આદિજાતિ વિસ્તાર માટે લેન્ડ ગ્રેવિંગ એક્ટમાં સુધારો કરવામાં આવ્યોઃ જમીન માગણી માટેની અરજી અનિણિત હોય તેવા કિસ્સામાં કાયદો લાગુ નથી થાય : આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ

0
265

  • ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) (સુધારો) ) વટહુકમ, ૨૦૨૨ એ અધિનિયમની મૂળજોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે,
  • આદિજાતિ વિસ્તારમાંના નાગરિકોની મળેલી રજૂઆતના આધારે નિર્ણય લેવાયો

ગાંધીનગર તા. ૨૪
રાજ્યના આદિજાતિ વિસ્તારમાં જંગલ જમીનની
માગણી અરજી કરનાર આદિવાસી પર લેન્ડગ્રેબિંગ એક્ટ લાગુ કરાયો નથી, તેવું રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આદિજાતિ વિસ્તારમાં જમીન માંગણી માટેની અરજી અનિર્ણિત હોય તેવા કિસ્સામાં આ કાયદો લાગુ નહિ પડે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ, ૨૦૨૦
ના મોટા પાયે દુરુપયોગ થતો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જે અંગે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફટકાર બાદ ગુજરાત સરકાર દ્વારા આ અધિનિયમની વિવાદાસ્પદ જોગવાઈઓમાં સુધારો કરવા માટે વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે.

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) (સુધારો) ) વટહુકમ,૨૦૨૨ એ અધિનિયમની મૂળજોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે આદિવાસીઓના અધિકારોને અસર કરતી હતી.તે અંગે રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલ દ્વારા જણાવાયું હતું કે, રાજ્યના આદિજાતિ વિસ્તાર માટે લેન્ડ ગ્રેબિંગ
એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે.

આદિજાતિ વિસ્તારમાં આદિવાસી વ્યક્તિ દ્વારા જંગલની જમીન માગણી કરવામાં આવી હશે અને આવી અરજી પેન્ડિંગ હશે તેવી વ્યક્તિની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટની જોગવાઈ લાગુ પડશે નહિ. આદિજાતિ મંત્રી નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ મામલે રાજ્યના આદિજાતિ વિસ્તારમાંથી રજૂઆતો મળી હતી. આ આદિજાતિના લોકો તરફથી મળેલી રજૂઆતોના આધારે રાજ્ય સરકાર દ્વારા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ આદિજાતિ વિસ્તારમાં આદિવાસી વ્યક્તિ દ્વારા જંગલની જમીન માગણી માટેની અરજી કરવામાં આવી હશે. તેવી અરજીઓ અનિર્ણિત હોય તેવા કિસ્સામાં કાયદો લાગુ પડશે નહિ તેમ પણ આદિજાતિ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા વટહુકમ કરીને જે સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસીઓ (જંગલની માન્યતા) હેઠળ આ અધિનિયમની શરૂઆતની તારીખે અનુદાન માટેની અરજીઓ પડતર છે. તેવા કિસ્સાઓમાંબજમીનની ફાળવણી માટે સંબંધિત સત્તામંડળ સમક્ષ આવી કોઈ દરખાસ્ત પેન્ડિંગ હોય તો કોઈ પણ આદિવાસી વ્યક્તિ સામે જમીન પડાવી લેવાના અધિનિયમ હેઠળ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here