઘટ્યા છે”
આજની રામ કથા ભાવિક ભક્તોને કેવટ પ્રસંગ ની કથા નું વર્ણન કરતા કથાકાર પ્રફુલભાઇ શુકલ એ વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે ” નિષ્કામ ધર્મ નો આચાર્ય એ કેવટ છે,જ્યારથી માંગવાનું વધ્યું છે ત્યારથી ભક્તિ ના તેજ ઘટ્યા છે” નિષ્કામ ભક્તિ ની આગળ ભગવાન માંગે છે.કેવટ એ રામાયણ ના શિરમોર પાત્ર માનું એક પાત્ર છે,રામાયણ મા જો કેવટ ના હોય તો આ સદગ્રંથ અધુરો છે.કેવટ રામાયણમાં આવતું એક પાત્ર છે, જેણે ૧૪ વર્ષના વનવાસ માટે વનમાં જતાં રામ, સીતા અને લક્ષ્મણને પોતાની નાવમાં બેસાડી ગંગા પાર કરાવી હતી. આ કથાનું વર્ણન તુલસીદાસ કૃત રામચરિત માનસના અયોધ્યાકાંડમાં કરવામાં આવ્યું છે. કેવટ શ્રી રામચંદ્રનો અનન્ય ભક્ત હતો.કહેવાય છે કે સૃષ્ટિના આરંભકાળમાં જ્ચારે સંપૂર્ણ જગત જળમાં હતું, ત્યારે કેવટનો જન્મ કાચબા યોનિમાં થયો હતો. કાચબા યોનિમાં પણ એને ભગવાન માટે અત્યાધિક પ્રેમ હતો. પોતાને મોક્ષ મળે તે માટે કેવટે શેષ શૈયા પર શયન કરતા ભગવાન વિષ્ણુના પગના અંગુઠાને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં કેવટ અસફળ થયો હતો. આ સમય પછી એક યુગથી પણ અધિક સમય સુધી અનેક જન્મમાં એણે ભગવાનની તપસ્યા કરી અને અંતે ત્રેતા યુગમાં કેવટના રુપે જન્મ લઇ, ભગવાન વિષ્ણુ, કે જે રામના રુપે અવતર્યા હતા, તેમની કૃપાથી મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.
વલસાડ તાલુકા જિલ્લાના બજરંગ યુવક મંડળ દોણી ફળીયા વાંકલ ખાતે હનુમાનજી મંદિરના સાનિધ્ય માં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુકલ ની 818 મી રામકથા મા આજે કેવટ પ્રસંગ ની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી હતી.આ પૂર્વે છઠા દિવસ નો દશાંશ યજ્ઞ દિલીપભાઈ પટેલ ના નિવાસસ્થાને સંપન્ન થયો હતો. આજે કથા મા રમણભાઈ પટેલ,સુમનભાઈ પટેલ,જયંતીભાઈ પટેલ,સુમનભાઈ હળપતિ, શૈલેષભાઇ પટેલ, રેખાબેન હળપતિ,મીનાબેન હળપતિ, મીનાબેન નાયકા,રક્ષાબેન હળપતિ જલારામ યુવક મંડળ બિનવાડા, ભારતીબેન ગાયકવાડ તેમજ બાપાસીતારામ મંડળ આહવા આંબાપાડા મહેમાનો પધાર્યા હતા જેમનું સ્વાગત અંકુર પટેલ, તુલસીબેન ગાંવિત,જયેશભાઇ પટેલ તેમજ બજરંગ યુવક મંડળ દ્વારા કરવામા આવ્યું હતું.આવતીકાલે કથા મા ભરત ચરિત્ર ની કથા નું વર્ણન કરવામા આવશે.દરરોજ 7 થી 10 ચાલી રહેલી રાત્રી કથામાં મોટી સંખ્યામાં ભાવિકો સરકારશ્રી ના નિયમો નું પાલન કરી ને લાભ લઇ રહ્યા છે.રામ કથામાં સંગીત વૃંદ દિપક બારોટ, પ્રીતેશ પટેલ, જિનલ પટેલ, પ્રતીક પટેલ, કિશન દવે દ્વારા ભજનો ની રમઝટ બોલાવી ભાવિક ભક્તો ને ભાવ વિભોર બનાવ્યા હતા.
Ad…