મોટી સંખ્યામાં લોકો તાવ, શરદી, ખાંસીનો શિકાર બન્યા

0
248
  • તબીબો કોરોના ટેસ્ટની સલાહ આપે છે ઃ શરદી, ખાંસી કે તાવ હોય તો તેને સામાન્ય વાયરલ ઈન્વેક્શન સમજીને બેદરકારી વર્તવાની ભૂલ ન કરવી જોઈએ

અમદાવાદ,તા. ૨૪
તમે તમારા પરિવાર, પાડોશી અથવા મિત્રો પાસેથી શરદી, ખાંસી કે તાવની ફરિયાદ ચોકસપણે સાંભળી હશે. અમદાવાદ શહેરમાં અત્યારે મોટી સંખ્યામાં લોકો બીમાર જણાઈ રહ્યા છે. ઘણાં લોન્ને શરદી, ખાંસી, તાવની ઘરગથુ સારવારથી કામ ચલાવી રહ્યા છે તો ધણાં લોન્ને પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી દવા લઈ રહ્યા છે. પરંતુ નિષ્ણાંતો દ્વારા સલાહે આપવામાં આવી છે કે,અત્યારે ડબલ સિઝન નદી માટે વાયરલ ઈન્ટેશનની શક્યતા ઘણી ઓછી છે.માટે શરદી, ખાંસી કે તાવ હોય તો તેને સામાન્ય વાયરલ ઈન્ફાન સમજીને
બેદરકારી વર્તાની ભૂલ ન કરવી જોઈએ. જો તમને આ લક્ષણો દેખાય તો તાત્કાલિક કોરોના ટેસ્ટ કરાવી લેવો જોઈએ. એક અંદાજ અનુસાર, અમદાવાદ શહેરમાં અત્યારે પ્રત્યેક 10માંથી ૧ ઘરમાં તાવ, શરદી અને ખાંસીના દર્દી જોવા મળશે. શહેરમાં લગભગ ૧ લાખ આ દર્દીઓ અત્યારે હોઈ શકે છે. માટે છોક્ટરો વધારે મૂત બન્યા છે અને લોકોને પણ સાવધાન રહેવાની સલાહ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજપભરમાં ડિસેમ્બરમાં ઠંડીની શરુમાત થઈ ગઈ છે અને અત્યારે જાન્યુઆરી મહિનો પતવા આવ્યો છે. જેથી કહી શકાય કે પાછલા બે મહિનાથી કહ્યું ચાલી રહી છે, જેથી ડબલ સિઝનની સમસ્યા નથી. જે લોકોને તાવ, શરદી કે ખાંસી હોય તેમને કોરોનાના માઈડ લક્ષણો હોઈ શકે છે. માટે પરિવારના અને અન્ય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રકારના લક્ષણ દેખાય તો તાત્કાલિક કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે. અમદાવાદ શહેરના સ્વાસ્થ વિભાગના સૂત્રો જણાવે છે કે, કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે રસીકરણ અભિયાને
મહત્વનો ભાગ ભજવ્યો છે. રસી લેનાર વ્યક્તિ પણ કોરોનાનો શિકાર બને, પરંતુ તેમનામાં ગંભીર લક્ષણો નથી જણાતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here